ગામની સીમમાં અંધારિયા રસ્તા પર રાત્રે દોઢ વાગ્યે એક લાશ પડી હતી. દૂર દૂર કુતરાઓ ભસી રહ્યા હતા. અને એક વ્યક્તિ(અમિત) જાણ્યે- અજાણ્યે લાશ તરફના રસ્તા પર ચાલી રહ્યો હતો. ત્યાં કેમ હતી લાશ અને હતી કોની? કોણ હતો આ વ્યક્તિ? ત્યાં જ અચાનક અમિત ત્યાં એ લાશને અથડાયો અને નીચે પડી ગયો. અંધારું હોવાના કારણે કદાચ અમિતને લાશ દેખાઈ ન હતી. હવે અમિત ત્યાં રસ્તા માંથી ઉભો થયો અને પોતાના કપડા ખંખેરવા લાગ્યો. કપડા ખંખેરી અને એને થયું કે લાવને આ રસ્તામાં પડેલા લાકડાના ટુકડાને રસ્તાની એક તરફ કરી દઉં. જેથી જેમ હું આ અંધારામાં પડ્યો એમ પછીથી બીજુ કોઈ એને અથડાઈને પડે નહીં. હજી પણ અમિતને એ લાકડું નહીં લાશ છે એમ ખબર ના હતી. આથી એ પાછો લાશ તરફ ફર્યો અને નીચે વળી અને એ જેને લાકડાનો ટુકડો સમજીને ઉઠાવવા જતો હતો. ત્યાંજ એના હાથમાં એ લાશ નું મસ્તક આવ્યું અને એ પણ લોહીથી તરબોળ થયેલું. એને પેહલા તો કઈ સમજાયું નહીં માટે એના કપડાના ખિસ્સામાં પડેલી માચીસ નીકળી અને એના માંથી એક દીવાસળી નીકળી અને તેને સળગાવી એ લાશ તરફ ધરી. ધીરે-ધીરે એ દીવાસળી નું અજવાળું હવે લાશની આજુબાજુ પથરાઈ રહ્યું હતું અને ધીરે-ધીરે એ લાશનું મોં હવે અમિતને દેખાઈ રહ્યું હતું અને હવે એક સમય એવો આવી ચુક્યો હતો કે એ લાશનું મોં અમિતને સાફ દેખાઈ રહ્યું હતું.
એ લાશનું લોહીથી તરબોળ થયેલ મો જોઈને હવે અમિત ડરી ચુક્યો હતો અને તે થોડા સમય માટે ત્યાંજ સ્તબ્ધ થઈ ગયો. તેને સમજાતું ન હતું કે હવે કરવું તો કરવું શું?, થોડા સમય શાંત રહ્યા પછી એની સ્તબ્ધ અવસ્થા જેવીજ તૂટી એવો એ ગભરાઈ ગયો. આથી ત્યાંથી હલી શક્યો નહીં પરંતું એ ત્યાં જોરજોર થી બરાડા પાડવા લાગ્યો અને સાથે સાથે રોવા પણ લાગ્યો. એને થોડો સમય સુધી ત્યાં આજુબાજુ માંથી કોઈ આવાજ સંભળાયો નહિ હવે એને ખબર પડી ગઈ કે અહીં આ લાશ અને એના સિવાય કોઈ જ છે નહીં. જો એ અહીં ઉભો રહેશે તો સવાર થતા થતા એ અહીં મરી જશે અને જો જીવતો રહ્યો તો આની મોતનો બધો ગુનો એના માથે આવશે આથી હમણાં કોઈ દેખે એના પેહલા અહીંથી પોતાની જાન બચાવી નાસી જવામાં ભલાઈ છે. આથી એ ત્યાંથી ભાગ્યો ત્યાંજ એને એક ઘાયલ થયેલો અવાજ સંભળાયો. એને એમ કે કદાચ લાશ બોલી એ લાશ કદાચ જીવે છે. આથી એને થોડી હિમ્મત કરી પાછો એ લાશ પાસે પહોંચ્યો પરંતુ એ લાશ તો એજ અવસ્થામાં હતી આથી એ પાછો ઘભરાયો પણ ત્યાંજ બાજુમાં રહેલી ઝાડીયો માંથી પાછો એ જ અવાજ સંભળાયો.
"કોઈ છે...? મને આ ઝાડી માંથી બહાર નિકાળજો..." આ એજ ઘાયલ અવાજ હતો જે અમિતને પહેલા સંભળાયો હતો.. અમિત હમણાં ઘભરાયેલો હતો. આથી હવે એ એક પણ ઊંધું પગલું ભરવા માંગતો ન હતો જેનાથી એની જાનને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય. પણ એનામાં ખુદના ભગવાન પ્રત્યેનો વિશ્વાસ હતો કે, એનો ભગવાન એને કાંઈ થવા દેશે નહિ અને એનામાં માનવતાનો થોડો ભાવ હતો. આથી એ પેલી ઝાડી તરફ ગયો તો એને જોયું ત્યાં તો એક બઉજ ઘાયલ થયેલો માણસ પડ્યો હતો. હવે અમિતમાં થોડી હિંમત આવી કારણકે ત્યાં હવે જીવિત મનુષ્ય માં એ એક ન હતો. એ તરત પેલી ઝાડી માંથી પેલા ઘાયલ થયેલા માણસને બહાર નીકળ્યો. પેહલા તો એને એક સરખી જગ્યા એ બેસાડ્યો અને પછી પૂછ્યું.
"ભાઈ... આ બધું શું છે? તમે કોણ છો? આ લાશ કોની છે? અને તમારા બંન્ને ના શરીર પર એટલું બધું લોહી કેમ છે? આ બધા પ્રશ્નો ના જવાબ જાણવાની હમણાં અમિતમાં બહુજ જલ્દી હતી. હવે એનાથી થોડું પણ રહેવાય એમના હતું.
"ભાઈ... આ બધું શું છે? તમે કોણ છો? આ લાશ કોની છે? અને તમારા બંન્ને ના શરીર પર એટલું બધું લોહી કેમ છે? આ બધા પ્રશ્નો ના જવાબ જાણવાની હમણાં અમિતમાં બહુજ જલ્દી હતી. હવે એનાથી થોડું પણ રહેવાય એમના હતું.
"હું તમને બધું જણાવીશ પણ મને પેહલા થોડું પાણી મળશે..."એ ઘાયલ વ્યક્તિએ લથડતા અવાજે અમિતને કહ્યું.
"હા મળશે. પણ મારી પાસે અહીં નથી. ગામમાં મળશે. જો તમે કહો તો હું ગામ માંથી તમારા માટે પાણી અને મદદ બન્ને લેતો એવું. બોલો જાઉં?" અમિતે કહ્યું.
થોડો સમય અચકાયા પછી " હા જાઓ... પરંતુ તમે પાછા તો આવશો ને...? મને અહીં મરતો ના છોડી જતા. મારા પર એટલી મહેરબાની કરજો... " શરીર ના ઘાની વેદના અવાજની વાટે થઈ બહાર આવતી હોય એવું લાગી રહ્યું હતું.
"હા... હા... હું જરૂર થી પાછો આવીશ તમે મારા પર વિશ્વાસ રાખો..." અમિતે માનવતા ભર્યા અવાજે કહ્યું.
" સારું તો જાઓ અને મહેરબાની કરી જલ્દી આવજો..." એ ઘાયલ વ્યક્તિ જાણે પોતાના જીવને બચાવવાની આજીજી કરતો હોય એમ કહ્યું.
"હા... હા... મારા છોકરાંના સોગંદ ખાઈને કહું છું હું પાછો આવીશ અને સાથે મદદ લઈને પાછો આવીશ."
"સારું જાઓ... અને તમે પાછા આવશો તો હું તમારો આભારી રહીશ..." પોતાનું આ વાક્ય પૂરું કરી હવે એ શાંતિથી એક વૃક્ષ નો ટેકો લઈને બેસી ગયો.
"હું જલ્દી આવીશ. તમે ધૈર્ય રાખજો." આટલું કહી અમિત ત્યાંથી તરત ચાલી નીકળ્યો. અને એ ઘાયલ વ્યક્તિ ત્યાં અમિતની રાહ જોઈ રહ્યો હતો.

અમિત તરત ભાગતો-ભાગતો ગામમાં પહચ્યો. અને તરત જઇને એને પોતાના પિતાજી ને ઉઠાડ્યા અને એમને આ બધી વાત કરી અને એમને પેલા ઘાયલની મદદ કરવા કહ્યુ. એ બન્ને એ ભેગા થઈ અને આખા ગામને ભેગું કર્યું અને હવે અમિત પાણી અને આખા ગામને લઈને ગામની સીમમાં પહોંચ્યો.
"ભાઈ... ભાઈ... જો હું તારી માટે પાણી અને મદદ લઈને આવી ગયો જો ભાઈ..." અમિત એ ઘાયલ વ્યક્તિ ને કહી રહ્યો હતો પરંતુ એ ઘાયલ વ્યક્તિ કઇ પણ જવાબ આપી રહ્યું ન હતો. આથી અમિતે એ ટોળામાં ઉભેલા વૈદ્યને બોલાવ્યા અને એ વ્યક્તિ ને જોવા કહ્યું. વૈદ્યજી એને જોવા આગળ આવ્યા અને હાથની નશ તપાસતા કહું, "ના... હજી આ જીવે છે. પણ આને જલ્દી થી જલ્દી દવાખાનામાં દાખલ કરવો પડશે નહીં તો આ નહિ જીવે કારણ કે આનુ બહું જ બધું લોહી વહી ગયું છે માટે." વૈદ્યજી એટલું કહી પાછા એ ટોળા પાસે આવ્યા પરંતુ હજી પણ ટોળામાં રહેલા બીજા લોકો તો પેલી લાશને જ જોઈ રહ્યા હતા. ત્યાં સુધીમાં અમિતના પિતા મનસુખલાલ જે ગામના સરપંચ હતા. એમને પોલીસ ને આ વાતની જાણ કરી દીધી હતી આથી પોલીસ પણ હવે ઘટના સ્થળે પહોંચવાની તૈયારી માં હતી.
"આપણે એક કામ કરીએ આ ભાઈ ને દવાખાને પહોંચાડીયે અને લાશ ભલે અહીં પડી પોલીસ આવે પછી એની વાત ત્યાં સુધી આનો જીવ તો બચાવીએ." અમિતે લોકોના ટોળા સામે જોઇને કહ્યું.
ટોળા માંથી "હા... હા..." નો હુંકાર સંભળાયો.
ટોળા માંથી "હા... હા..." નો હુંકાર સંભળાયો.
ત્યારે મનસુખલાલે કહ્યું, "એક કામ કરીએ. આપણે બે ટોળામાં વહેંચાઈ જાઓ એક ટોળું આને દવાખાને લઈને જાઓ. જેમાં અમિત આગેવાન તરીકે તું અને વૈદ્યજી તમે જાઓ અને બીજા ટોળા સાથે હું અહી રોકાઉં છું.
"સારું. તો ચાલો." આટલું કહી અમિત અને બીજા થોડાં વ્યક્તિઓ પેલા ઘાયલને ઉપાડી અને દવાખાના તરફ ચાલ્યા.
"ડૉક્ટર... ડૉક્ટર... મહેરબાની કરીને આને જલ્દી તમે દેખો. આનું ઘણું બધું લોહી વહી ગયું છે. આને બચો..." અમિત હંફાળા-ફામફળા બની ડૉક્ટરને દેખતા કહ્યું.
"શું થયું છે એમને?" ડૉક્ટર એ ઘાયલને દેખતા કહ્યું.
"ખબર નથી. કોઈ માલમિલ્કતની અદાવત લાગે છે." ટોળા માંથી અવાજ આવ્યો.
"સારું ચાલો આમને ઓપરેશન થિયેટર માં લઇલો" ડૉક્ટરે એમના દવાખાના ના પટાવાળા અને એક પરિચરિકા ને કહ્યું. અને એ લોકો પેલા વ્યક્તિ ને ઓપરેશન થિયેટરમાં લઇ ગયા.

થોડા સમય પછી અમિતના પિતાજી પોલીસ અને ગામના બીજા વ્યક્તિઓ સાથે ત્યાં દવાખાને આવી પહોંચ્યાં. ત્યાંજ ડૉક્ટર પણ આવી ગયા.
"એ હવે ખતરાથી બહાર છે અને એમને હોશ પણ આવી ચુક્યો છે. તમે હવે એમને મળી શકો છો." ડૉક્ટર આટલું કહી ત્યાંથી ચાલી નીકળ્યા.
"એ હવે ખતરાથી બહાર છે અને એમને હોશ પણ આવી ચુક્યો છે. તમે હવે એમને મળી શકો છો." ડૉક્ટર આટલું કહી ત્યાંથી ચાલી નીકળ્યા.
અમિત અને બીજા લોકો હવે પેલા ઘાયલ વ્યક્તિના રૂમમાં પોહચી ગયા. પોલીસ કઈ પૂછે એ પહેલા તો અમિતે ફરીથી પોતાના પ્રશ્નોના બાણ ચલાવવાનું ચાલુ કરી દીધું. ભાઈ... આ બધું શું છે?, તમે કોણ છો? તમારું નામ શું છે?, એ લાશ કોની હતી? અને તમારા બંન્ને ના શરીર પર એટલું બધું લોહી કેમ હતું? એવું તો તમારા બન્ને વચ્ચે શું થયું હતું?"
"હા... હા... હું જણાવું છું. પહેલા તમે થોડો શ્વાસ તો લો." પેલા ઘાયલે સ્વસ્થ થઈને કહ્યું.
"હા... તો બોલો ચાલો..." પોલીસ ઓફિસરે કહ્યું.
"હા... હા... હું જણાવું છું. પહેલા તમે થોડો શ્વાસ તો લો." પેલા ઘાયલે સ્વસ્થ થઈને કહ્યું.
"હા... તો બોલો ચાલો..." પોલીસ ઓફિસરે કહ્યું.
"મારુ નામ રેહાન છે. આમ તો હું ગાંધીનગરનો છું. પરંતુ હમણાં બે દિવસ થી અહીં તમારા ઝેરડા ગામ પાસે નું નાનું ગામ કંસારી છે ત્યાં મારી નોકરી લાગી હતી. આથી તમારા ગામમાં હું છેલ્લા બે દિવસથી રહેવા આવ્યો હતો." રેહાને કહ્યું.
"તો એ લાશ? " મનસુખલાલે પુછ્યું.
"તો એ લાશ? " મનસુખલાલે પુછ્યું.
"એ લાશ હું જ્યારે ગાંધીનગરમાં રહેતો હતો ત્યારે મારી સાથે જે વ્યક્તિ રહેતો હતો એની છે. એનું નામ નિકુલ છે." રેહાન પોતાની વાત પૂરી કરે ત્યાં પાછું અમિતે વચ્ચે પડી પૂછી લીધું. "તો તમે બે જગાડ્યા કેમ? અને તમે એને માર્યો કેમ?"
"મેં... મેં... ના... ના... મેં એને નથી માર્યો. અમારા વચ્ચે આજે બન્યું એવું હતું કે, હું જ્યારે ગાંધીનગર રહેતો ત્યારે એને એક છોકરી ગમતી હતી પણ એ છોકરી એને ભાવ આપતી ન હતી અને આ એના વિચારમાં અને વિચારમાં ફરે રાખતો. એકવાર બન્યું એવું કે આ એ છોકરીનો પીછો કરી રહ્યો હતો અને ત્યારે આનો એક્સિડન્ટ થઈ ગયો અને ત્યારે એને માથામાં વાર લાગેલો ત્યારથી આ પાગલ થઈ ગયેલો. પણ ત્યારે એને અને મારે કોઈ વેર-ઝેર હતું નહીં પણ એકવાર બન્યું એવું કે મારી સાથે કામ કરતી એક શિત નામની છોકરી મને મળવા મારા ઘરે આવેલી અને નિકુલ એને જોઈ ગયો.
ત્યારથી નિકુલ એનો પણ પીછો કરવા લાગ્યો. જ્યારે મને આ વાત શિતે કરી ત્યારે મેં એકવાર નિકુલને ધમકાવેલો. અને કદાચ ત્યારે એને એવું લાગ્યું હશે કે હું એના વચ્ચે પડું છું. પણ મારા મનમાં પણ એવું કંઈ હતું નહીં કારણકે, એના અને શિત વચ્ચે કાઈ હતું જ નહીં તો હું શું કામ એને વધારે કંઈ કઉ. પણ એના મનમાં એ વાત ઘર કરી ગઈ હતી. અને એ જ કારણ થી ઘણી વાર એ શિતને કે મને હાનિ પહોંચડવાનો પ્રયત્ન કરતો. આથી અમે બંને ત્યાંથી પોતાની બદલી કરવી અહીં આવી ગયા પણ નિકુલે અહીં પણ અમારો પીછો છોડ્યો નહીં અને અહીં પણ આજે બપોરે અમારી પાછળ પાછળ આવી ગયો.

હું અને શિત મારા ઘરે બેઠા હતા ત્યાં જ એ આવી પહોંચ્યો અને અમારી સાથે બેઠો. મેં એને આવકાર્યો. પણ ખબર નહીં એના મનમાં શું ભુત ચાલી રહ્યું હતું. એ એની જગ્યા પર ઉભો થયો અને એને તરત શિત પર આત્મઘાતી હુમલો કરી દીધો. જાણે એ અહીં શિતને મારવાજ આવ્યો હતો. પણ શિત ત્યાંથી હટી ગઈ અને એ નિકુલના વારથી બચી ગઈ મેં નિકુલને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો. તો એ મારા પર પણ હુમલો કરી બેઠો. મેં શિતને તરત ત્યાંથી નીકળી જવા કહ્યું અને આ ગામ પણ છોડી દેવા કહ્યું. જ્યારે સુધી હું આને સંભાળું ત્યાં સુધીમાં એને ગામ છોડવાનું હતું. પણ એને મને અહીં એકલા છોડીને જવાની ના પાડી. મેં એને ઘણું સમજાવતા એ ત્યાંથી નિકળી ગઈ. એને મેં ઈશારામાં કહ્યું હતું કે, બહારથી ઘરને બંધ કરતી જજે અને એને એવુંજ કર્યું. હવે હું અને નિકુલ બે જ જણ ઘરમાં હતા અને નિકુલના માથામાં શિતને કાતો પોતાની બનાવવાની કાતો એને મારી નાખવાનું ભૂત સવાર હતું. આથી એ પોટતાનું કામ પૂરું કરવા કંઈ પણ કરી શકે એમ હતો. મને એ કામ કરવા એ મને પણ મારી શકે એમ હતો.
મારા ઘર માંથી બહાર નીકળવાના બે રસ્તા હતા. પહેલો તો શિત બહારથી બંદ કરીને નીકળી ગઈ હતી અને બીજો પાછળથી દિવાર કૂદીને નીકળવાનો. હવે નિકુલે શિતને પકડવા બીજો રસ્તો અપનાવ્યો પણ હું થોડો એને જવા દઉ એમ હતો. એટલામાં અમારા બંને વચ્ચે માથાફૂટ થઈ અને અમે બન્ને મારપીટ પર આવી ગયા એ કદાચ ત્યાં મને અને શિતને મારવાની પુરી તૈયારી સાથે આવ્યો હતો. એની પાસે છુરી, ચપ્પુ, દાંતરડું, સાપના ઝેરથી અને જંગલી વૃક્ષના ઝેર લગાવેલા સળિયા બધુંજ હતું અને હવે મને પરાસ્ત કરવા માટે આ બધું હવે એ મારા પર એક પછી એક અજમાવી રહ્યો હતો. હું એના ઘા કરેલું ચપ્પુ અને દાંતરડાંથી તો બચી ગયો પણ એના પછી મને તક ના આપતા એને મારા પર છુરી નાંખી અને એ મારા પીઠમાં અહીં લાગી (છુરીનો ઘા દેખાડતા દેખાડતા) હું ત્યાં નિચે જમીન પર પડી ગયો એને એમ કે હવે હું ઉભો નહીં થાઉં માટે એ દિવાર પર ચડી શિત પાછળ ભાગવાની કોશિશ કરતો હતો ત્યાં મેં એનો પગ પકડી લોધો. હવે એની પાસે પેલો ઝેર લગાવેલો સળીયો જ બાકી રહ્યો હતો. જે મને મારી શકે એમ હતો આથી એને એ પણ મારા પર અજમાવવા મને દિવાર પર બેઠા બેઠા મને માર્યો પણ હું ત્યાંથી ખસી ગયો અને એ સળિયો જેવો નીચે પડ્યો એવો મેં મારી અને શિતની આત્મરક્ષા માટે એ સળીયો ઉઠાવી અને નિકુલના શરીર પર ઘા કર્યો એ સળીયો એના શરીરમાં ઘુસી ગયો. પણ તરત એને એ સળિયાને પોતાના શરીર માંથી નીકળી દિવારની બીજી તરફ નાખી દીધો જેથી એ મારા હાથમાં ના આવે અને હું એને ફરીથી મારી ના શકું પણ એ ઝેરી સળીયો ત્યાર સુધીમાં પોતાનું કામ કરી ચુક્યો હતો.
નિકુલ દિવાર કુદી રસ્તા તરફ પડ્યો અને ઝેર પોતાનું કામ કરે ત્યારે સુધી એ ઝાડી માંથી નીકળી રસ્તા સુધી આવ્યો પણ ત્યાં સુધી માં એ ઝેર એના પુરા શરીરમાં વિસ્તરી ગયું હતું. આથી એ ત્યાંજ રસ્તાની વચોવચ પડી ગયો અને તે ત્યાંજ મારી ગયો. હું એને પકડવા જતા હિંમત કરી દિવાર તો કુદી ગયો પણ ઘાયલ હોવાના કારણે એ ઝાડીઓ માંથી હું બહાર નીકળી શક્યો નહીં અને હું ત્યાંજ પડ્યો પડ્યો બેહોશ થઈ ગયો પણ અચાનક તમારો અવાજ સાંભળીને મને હોશ આવ્યો અને મેં તમને બુમ પાડી અને ભલું થાય તમારું કે તમે મારી મદદ કરી. આભાર તમારો અને (ગામવાળા તરફ જોઈને) તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર..." રેહાને પોતાની વાત પર અહીં પૂર્ણ વિરામ મૂકતા બધાને હાથ જોડીને કહ્યું.
"હમ્મ..." અમિત.
" ઇન્સપેક્ટર સાહેબ મારુ એક કામ કરશો?" રેહાને ઇન્સપેક્ટરને મોં પર કોઈના વિસે પૂછવાની ઉત્સુકતા હોય એમ પૂછ્યું.
"હા બોલો... " ઇન્સપેક્ટર કહ્યું.
"હમણાં શિત ક્યાં છે?, કઇ હાલતમાં છે?, એ મને જાણીને જણાવજો ને મહેરબાની કરી ને" રેહાને આંખો નમ કરતા કહ્યું.
"હા બોલો... " ઇન્સપેક્ટર કહ્યું.
"હમણાં શિત ક્યાં છે?, કઇ હાલતમાં છે?, એ મને જાણીને જણાવજો ને મહેરબાની કરી ને" રેહાને આંખો નમ કરતા કહ્યું.
"હા... હું તમને એ કહેવાનું તો ભૂલી જ ગયો કે શિત એકદમ સુરક્ષિત છે અમારા પોલીસ સ્ટેશનમાં. તમે ચિંતા ના કરો. તમે જ્યારે એમને ભાગી જવા કહ્યું ત્યારે એ ભાગીને અમારે ત્યાં આવી અને એમને અમને પુરી વિગતવાર માહિતી આપી હતી અને અમે તમને ત્યારથી શોધી રહ્યા હતા એકવાર તો અમે તમારા ઘરે પણ જઇ આવ્યા પણ કોઈ મળ્યું નહીં અને ત્યાંજ સરપંચ સાહેબનો ફોન આવ્યો અને અમને ખબર પડી ગઈ કે આ તમેજ છો માટે અમે તરત ત્યાં જ્યાં લાશ હતી ત્યાં આવ્યા. પણ ત્યાર સુધીમાં આ લોકો તમને અહીં લઈ આવ્યા હતા. પછી અમે એ લાશ કબ્જે કરી અને એ લાશ ને પોલીસ સ્ટેશનમાં મોકલી અને ત્યાંથી શિતને તમારા ખબર આપી અહીં બોલાવી લીધી છે. બસ હમણાં થોડી વારમાં એ અહીં પહોંચતી હશે." ઇન્સપેક્ટર રેહાનને ખુશીના સમાચાર આપતા કહ્યું.
શિતને કઈ થયું નથી એ સાંભળીને રેહાનની એ ખુશી હવે એનામાં સમાઈ રહી ના હતી. અને એ એના મોં પર પણ વર્તાઈ રહી હતી.
"હવે કોઈને કઈ પ્રશ્ન છે? ઇન્સપેક્ટર સાહેબ તમારે તમારી પૂછતાછ માટે કઈ પૂછવાનું બાકી હોય તો પૂછી શકો છો." રેહાને બધા તરફ આભાર વ્યકત કરતો હોય એ ભાવથી ખુશી દર્શાવતા કહ્યું.
"ના... ના... તમે આટલું તો જણાવી દીધું વિગતવાર હવે અમારે પૂછવાનું બાકી રહ્યું શું? હવે અમારે કઈ પૂછવું નથી. પણ હા તમે જલ્દીથી સ્વસ્થ થઈ જાઓ પછીથી તમારે એકવાર પોલીસ સ્ટેશનમાં આવવું પડશે અને હા આ કેસની પૂછતાછ પુરી ના થાય ત્યાં સુધી તમારે બન્ને એ આ ગામ છોડીને ક્યાંય જવાનું નથી. સમજ્યા..." પોલીસ ઇન્સપેક્ટરે કહ્યું.
રેહાને હકારાત્મક જવાબ આપતા મોં હલાતા કહ્યું, "હા... સારું અમે અહીંજ રહીશુ..."
"હા... હા... આજથી રેહાન અને શિત અમારી સાથે અમારા ઘરે જ રહેશે. ચિંતાના કરો ઇન્સપેક્ટર સાહેબ તમારે કઈ પણ કામ હોય એમનું તો આવી જજો આપણા ત્યાં બસ..." સરપંચ મનસુખલાલે રેહાન અને પોલીસ ઇન્સપેક્ટર સામે વારાફરથી દેખતાં-દેખતાં કહ્યું.
"ના... ના... સરપંચ સાહેબ અમારા કારણે તમે શું કામ હેરાન થાવ છો? મારુ ઘર છે ને શું કામ ચિંતા કરો છો અમે ત્યાં રહી લઇશુ. તમારે અમારા કારણે ખોટા કામનું હેરાન થવાની જરૂર નથી..." રેહાન હજી પોતાની વાત આગળ કહી રહ્યો હતો ત્યાંજ પાછા સરપંચ સાહેબ બોલી ઉઠ્યા.
"દેખો તમે બન્ને અમારા ગામનાં મહેમાન છો. એ નાતે તમે મારા પણ મહેમાન થયા માટે વધારે મગજમારી ના કરો અને સારા અને તંદુરસ્ત થઈને તમારા બન્નેના બિસ્તરા પોટલાં ઉઠાઈ ને અમારે ત્યાં રહેવા આવી જજો. મારે તો અમિત જેમ છે એમ તમે બન્ને મારા બાળકો છો અમે એમ સમજીશું અને પોતાના બાળકોથી ક્યાં માં-બાપ ને હેરાનગતી થાય હે... બોલો..."

"હા... રેહાનભાઈ પિતાજી ની વાત માની જાઓ અને આવી જાઓ. તમારા માટે સારું રહેશે. બીજું કંઈ નહીં..." અમિતે કહ્યું.
"પણ..." રેહાને ખચકાતા ખચકાતા કહ્યું
"પણ-બણ કઈ નહીં તમે કહ્યું હતું ને તમે મારો ઉપકાર નહીં ભૂલો તો બસ તમે બન્ને અમારે ત્યાં રહેવા આવી મારા ઉપકારનો બદલો વાળીદો બસ..." અમિતે હસતા હસતા કહ્યું.
"સારું તો ચાલો અમે બન્ને આવી જઈશુ બસ... ખુશ..." રેહાને પણ હસતા હસતા એમનો એ પ્રસ્તાવ સ્વીકારી લીધો...
અને રેહાનના મોં પર ખુશી દેખતા બધા લોકો પણ હસવા લાગ્યા.

ત્યાંજ રેહાનના રૂમમાં શિત પ્રવેશી અને જેવુંજ રેહાને એના તરફ જોયું કે એ તરતજ રોતા રોતા દોડી ને રેહાનના ગળે લાગી ગઈ. અને પેહલા તો મન ભરીને રડી પછી નાના બાળકની જેમ કાલી ભાષા માં કેહવા લાગી.
"હવે હું તને છોલી ને ક્યાંય નહીં જઉં. તે મને ત્યાંથી ભગાલ દીધેલી નહીં તો હું ના જાત... દેખ હું જતી રહી તે તને તેટલું લાગ્યું..." રેહનના ઘા પર હાથ ફેરવતા ફેરવતા.
"હા... પણ હવે તો મને ના લગાડ... અને હા હવે થી આપણે બન્ને એ સરપંચ સાહેબના ત્યાં રહેવા જવાનું છે. સમજી ગાંડી" રેહાને હસતા હસતા કહ્યું.

"હા... શીતબેટા હવે થી તમારે બન્ને એ મારા ઘરે રહેવાનું છે અને હા... હવે થી આ તને છોડીને જાય કે તને ખુદથી દૂર ભગાડે ને તો મને કહી દેજે બસ... પછી હું એનો વારો લઇ લઇશ" આટલું કહી સરપંચ જોરજોરથી હસવા લાગ્યાં અને એ હાસ્ય આખા દવાખાનામાં ફેલાઈ ગયું અને ત્યાં રહેલા દરેક ગામ વાળા સરપંચ સાહેબની વાત સાંભળી અને એમની સાથે હસવા લાગ્યા અને એ હાસ્યની હોડમાં ધીરેથી ત્યાં રહેલા શિત, રેહાન, અમિત, ડૉક્ટર, ઇન્સપેક્ટર અને બીજા બધા ગ્રામજનો પણ જોડાઈ ગયા...
Note: મારા આવી જ ટૂંકીવાર્તાઓ તમને પસંદ પડે અને જો તમારે આવી બીજી ઘણી વાર્તાઓ વાંચવી કે જોવી હોય તો મારી સાથે જોડાઇ શકો છો. એ માટે મને ફોલ્લો કરો અમને આના પર 👉👉👉 Gujarati Stories પર.
લેખક:-
વિકાસ મનસુખલાલ દવે.Instagram:- @valam_ni_yado
@unstoppable_writer
@ek_lekhk
YouTube:- /VikasDave
FaceBook:- @Er. Vikas Dave
તમારો અભિપ્રાય જણાવો vikashdave92@gmail.com પર.

0 ટિપ્પણીઓ
Plz do not enter any spam link in the comment Box.