ઓર્ડર... ઓર્ડર....
અદાલતમાં બેસેલા લોકો એકબીજા સાથે એટલી જોરથી વાતો કરી રહ્યા હતા કે ત્યાં ન્યાયાધીશના હથોડા સાથે એમનો અવાજ સંભળાય રહ્યો ન હતો. આટલી બધી વાતોનું કારણ બીજું કંઈ નહીં બસ એક જ હતું કે, આજે એક એવો વ્યક્તિ અદાલતમાં હાજર હતો કે જે ગુનો કરી શકે એવું કોઈ વિચારી પણ શકે નહીં. પરંતુ એ હતો. પણ એ કોર્ટના એ કટઘેરા માં ખુદના ગુનાને ખાતર નહિ. પરંતુ એની જુલી નામની કુતરી ના લીધે ઉભો રહેવાનો વારો આવ્યો હતો.
જજસાહેબે ફરી પોતાનો હથોડો ટેબલ પર ખખડાવ્યો અને લોકોને શાંત રહેવા કહ્યું. લોકો જેવા શાંત થાય કે તરત જ જજસાહેબે કેસ આગળ ચલાવવા વકીલોને આદેશ આપ્યો. અને વકીલે પેલા વ્યક્તિ એટલે કે રેહાન વિરુદ્ધ કાર્યવાહી ચાલુ કરી.
વકીલ : મી. રેહાન, આ તમારી કુતરી છે?
રેહાન : હા.... પરંતુ એ કુતરી નથી એનું નામ જુલી છે. ( રેહાનને ગુસ્સો આવી રહ્યો હતો. પરંતુ એ શાંત રહ્યો.)
વકીલ : નામ માં શું રાખ્યું છે. છે તો એ એક પ્રાણી જ ને. અને પ્રાણીમાં પણ કૂતરું. તો એને કૂતરું ના કઉ તો શું કઉ. બોલો...
રેહાન : દેખો મિસ્ટર, એ મારા ઘરનું એક સદસ્ય છે. માટે તમેં એને આદરથી બોલાવશો એજ તમારા માટે સારું રહેશે. સમજ્યા. (રેહાને થોડા આકરા વલણ સાથે કહ્યુ.)
વકીલ : ઓકે ચાલો તમારી જુલી રાખો. તો તમને ખબર છે તમારી જુલી એ કેવો અપરાધ કર્યો છે?
રેહાન : હા ખબર છે. માટે જ એના વતી આજે હું અહી તમારા સામે પ્રસ્તુત છું. જેથી એના વતી હું એનો પક્ષ તમારા લોકો સમક્ષ મૂકી શકુ. મને પણ ખબર છે. કે એનો ગુનો નાનો સુનો નથી. પણ હું એને બચાવવા નો પ્રયત્ન કરીશ.
વકીલ : હા કરીલો. પણ હું એને.... (બોલતા બોલતા અટકી ગયા અને સામાન્ય હાસ્ય કરી રેહાન તરફ જોઈ રહ્યા.)
રેહાનના મોં પર હવે એ ગુસ્સો ચોખ્ખો દેખાઈ રહ્યો હતો. માટે જજસાહેબે સમય સુચકતા વાપરતા રેહાનને આખી વાત સ્પષ્ટ કરવા કહી. આખો કિસ્સો સમજાવવા કહ્યું. જેથી બધા આ કેસને સમજી શકે. અને એનો ઉકેલ લાવી શકાય.

રેહાન : ધન્યવાદ જજસાહેબ....
મારુ નામ રેહાન છે. અને આ લોકો જેને સજા અપાવવા માંગે છે એ મારા કુટુંબ નું એક સભ્ય છે. જેનું નામ જુલી છે. જુલી છેલ્લા ૧૦ વર્ષથી અમારા લોકોની સાથે છે. એ અમારા સાથે તો ઠીક અમારા આડોશી પાડોશી ની પણ વાહલી છે. એ લયરે કોઈને હાનિ ના પોહચાડે એની ખાતરી હું તો આપું જ છું. પરંતુ મારા પાડોશી પણ આપેજ છે. તમારે જો પૂછવું હોય તો તમેને પૂછી શકો છો. જેમ કે આ સામે બેઠા મી. પુરોહિત, મિસ. દવે, મિસિસ. પંડ્યા આ બધા મારા પાડોશી જ છે તમે કોઈપણ ને પૂછી શકો છો. મારી હાજરી માં પણ અને ઘેર હાજરીમાં પણ.
આમતો મારી જુલી નીડર, વફાદાર અને શાંત છે. પરંતુ બધા વચ્ચે મારી જુલી પર આજે એક આરોપ લાગ્યો છે. અને એ આરોપ બીજો કઈ નહીં પરંતુ ચોરીનો આરોપ છે અને એ પણ પોતાની જાતિના બીજા કોઈ ના બાળકોની ચોરીનો આરોપ. હું માનું છું કે કોઈ પણ સ્ત્રી માટે બાળકની ખુશી એ સૌથી મોટી ખુશી હોય છે. પછી એ મનુષ્ય હોય કે પ્રાણી. અને બસ આ જ કારણ છે આ કેશનું.
જજસાહેબ : મિસ્ટર રેહાન અમને કઈ સમજાતું નથી. થોડું વિસ્તારથી સમજાવશો.
રેહાન : અવશ્ય....
જુલી અમારા સાથે ૧૦ વર્ષથી રહે છે પરંતુ એને કોઈ બાળક નથી. માટે અમે ડોક્ટરને બતાવેલું તો ડોક્ટરે અમને કહેલું જુલી ક્યારેય માં નહિ બની શકે. ત્યારે એને તો કઈ ખબર ના હતી પણ અમને બઉ આઘાત લાગેલો. જેમ જેમ સમય વીતી રહ્યો હતો. એમ એમ જુલીમાં બીજાના બાળકો જોઈને માતા બનવાની ઈચ્છાઓ જાગતી પરંતુ એ માં બની શકે એમના હતી. માટે એકવખત અને બાજુના મહોલ્લામાં એક સંબંધી ને ત્યાં મળવા માટે ગયેલો. તો જુલી એ ત્યાં સામે ના ઘરે ગલુડિયા સાથે એની માતાને રમતા જોઈ ગઈ. અને એને ખબર નહિ કે શું થયું. એને ત્યારે તો કઈ ના કર્યું. પરંતુ રાતે એ ઘરેથી નીકળી ત્યાં ગઈ અને જઈને. એમથી એક ગલુડીયાને પોતાની સાથે લઈ આવી. સવારમાં અમે જોયું કે આ કોનું ગલુડિયું એ અમને પણ ત્યારે તો એની પાસે જવા દેતી ન હતી. પણ ધીરે ધીરે અમે પણ ફોસલાવી એની સંભાળ લીધી અને ૨-૩ દિવસ વીતતા અમને ખબર પડી કે એ પેલા ગલુડિયાઓ માંથી એક ને ઉઠાઈ આવી હતી. અને એ ગલુડિયાને શોધતા શોધતા એનો માલિક અમારા ઘર સુધી પહોંચી ગયો હતો.
પોતાના ગલુડિયાને જોઈને એ ખુશ તો થયો. પરંતુ જુલીએ તેને એ ગલુડિયાને લઈ જવા ના દીધો. ઉલ્ટામાં બચકું ભરી લીધું. અને બસ આ જ કારણથી એ વ્યક્તિ એ જુલી પર ચોરીનો આરોપ લગાવી દીધો. અને એના પર કેશ કરી દીધો....
હું બધુજ જાણું છું. અને બધું જ માનું પણ છું. પરંતુ તમે જ કહો કે કોઈ સ્ત્રી માં ના બની શકે એનું દુઃખ કેવું હોઈ શકે. એના ઉપર શુ વિતતી હોય એ આપણે કઈ રીતે મહેસુસ કરી શકીયે.... હવે તમે જ મારી જુલીને સાચો ન્યાય આપો.....
રેહાનની વાત પૂરી થતાં પાછો અદાલતમાં અવાજ ચાલુ થઈ ગયો. લોકો પાછા એકબીજા સાથે આ વિષય પર વાતો કરવાની ચાલુ કરી દીધી.
ઓર્ડર..... ઓર્ડર.....
જજસાહેબે પાછો પોતાનો હથોડો ટેબલ પર પછાડ્યો અને લોકો ને શાંત કરાવ્યા. અને પછી પોતાની વાત ચાલુ કરી.
" દેખો આ અપરાધ એ કોઈ નાનોસુનો અપરાધ નથી. કોઈના બાળકને ચોરી લેવું એ બઉ મોટો જઘન્ય અપરાધ છે. પરંતુ તમારી દલીલો ને અને તમારી વાતને સમજતા અમે એટલું વિચારી શકીયે છીએ કે, એક સ્ત્રી માટે બાળક વધુ મહત્વ ધરાવે છે. માટે કરીને જુલી એ માતૃત્વના આવેષ માં આવી અને પ્રાણી બુદ્ધિ માં એને આ કાર્ય કરેલ છે. માટે એની સજા અમે પુરી તો માફ નહિ જ કરી શકીએ. પરંતુ હા એની સજા અમે હળવી કરીએ છીએ. એટલે કે, તમારી જુલીને અમે ૧૦ દિવસ સુધી પોલીસના ડોગહોમ માં રહેવાની સજા આપીએ છીએ. અને તમને પણ કડક શબ્દોમાં કહીએ છીએ કે તમે જુલીને એ રીતે ટ્રેઇનિંગ આપો કે એ ફરીથી આવો કોઈ અપરાધ કરે નહિ. સમજ્યા.....?"

રેહાન : (રેહાનની આંખોમાં જુલી તરફી નિર્ણય આવવાથી ખુશી હતી.) જી જજસાહેબ..... હું મારો પૂરો પ્રયત્ન કરીશ.
આટલું કહી એ જુલી તરફ ચાલ્યો અને પછી જુલી ને ગળે લગાડી અને ત્યારે એની આંખો થોડી ભીની થઇ ગઇ. પછી એને જુલીને પોલીસને હાથમાં શોપી અને પછી અદાલતની લોબીમાં એ ચાલવા લાગ્યો. રેહાન જુલીને છોડી જઈ રહ્યો હતો. અને પાછળથી જુલી ભસી-ભસીને રેહાનને પોતાની પાસે ફરી બોલાવી રહી હતી. પરંતુ રેહાન પાછો વળવાનું નામ લઈ રહ્યો ન હતો. અને ધીરેધીરે જુલીનો અવાજ આખી અદાલતમાં ગુંજી ઉઠ્યો હતો. અને જ્યાં સુધી રેહાન ત્યાંથી નીકળ્યો ત્યાં સુધી એ અવાજ સંભળાઈ રહ્યો હતો. અને આખરે એ અવાજ બંધ થઈ જ ગયો.....
Note: મારા આવી જ ટૂંકીવાર્તાઓ તમને પસંદ પડે અને જો તમારે આવી બીજી ઘણી વાર્તાઓ વાંચવી કે જોવી હોય તો મારી સાથે જોડાઇ શકો છો. એ માટે મને ફોલ્લો કરો અમને આના પર 👉👉👉 Gujarati Stories પર.
લેખક:-
વિકાસ મનસુખલાલ દવે.Instagram:- @valam_ni_yado
@unstoppable_writer
@ek_lekhk
YouTube:- /VikasDave
FaceBook:- @Er. Vikas Dave
તમારો અભિપ્રાય જણાવો vikashdave92@gmail.com પર.

0 ટિપ્પણીઓ
Plz do not enter any spam link in the comment Box.