મેઘધનુષ્યના સબંધો, rainbow's relationship, બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ, Best pratilipi gujarati love stories, વિકાસ દવે, Vikas Dave


મેઘધનુષ્યના સંબંધો





મેઘધનુષ્યના સંબંધો


          સવારના ૧૦:૩૦ થયા હતા. અને વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. આ બધા વચ્ચે વલસાડમાં આવેલા રક કબ્રસ્તાનમાં બઉ ભીડ જામેલી હતી. જાણે કે, કોઈનું મૃત્યુ થયું હતું અને એના સગાંવહાલાં એને ત્યાં દફનાવવા આવ્યા હતા.
ચર્ચના ફાધરે ખ્રિસ્તી લોકોની દફનવિધી મુજબ દફનાવવાની બધી વિધી પુરી કરાવી અને અંતમાં ફાતિહા વાંચ્યા.
" જીસસ, રેહાનની આત્માને શાંતિ આપે.... યા જીસસ.... "
એટલું કહી એમને પોતાના હાથ ક્રોસ બનાવતા પોતાના શરીર પર ફેરવ્યા. અને અજુ બાજુમાં ઉભેલા લોકોએ પણ એમનું અનુકરણ કરતા એવું જ કઈક કર્યું. આ સાથે જ ત્યાં ઉભેલા કબર ખોદવાવાળાઓએ કબરમાં માટી નાખી એને બુરવાનું ચાલુ કર્યું.

          કબર હવે માટીથી ભરાઈ ગઈ હતી. અને લોકો હવે ત્યાંથી એક એક કરી નીકળી રહ્યા હતા. પરંતુ જીયા ત્યાં જ ઉભી હતી. અને એની આંખોમાંથી નીકળતા એ એમુલ્ય આંસુ હજી પણ બંધ થવાનું નામ નહતા લઈ રહ્યા. ધોધમાર વરસાદ વરસવાને લીધે વધુ સમય સુધી ત્યાં કોઈ રોકાવવા નહતું માંગી રહ્યું. પરંતુ જીયા તો ત્યાંથી હટવાનું જ નામ નહતી લઈ રહી.
બધા ત્યાંથી નીકળી ચુક્યા હતા. હવે બસ ત્યાં રેહાનની કબર સામે એકલી જીયા હાજર હતી. અને અચાનક જ વરસાદ બંધ થઈ ગયો. અને સૂર્ય પોતાના પ્રકાશની કિરણોને વરસાવતો ત્યાં પોંહચી ગયો. વરસવાની બાકી રહી ગયેલી પાણીની બુંદો હવે વાતાવરણમાં ભળી ગઈ હતી. અને જ્યારે એ બંદોમાં સૂર્યનો પ્રકાશ પોહચ્યો ત્યાંજ એક ચમત્કાર સર્જાયો.

મેઘધનુષ્યના સબંધો, rainbow's relationship, બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ, Best pratilipi gujarati love stories, વિકાસ દવે, Vikas Dave

મેઘધનુષ્યના સંબંધો


          એ બુંદ અને પ્રકાશના મળવાથી આકાશમાં એક મોટું મેઘધનુષ્ય રચાયું. અને એ આકાશમાં તો રચાયું રચાયું. પરંતુ એનો પડછાયો થોડા સમય પેહલા જ રેહાનની કબર પર લગાવેલા અરસામાં પડ્યો. અને ત્યાંથી એ વક્રીભવન થઈ સીધો જીયાના મોં પર પડી રહ્યો હતો.

          પોતાના મોં પર આવતા એ મેઘધનુષ્યના રંગોને રેહાનની કબર પર પથરાતા જોઈ અને એને રેહાનની કહેલી એ જૂની વાતો યાદ આવી ગઈ કે,
" જ્યારે પણ આપણે બન્ને સાથે હશું અને આપણો કોઈક નવો સંબંધ બંધાશે ત્યારે આ મેઘધનુષ્ય દેખાશે. " અને એ પછી ઘણીવાર થયેલું પણ કઈક એવું જ જયારે એમની સગાઈ થઈ ત્યારે પણ વરસાદની મૌસમ હતી. અને ત્યારે પણ એ દેખાયેલું. એમના લગ્નમાં પણ એ દેખાયેલું અને આજે પણ દેખાયું.
રેહાનની આ વાત જિયાને યાદ આવતા એ ખુદના આંસુઓને ફરીથી સાંભળી શકી નહિ. અને જે આંસુઓ પહેલા આવી રહ્યા હતા એના કરતા હવે આંસુઓમાં વધારો થઈ ગયો હતો.

મેઘધનુષ્યના સબંધો, rainbow's relationship, બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ, Best pratilipi gujarati love stories, વિકાસ દવે, Vikas Dave

મેઘધનુષ્યના સબંધો

          એ મેઘધનુષ્યને જોતા જોતા એ થોડીવાર ત્યાં રેહાનની કબર પાસે બેઠી. અને થોડા સમય પછી જેમ જેમ એ મેઘધનુષ્ય દેખાતું બંધ થયું. તેમ તેમ જીયા પણ શાંત થઈ. અને જેવું આકાશ પૂરેપૂરું સાફ થઈ ગયું. એ પછી જીયા રેહાનને અલવિદા કહી ત્યાંથી નીકળી.ઘરે પોહચી એને પોતાના અને રેહનના વિશ્વાસુ એવા મિ.દવેને બોલાવ્યા અને કહ્યું,
" મિ.દવે આજે હું તમને એક અગત્યનું કામ સોંપી રહી છું. મને વિશ્વાસ છે કે તમે એને સરખી રીતે પૂરું કરશો. "
"જી મેડમ, બોલોને.... હું એને મારી વફાદારી પૂર્વક પુરી કરીશ. "
" મિ.દવે તમારે રેહાનની કબર પર એક આરસની તકતી લગાવડાવવાની છે. અને એના પર જે કોતરણી કરવો એના પર ""મેઘધનુષ્યના સબંધો"" એટલું કોતરાવવાનું છે. " એટલું જણાવતા જણાવતા જીયાની આંખોમાં આંસુ આવી ચુક્યા હતા. પરંતુ પોતાની જાતને જીયાએ સાંભળી લીધી અને એટલું સમજાવી મિ.દવેને એ કામ સોંપી એમને જવાનું કહ્યું.
અને જેવા જ મિ.દવે ત્યાંથી નીકળ્યા કે, જીયા રેહાનની લખેલી ડાયરી લઈને રેહાનની એ જુલા ખુરશી પર બેઠી અને રેહાનને યાદ કરી રડતા રડતા વાંચવા લાગી.



Note:   મારા આવી જ ટૂંકીવાર્તાઓ તમને પસંદ પડે અને જો તમારે આવી બીજી ઘણી વાર્તાઓ વાંચવી કે જોવી હોય તો મારી સાથે જોડાઇ શકો છો. એ માટે મને ફોલ્લો કરો અમને આના પર 👉👉👉 Gujarati Stories પર.



"મેઘધનુષ્યના સંબંધો", ને પ્રતિલિપિ પર વાંચો : @વિકાસ દવે




લેખક:-

વિકાસ મનસુખલાલ દવે.
Instagram:- @valam_ni_yado
@unstoppable_writer
@ek_lekhk
YouTube:- /VikasDave
FaceBook:- @Er. Vikas Dave
તમારો અભિપ્રાય જણાવો vikashdave92@gmail.com પર.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ