ઝેવિયર્સ કેફે
ઝેવિયર્સ કેફે | Xaviers Cafe | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave | Zeviyars cafe
ઝેવિયર્સ કેફે | Xaviers Cafe | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave | Zeviyars cafe
સફેદ ટેબલ અને લાલ ખુરશીઓની સજાવટથી ડીસાનું ઝેવિયર્સ કેફૅ જેમ ચંદ્ર સૂરજની રોશનીથી ચમકે એમ ચમકી રહ્યું હતું. આ કેફૅની અંદર તરફ વળતા પહેલા એક નાની લાઈબ્રેરી આવતી. જેમાં અલગ અલગ ભાષાના અને અલગ અલગ લેખકના અનેક પુસ્તકોનો સમાવેશ થતો હતો. એથી આગળ વધતા ત્યાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી અનેક રમત સામગ્રીઓ ગોઠવેલી હતી. જેને ત્યાં આવતા લોકો ખૂબ શોખથી આનંદ લઈને રમતા હતા. જો એનાથી આગળ થોડું વધવામાં આવે તો ત્યાં એક તૂટેલા ટ્રકના આગળવાળા ભાગમાંથી બનાવેલું એક સુંદર કેશ કાઉન્ટર આવેલું હતું. અને એના પર એને શોભતી એક સુંદર છોકરી બેઠેલી રહેતી. અને એના એકદમ સામે બધાજ સફેદ ટેબલો અને લાલ ખુરશીઓ ગોઠવાયેલી હતી.
ઝેવિયર્સ કેફૅ ડીસાનું સૌથી મોટું, સસ્તું અને ઘર જેવી અનુભૂતિ કરાવતું એકમાત્ર કેફૅ હતું. માટે ડીસાની જનતા આનંદ માણવા માટે બીજે ક્યાંય જવાને બદલે ઝેવિયર્સમાં જવાનું વધુ પસંદ કરતી. ત્યાં ક્યારેય કોઈ મૌસમની રોકટોક રહેતી નહિ. શિયાળો હોય, ઉનાળો હોય કે હોય ચોમાસુ ઝેવિયર્સ હમેશા ચાલુ જ રહેતું અને લોકોનું મનોરંજન કરતું જ રહેતું.
આજનું વાતાવરણ પણ થોડાક અંશે ભેજવાળું હતું. અને આકાશમાં પણ વાદળ જાણે આજે મોરલાઓને ખુશ કરવાના હોય એમ પોતાની આખી જમાત લઈ આવી ગયા હતા. હવે બસ વાર હતી તો એમના વરસવાની. પરંતુ કદાચ એ પણ રાહ જોઈ રહ્યા હતા મોરલાઓને ટહુકવાની.
ઝેવિયર્સ કેફે | Xaviers Cafe | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave | Zeviyars cafe
હવે આ વાદળો વરસવાનું નામ લઈ રહ્યા નહતા. પરંતુ મૌસમ તો એમને પણ રોમેન્ટિક બનાવી દીધું હતું. અને એ રોમેન્ટિક મૌસમ વચ્ચે ઝેવિયર્સ કેફૅના એ છેલ્લા અને ખૂણાના ટેબલ પર એક પ્રેમી યુગલ બેસેલું દેખાઈ રહ્યું હતું.
એ યુગલમાંથી છોકરીએ ઉડીને આંખે વળગે એવા પીળારંગનો પહેરવેશ પહેર્યો હતા. જે કેફૅની લાલરંગની ખુરશી સાથે જાણે ઉગતા સૂરજની યાદ અપાવી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું. અને છોકરાએ પોતાનું એ જૂનું કાળારંગનું ટીશર્ટ અને નીચે કાળારંગનું પેન્ટ પહેરેલું દેખાઈ રહ્યું હતું. કેફૅમાં પૂરતો પ્રકાશ પ્રસરવાના કારણે આ પીળા અને કાળા રંગનું મિશ્રણ દરેકને સાફ દેખાઈ રહ્યું હતું. અને એમ કહીકે, આ મિશ્રણ દરેકને ઉડીને આંખે વળગી રહ્યું હતું. તો એમાં કઈ નવાઈ પામવા જેવી વાત તો ના જ લાગે.
" હેલ્લો રેહાનસર, ગુડ ઇવનિંગ. હેલ્લો શ્રેયામૅમ, ગુડ ઇવનિંગ. " ઝેવિયર્સનો આ વેઈટર જાણે એ બન્નેને જાણતો હતો. માટે એને બન્નેને ઇવનિંગની વિસ કરી. અને પછી મજાક કરતા કરતા ઓર્ડરનું પૂછી લીધું.
" અમારા આ નાના કેફેની કઈક મોટી વસ્તુ ઓર્ડર કરવા માંગશો શ્રેયામેડમ? " આ રીતે શ્રેયાની મજાક કરતા ઝેવિયર્સના એ વેઈટરે રેહાન તરફ જોયું અને હસવા લાગ્યો.
રેહાન પણ એનું આ વાક્ય સાંભળીને થોડો મૂડમાં આવી ગયો. અને એ પણ પેલા વેઈટર સાથે હસવા લાગ્યો. અને કદાચ ત્યાં એ ખુદને રોકી શકે એમ હતો પણ નહિ. માટે એ ખુલીને હસવા લાગ્યો. અને કદાચ રેહાનને આ રીતે હસતા જોઈ શ્રેયા પણ ખુદને રોકી શકી નહિ. અને એ બન્ને સાથે એને પણ થોડું હસી લીધું.
શાંત થતા થતા શ્રેયા બોલી, " તું પણ શુ મોહમ્મદ, આવી મજાક કરે છે. તને ખબર તો છે અમે દરરોજ શુ પીએ છીએ. તો એ લઈ આવ જા."
" ઓ.કે. શ્રેયા લાવું છું. પણ હા, એક પ્રોમિસ કરે તો.... "
" શુ બોલ? તુ પણ યાદ કરશે કે, મહાન શ્રેયાએ પણ તને કોઈક પ્રોમિસ કર્યું હતું. "
" હા.... હા.... એટલુ મોટું પણ પ્રોમિસ નથી જોઈતું. બસ તું દરરોજની જેમ તારી લખેલી એક કવિતા સંભલાવીશ એવું પ્રોમિસ કર. "
" સારું ચાલ તું કોફી લઈ આવ. હું તારા માટે કઈક સ્પેશિયલ શોધું બસ... "
" સારું.... સારું.... " મોહમ્મદ ખુશ થતા થતા ત્યાંથી કોફી લેવા માટે નીકળી ગયો. અને રેહાન અને શ્રેયા બન્ને એકબીજા સાથે વાત કરવા લાગ્યા.

" શુ મોહતરમાં કેવું ચાલે છે? "
" બસ જલસા લેખક સાહેબ. પણ તમારા જેવું નઈ. "
" કેમ અમારા જેવું નઈ? " રેહાને આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું.
" તમે તો રહ્યા મોટા લેખક. અમારા જેવા નાના લેખકનું તમારા સામે શુ આવે. "
" એવું કઈ નથી શ્રેયા. જોવો ને જીવતું અને જાગતું ઉદાહરણ તો મોહમ્મદ છે. એ મારા કરતા તો તમારી કવિતાઓનો દિવાનો છે. માટે મોટા અને નાના લેખક જેવું કઈ હોતું જ નથી. "
" ઓ.કે. , ઓ.કે. સંભળાવો કઈક નવું. "
" કઈ નઈ શ્રેયા, તું સંભળાવ તારી કોઈક નવી રચના. તારી રચનાઓનો તો મોહમ્મદ સાથે હું પણ કાયલ છું. "
" ઓહોહોહો.... એવું પાછું. "
" હા " રેહાને થોડા ધીમા સ્વરે પ્રેમના શ્વાસ ફૂંકતા કહ્યું.
" બસ જલસા લેખક સાહેબ. પણ તમારા જેવું નઈ. "
" કેમ અમારા જેવું નઈ? " રેહાને આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું.
" તમે તો રહ્યા મોટા લેખક. અમારા જેવા નાના લેખકનું તમારા સામે શુ આવે. "
" એવું કઈ નથી શ્રેયા. જોવો ને જીવતું અને જાગતું ઉદાહરણ તો મોહમ્મદ છે. એ મારા કરતા તો તમારી કવિતાઓનો દિવાનો છે. માટે મોટા અને નાના લેખક જેવું કઈ હોતું જ નથી. "
" ઓ.કે. , ઓ.કે. સંભળાવો કઈક નવું. "
" કઈ નઈ શ્રેયા, તું સંભળાવ તારી કોઈક નવી રચના. તારી રચનાઓનો તો મોહમ્મદ સાથે હું પણ કાયલ છું. "
" ઓહોહોહો.... એવું પાછું. "
" હા " રેહાને થોડા ધીમા સ્વરે પ્રેમના શ્વાસ ફૂંકતા કહ્યું.
ઝેવિયર્સ કેફે | Xaviers Cafe | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave | Zeviyars cafe
શ્રેયા આ નિશ્વાસ વાતમાં પ્રેમનો શ્વાસ પૂરતો જોઈ થોડી ખચકાય. એના મોં પરનો રંગ હવે ઉડી ગયો હતો. એ થોડીવાર શાંત રહી અને પછી બોલી.
" રેહાન મારે તને એક વાત કહેવી છે. "
" હા... હા... બોલને. શુ કહેવું છે તારે? "
" રેહાન પ્લીઝ મને સમજવાની કોશિશ કરજે. હું મારા દિલ પર પથ્થર મુકી તને કહી રહી છું કે.... " શ્રેયા બોલતા બોલતા થોડી ખચકાઇ રહી હતી. અને હવે તો જાણે એ હારી ચુકી હતી. અને કદાચ આ જ કારણથી એ આગળ બોલી શકતી ન હતી. આ બધું જોતો રેહાનને પણ રહેવાયું નહિ. માટે એને શ્રેયાનો હાથ પકડ્યો અને બોલ્યો.

" હેય.... શ્રેયા. શું થયું? યાર. બોલ ને શું થયું? "
" રેહાન હવે આપણે બન્ને સાથે નહિ રહી શકીએ યાર. "
આ વાક્ય સાંભળતાની સાથે જ જાણે કે, રેહાનના પગ નીચેથી જમીન જ ના સરકી ગઈ હોય. એમ એ આભા બની શ્રેયા તરફ જોઈ રહ્યો. આ બધું સાંભળી એ કઈ બોલવાની હાલતમાં તો ન જ હતો. તો પણ એ ખુદને સાંભળતા સાંભળતા બોલ્યો,

" શ્રેયા તું શું કઈ રહી છે એ તને સમજાય છે? તું મારાથી જુદા થવાની વાત કરી રહી છે. શુ થયું એવું તે મારાથી? એવી તે મેં શુ ભૂલ કરી નાખી કે, તારે એટલો મોટો નિર્ણય લેવો પડ્યો. બોલને... બોલને યાર પ્લીઝ..... " એટલું બોલતા બોલતા રેહાનની આંખોમાં આંસુ જ નહતા આવ્યા એટલું બાકી રહેલું.
રેહાનનું આટલું પૂછવા છતાં શ્રેયા તરફથી કોઈજ રીપ્લાય મળ્યો નહિ. માટે રેહાને એના બંને હાથ પોતાના હાથમાં લઈ એ સમજાવવા જઈ રહ્યો હતો ત્યાંજ શ્રેયા પોતાના બંને હાથ પાછા ખેંચી લીધા અને એ ખુરશી પરથી ઉભી થઈ ગઈ.
ઝેવિયર્સ કેફે | Xaviers Cafe | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave | Zeviyars cafe
" દેખ રેહાન હવે મારે તારી સાથે નથી રેહવું. મારે જીવવું છે. તારી સાથે આ કામ કામ કામના બોજ નીચે દબાઈને નથી મરવું. માટે આજે મેં નિર્ણય કરી લીધો છે કે, હું ખુશી ખુશી તારાથી અલગ થઈ રહી છું. બીજું કઈ નહિ..... " શ્રેયા એટલું બોલી ટેબલ છોડી કેફૅના દરવાજા તરફ ચાલવા લાગી.
પાછળથી મોહમ્મદ કોફી લઈને ક્યારનોય ત્યાં આવી જ ગયો હતો પરંતુ બન્ને માંથી કોઈ એ એને જોયો ન હતો. એને ત્યાં થઈ રહેલી દરેક વાત સાંભળી હતી. અને અમુક વાતો તો એ પણ રેહાન અને શ્રેયાના સંબંધો વિશે જાણતો હતો. માટે આજે જે થઈ રહ્યું હતું એ એને સમજાઈ રહ્યું હતું. પરંતુ એ આનાથી ખુશ ન હતો. માટે જેવીજ શ્રેયા રેહાનને છોડી ત્યાંથી નીકળી કે, તરત જ એને શ્રેયાને રોકી. અને સમજાવવાની કોશિશ કરી. પરંતુ, શ્રેયા કઈ સાંભળવા તૈયાર હતી જ નહિ. પરંતુ એને છેલ્લે એટલું કહ્યું કે,
" મોહમ્મદ મેં તને પ્રોમિસ કર્યું હતું ને કે, આજે હું તને મારુ લખેલું કઈક સંભલાવીશ. તો એ પ્રોમિસ હું તોડું નહિ બસ તારા માટે રેહાનના આ બધા પ્રશ્નનો આ એક જ જવાબ બસ.....,
" મોહમ્મદ મેં તને પ્રોમિસ કર્યું હતું ને કે, આજે હું તને મારુ લખેલું કઈક સંભલાવીશ. તો એ પ્રોમિસ હું તોડું નહિ બસ તારા માટે રેહાનના આ બધા પ્રશ્નનો આ એક જ જવાબ બસ.....,
' તૂટે રેહાન,અને બધાની ઈચ્છા પુરી કરતો જાય,કોઈ એકનો તો ક્યારેય એ થાય જ નહિ,સમજી એને ક્યાં ક્યારેય મને પોતાની,અને એટલે જ મને લાગે છે કે,એ ક્યારેય મારો પ્રેમ હતો જ નહિ!એ ક્યારેય મારો પ્રેમ હતો જ નહિ! ' "
મોહમ્મદની આ મુરાદ્દ પુરી કરી શ્રેયા ત્યાંથી ભરી આંખે દરવાજા તરફ ચાલતી થઈ. અને આ લાઈનો સાંભળી મોહમ્મદની આંખોમાં પણ આંસુ આવી ગયા. અને જ્યારે એને રેહાન તરફ જોયું તો રેહાન પણ રડી જ રહ્યો હતો. જો ત્યારે ભગવાનની નજરે જોવા મળ્યું હોતને તો એક અદ્દભુત નજરો જ દેખાત.
મોહમ્મદ ચાલતો ચાલતો રેહાન પાસે પોહચ્યો. તો રેહાન રડે જતો હતો અને એના મોં પર હવે એક જ વાક્ય હતું કે,
" એ ક્યારેય મારો પ્રેમ હતો જ નહિ!એ ક્યારેય મારો પ્રેમ હતો જ નહિ! "
" ઓય રેહાન ઉઠ.... ઉઠને યાર. આ શું બબડી રહ્યો છે.
એ ક્યારેય મારો પ્રેમ હતો જ નહિ!.... એ ક્યારેય મારો પ્રેમ હતો જ નહિ!.... કોણ તારો પ્રેમ હતો જ નઈ? આ શુ બબડી રહ્યો છે? ઉઠને યાર. " રેહાન પર પાણી છાંટી રેહાનને ઉઠાડતા ઉઠાડતા મોહમ્મદે કહ્યું.
એ ક્યારેય મારો પ્રેમ હતો જ નહિ!.... એ ક્યારેય મારો પ્રેમ હતો જ નહિ!.... કોણ તારો પ્રેમ હતો જ નઈ? આ શુ બબડી રહ્યો છે? ઉઠને યાર. " રેહાન પર પાણી છાંટી રેહાનને ઉઠાડતા ઉઠાડતા મોહમ્મદે કહ્યું.
રેહાન હામફળા ફામફળા થતા ઉઠ્યો. અને એને આજુબાજુ જોયું. એને જોયું કે હજી તો ત્યાં કોઈ આવ્યું જ નથી. ત્યાં બસ રેહાન અને મોહમ્મદ જ હાજર હતા. તો પણ રેહાને એકવાર મોહમ્મદને શ્રેયા વિશે પૂછી લીધું. અને એને સંતોષપૂર્ણ જવાબ મળતા એ શાંત થયો. એટલામાં જ મોહમ્મદ બોલી ઉઠ્યો.
" લો શાયરીઓની શહેઝાદી અને શબ્દોની મલ્લિકા પણ હાજર હાજર થઈ ગયા.... "
શ્રેયાને જોઈ રેહાનની આંખોમાં નવું તેજ ભરાઈ ગયું. અને એ સામેથી ચાલી અને શ્રેયાને ગળે લાગ્યો. અને ગળે લાગતા લાગતા બોલ્યો,
" એ સાંભળ, તારા સિવાય ક્યારેય મારો બીજો કોઈ પ્રેમ હતો જ નહિ!, તારા સિવાય ક્યારેય મારો બીજો કોઈ પ્રેમ હતો જ નહિ! "
Note: મારા આવી જ ટૂંકીવાર્તાઓ તમને પસંદ પડે અને જો તમારે આવી બીજી ઘણી વાર્તાઓ વાંચવી કે જોવી હોય તો મારી સાથે જોડાઇ શકો છો. એ માટે મને ફોલ્લો કરો અમને આના પર 👉👉👉 Gujarati Stories પર.
લેખક:-
વિકાસ મનસુખલાલ દવે.Instagram:- @valam_ni_yado
@unstoppable_writer
@ek_lekhk
YouTube:- /VikasDave
FaceBook:- @Er. Vikas Dave
તમારો અભિપ્રાય જણાવો vikashdave92@gmail.com પર.
0 ટિપ્પણીઓ
Plz do not enter any spam link in the comment Box.