વિશ્વાસઘાત | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave

વિશ્વાસઘાત | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave


વિશ્વાસઘાત


સ્થળ: એસ. જી. હાઈવે

          રેહાન રોડના વચ્ચે શાંત થઈને ઉભો હતો ના જાણે એ ક્યાં ખયાલ માં ખોવાયેલો હતો. રોડ પર આવતા જતા વાહનો એની પાસેથી નીકળી રહ્યા હતા. અમુક અમુક વાહનો તો જાણે હમણાં રેહાન પર ચડી જશે એમ એની પાસે આવીને જોરથી બ્રેક મારે અને પછી રેહાનને ગાળો બોલી અને પછી એની બાજુ માંથી પોતાનું વાહન પાછું પુર ઝડપથી હંકારી નાખતા હતા. આ બધું ત્યાં રોડ પર થઈ રહ્યું હતું. પરંતુ રેહાન પર એની કોઈ જ અસર થઈ રહી ન હતી. એતો એના ખયાલો માં જ માં ખોવાયેલો હતો. એને એ પણ ધ્યાન ન હતું કે, એ જ્યાં ઉભો છે ત્યાં હમણાં કોઈ પોતાનો કાબુ ગુમાવશે તો ત્યારે રેહાનને પોતાના જીવનથી હાથ ધોવાનો વારો પણ આવી શકે છે.

          આ ઘટના જે ઘટી રહી હતી. એ દૂર બસ સ્ટેન્ડમાં ઉભી ઉભી દિવ્યા આ ધ્યાનથી નિહાળી રહી હતી. અને કદાચ એ પણ અંદરો અંદર એ જ વિચારી રહી હતી કે, ' આ માણસ પાગલ છે કે શું? ક્યારનાય કેટલાય વાહનો એની પાસેથી પુર ઝડપે નીકળી રહ્યા છે. તો પણ એના મોં પર ડરનો કોઈ એહસાસ પણ નથી. એવું તો એ શું વિચારી રહ્યો છે? જેથી એને ધ્યાન પણ નથી કે એ છે ક્યાં? ' જેમ જેમ દિવ્યા રેહાનની વર્તણૂકને નિહાળી રહી હતી. એમ એમ એને રેહાનના જીવન વિશે અને રેહાન શું વિચારી રહ્યો છે? એ જાણવાની ઈચ્છા તીવ્ર બની રહી હતી..... ત્યાંજ રેહાનને અચાનક શું થયું એ ખબર ના રહી અને એ જ્યાં ઉભો હતો ત્યાંજ ઢળી પડ્યો. એને કંઈજ ભાન ન હતું. હવે ધીરે ધીરે લોકો એની આજુબાજુ ટોળા વળવાના ચાલુ થઈ ગયા હતા. પરંતુ કોઈ એને દવાખાને લઈ જવાનું વિચારી રહ્યું ન હતું. ત્યાં જ દિવ્યા જ્યાં ઉભી હતી ત્યાંથી દોડતી દોડતી એ ટોળા પાસે પોહચી અને ટોળાને દૂર કરતા કરતા એ રેહાન પાસે પોહચી ગઈ. હજીય લોકો મોબાઈલમાં ફોટો પાડવામાં અને વિડિઓ બનાવવામાં વ્યસ્ત હતા. કોઈને રેહાનની જાનની કંઈજ પડી ન હતી. દિવ્યાએ રેહાન ની હાલત જોઈ. પછી એને ઉભા થઈ જોરથી બુમ પાડી જેને બધાએ સાંભળી અને એ ટોળું એકદમ શાંત થઇ ગયું.


વિશ્વાસઘાત | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave


          ત્યાં દિવ્યાએ રેહાન તરફ ઈશારો કરતા ટોળા તરફ જોઈ પૂછ્યું, " આમને કોઈ ઓળખે છે ? " ટોળા માંથી કઈ જ જવાબ મળતા દિવ્યાને એતો સમજાઈ ગયું હતું કે, ટોળાને રોડ વચ્ચોવચ પડેલા રેહાનને બચાવવામાં કોઈ રસ ન હતો. બસ એ તો ત્યાં જાણે મજા લેવા ભેગા થયા હોય એવું લાગી રહ્યું હતું. આથી એને તરત ૧૦૮ ને ફોન કર્યો. અને તરત ઘટના સ્થળે પહોંચવા કહ્યું. પછી પોતાના બેગ માંથી પાણીની બોટલ નીકળી રેહાનને થોડું પાણી પીવરાવ્યું. રેહાનની આંખો થોડી ખુલી પણ એ કઈ બોલી શક્યો નહિ અને પાછો બેહોશ થઈ ગયો. હવે બસ દિવ્યા ૧૦૮ ની રાહ જોઈ રહી હતી. અને એટલામાં ૧૦૮ ઘટના સ્થળે પોહચી ગઈ. રેહાનને તરત એમા ચડાવવામાં આવ્યો અને પછી ૧૦૮ હોસ્પિટલ તરફ ચાલી નીકળી.

          રેહાનને હોસ્પિટલમાં એડમિટ કર્યાને હવે પાંચ કલાક વીતી ચુક્યા હતા. અને હવે એ હોશમા આવી રહ્યો હતો. ધીરેધીરે એ પોતાની આંખો ખોલી રહ્યો હતો અને સાથે એ કઈક બોલી પણ રહ્યો હતો. જે દિવ્યાને સમજાઈ રહ્યું ન હતું. પરંતુ જેમ જે સમય વીતતો જતો હતો તેમ તેમ રેહાન વધુ ભાનમાં આવી રહ્યો હતો અને એનો અવાજ પણ વધુ ગાઢ થઈ રહ્યો હતો. હવે દિવ્યાને એના અવાજને સમજવામાં વધુ કઈ કરવાની જરૂર ન હતી. પરંતુ હજી એ સ્પષ્ટ નહતું થઈ રહ્યું કે આ વ્યક્તિને થયું છે શુ?

વિશ્વાસઘાત | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave


          રેહાન પૂર્ણ હોશમા આવી ગયો એ જોતાં દિવ્યા પહેલા થોડી ખુશ થઈ પછી રેહાનને પીવા માટે પાણી આપતા આપતા પોતાની ઓળખાણ પણ આપી.
" હેલ્લો મિ. રેહાન. હું દિવ્યા છું દિવ્યા મહેતા. તમે આજે એસ. જી. હાઈવે પર ઉભા હતા અને ત્યાં જ તમને ચક્કર આવતા તમે બેભાન થઈ ગયેલા. ત્યાંથી હું તમને ૧૦૮ ની મદદથી અહીં આ હોસ્પિટલમાં લઈ આવી આવેલી. હમણાં એ સમયને પુરા પાંચ કલાક વીતી ચુક્યા છે. અને હવે તમે હોશમાં આવ્યા છો. આ બધું જોતા મને એક પ્રશ્ન થાય છે જો તમને ખોટું ના લાગે તો એક વાત પૂછું?

રેહાનમાં બોલવાની તાકાત તો ના હતી તો પણ એને દિવ્યાને પ્રશ્ન પૂછવા કહ્યું.
" તમને ખબર છે તમે ત્યાં હાઈવે પર ઉભા રહીને પોતાની તરફ મોતને આવકારી રહ્યા હતા. ત્યાં એસ. જી. હાઈવે પર કેટલું ટ્રાફિક હોય છે કદાચ તમને ખબર નથી લાગતી. માટે જ લાગે છે તમે ત્યાં નિસ્તેજ થઈ ઉભા હતા. અને એમાં પણ બેભાન થઈ ગયા. આતો તમારું નસીબ સારું કે તમે ત્યાં રોડ પર પડ્યા ત્યારે કોઈ વાહન આવી રહ્યું ન હતું. નહિતર..... (એટલુ કહી એ થોડીવાર શાંત રહી પાછી બોલી.) તો હું શું આ નિસ્તેજતા નું કારણ જાણી શકું? "

દિવ્યાનો આ પ્રશ્ન સાંભળી રેહાન પાછો એ જ વિચારોમાં ખોવાઈ રહ્યો હતો પરંતુ એને એ પહેલાં પોતાના અંદાજ માં એક શેર કહી સંભળાવ્યો.

 મળી જાય છે દુનિયામાં બધી જ સફળતા જીવન જીવવાથી,
અને હું તો જીવવાનો જ કાયર છું એમા સફળતાનો શુ દોષ? 

વિશ્વાસઘાત | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave


દિવ્યા થોડીવાર તો રેહાન તરફ જોઈ રહી કેમ કે એને રેહાનની આ વાતમાં કંઈજ સમજાયું ન હતું. માટે એ થોડીવાર શાંત રહી પછી એને રેહાનને કહ્યું, " મિ. રેહાન. તમારી આવી વાતો પરથી મને બે વાતો લાગી રહી છે ૧) કદાચ તમારે સાહિત્યની દુનિયા સાથે બઉ ગાઢ નાતો છે. અને ૨) તમે દુનિયા દ્વારા ક્યાંક ઘવાયેલા છો. શું મારા આ અનુમાન સાચા છે? " દિવ્યાએ રેહાનને નિમ્બુ પાણી આપતા આપતા કહ્યું.
" જી તમારો પ્રથમ તર્ક સાચો છે અને બીજો તર્ક અંશતઃ સાચો છે. કેમ કે હું દુનિયા દ્વારા નહિ પરંતુ ખુદના લોકોથી જ ઘવાયેલો છું." રેહાને નિમ્બુ પાણી પીતા પીતા કહ્યું.
" એટલે મને કંઈ સમજાયું નહીં. જો તમે ચાહો તો હું પુરી વાત જાણી શકું? " દિવ્યા એ કહ્યું.

રેહાન થોડો સમય શાંત રહ્યો અને પછી બોલવાનું ચાલુ કર્યું.
" હું રેહાન દવે છું. હું સાહિત્યની દુનિયાનું બઉ ચર્ચિત નહિ પણ ગહેરુ નામ છું. જેને લોકોએ ક્યારેય સાંભળ્યું નહિ હોય પરંતુ હા એને વાંચ્યું હશે. કેમ કે મારા પુસ્તકો પર મારુ નામ નથી હોતું. (ત્યાં રેહાન થોડો અટક્યો અને પછી એને દિવ્યાને એક પ્રશ્ન પૂછ્યો) શુ તમને વાંચવાનો શોખ છે ખરો? "
દિવ્યાએ હકારમાં માથું હલાવ્યું એટલે રેહાન સમજી ગયો કે દિવ્યા પણ વાંચનમાં રસ દાખવે છે. માટે એને પોતાની વાત આગળ ધપાવી. " તો શું તમે ત્રિવેણી સંગમ, ૧૨૦ સેકન્ડ અને પ્રેમ એક એવો પણ આ બધી નવલકથાઓ ક્યારેય વાંચી છે? "
આ બધી નવલકથાનું નામ સાંભળતા દિવ્યા થોડી ઉત્સાહ માં આવી ગઈ કેમ કે ત્રિવેણી સંગમ એ એની પ્રિય નવલકથા માંથી એક હતી. માટે એને હા માં જવાબ આપ્યો.
" તો બસ એ નવલકથાઓ મેં જ લખી છે. " રેહાને કહ્યું.
" પરંતુ એમાં તો લેખક તરીકે જીયા પંડ્યાનું નામ છે. તો તમે કઈ રીતે કઈ શકો કે એ તમારી નવલકથા છે. " રેહાન તરફ શકના ભાવથી દિવ્યાએ પ્રશ્ન પૂછ્યો.
" હા તમારી વાત સાચી છે એના લેખક તરીકે જીયા પંડ્યાનું જ નામ છે. પરંતુ એનો સાચો લેખક હું છું. હું પોતે. " રેહાને ખુદની સાબિતી આપતા કહ્યું.
" પણ કેમ એવું લખ્યું તમે અને લેખક માં એમનું નામ?  " દિવ્યાએ પૂછ્યું.
" એની પણ બઉ લાંબી કહાની છે માટે તો બસ હવે મારી આ સાહિત્યની સફરને હું પૂર્ણ કરવા ઈચ્છું છું. માટે જ હવે..... " એટલું કહેતા કહેતા રેહાનની આંખોમાં આંસુ આવી ગયા.
" માટે જ હવે શું ? " દિવ્યાએ થોડા દબાણ પૂર્વક પૂછ્યું.
" માટે જ હવે.... "

આ બધી નવલકથાનું નામ સાંભળતા દિવ્યા થોડી ઉત્સાહ માં આવી ગઈ કેમ કે ત્રિવેણી સંગમ એ એની પ્રિય નવલકથા માંથી એક હતી. માટે એને હા માં જવાબ આપ્યો.
" તો બસ એ નવલકથાઓ મેં જ લખી છે. " રેહાને કહ્યું.
" પરંતુ એમાં તો લેખક તરીકે જીયા પંડ્યાનું નામ છે. તો તમે કઈ રીતે કઈ શકો કે એ તમારી નવલકથા છે. " રેહાન તરફ શકના ભાવથી દિવ્યાએ પ્રશ્ન પૂછ્યો.
" હા તમારી વાત સાચી છે એના લેખક તરીકે જીયા પંડ્યાનું જ નામ છે. પરંતુ એનો સાચો લેખક હું છું. હું પોતે. " રેહાને ખુદની સાબિતી આપતા કહ્યું.

વિશ્વાસઘાત | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave


" પણ કેમ એવું લખ્યું તમે અને લેખક માં એમનું નામ?  " દિવ્યાએ પૂછ્યું.
" એની પણ બઉ લાંબી કહાની છે માટે તો બસ હવે મારી આ સાહિત્યની સફરને હું પૂર્ણ કરવા ઈચ્છું છું. માટે જ હવે..... " એટલું કહેતા કહેતા રેહાનની આંખોમાં આંસુ આવી ગયા.
" માટે જ હવે શું ? " દિવ્યાએ થોડા દબાણ પૂર્વક પૂછ્યું.
" માટે જ હવે હું કંઈજ લખવા માંગતો પણ નથી અને હવે હું લખી પણ નહીં શકું. અને હવે મારે કઈ લખવું પણ નથી. "
"પણ કેમ? એવું તો શું થયું તમારી સાથે કે તમે તમારી આવડત પર પૂર્ણ વિરામ લગાવવા માંગો છો. " દિવ્યાએ વધુ જાણવાની ઈચ્છા દર્શાવી.
" કારણ એનું કારણ એ જ છે કે, હું જે લખી રહ્યો હતો એનામાં મેં મારું ભવિષ્ય જોયું હતું. અને આજે જેને મને આ કદાર પર લાવીને ઉભો કરી દીધો છે એતો મારા કરતાં પણ વધુ ભવિષ્યવેતા નીકળ્યા. એતો મારા કરતાં પણ વધુ ભવિષ્ય જોઈ શકતા હતા એવું મને લાગ્યું અને એમને પણ એજ કર્યું. " નિશાસો નાખતા રેહાને કહ્યું.
" એવું તો શું કર્યું એમને જેથી તમારી હાલત આવી થઈ ગઈ? " હવે દિવ્યાની જાણવાની ઈચ્છા વધતી જતી હતી.
" તમારે જાણવું જ છે એમ? " રેહાને દિવ્યા તરફ જોઈને પૂછ્યું. અને દિવ્યાએ પછ્યુ માથું હલાવી હા ભણી.

" તો સાંભળ મેં લખવાની શરૂઆત આમતો વર્ષો પહેલા કરી હતી. પરંતુ મારી આ પ્રતિભાનો સૂરજ ગયા વર્ષે જ ઉદય થયો. જ્યારે મને જીયા મળી. જીયા એ એક પબ્લિશર હાઉસની માલિક હતી. અમારી મુલાકાત એક પુસ્તકના વિમોચનમાં થઈ હતી. જે પુસ્તકનું વિમોચન થઈ રહ્યું હતું એના લેખક એ મારા મિત્ર હતા. એમને ત્યાં વિમોચનમાં જિયાને પણ આમંત્રણ આપ્યું હતું. અને એમને જ અમને બન્ને ને મળાવેલા. ત્યારે જીયા વિશે એવું કહેવાતું કે એ લેખકો માટે ની ભવિષ્યવેતા એટલે કે લેખકોનું ભવિષ્ય જોઈશકનારી વ્યક્તિ છે. જ્યારે પણ એ કોઈપણ લેખકની નવલકથા બાથમાં લઈ એના પર કામ કરવા લાગે તો એ લેખકને સફળતા પ્રાપ્ત કરતા કોઈ રોકી શકે નહીં. અને બસ એજ માટે અમે ત્યારે મારી રચનાઓ વિશે વાત કરેલી અને ત્યારે એને મને પોતાની ઓફિસે બોલાવેલો. જ્યારે હું એની ઓફિસે ગયો અને એને મારી રચનાઓ બતાવી. ત્યારે એ મારી રચનાઓની એટલી કાયલ થઈ ગયેલી કે, મારી પાસેથી કોઈપણ પ્રકારની ડિપોઝિટ લીધા વગર મારી પ્રથમ નવલકથા ત્રિવેણી સંગમને પ્રિન્ટિંગ માટે મોકલી દીધેલી. જ્યારે એને મને મારા નામ અને ઉપનામ વિશે પૂછ્યું ત્યારે મેં એને મારી નવલકથા પર કોઈ લેખકનું નામ છાપવાની જ ના કહી દીધેલું. ત્યારે જ એને મારુ ભવિષ્ય ભાખી લીધું હતું કે, આ લાંબી રેસનો ઘોડો છે. અને આનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરી શકાય એમ છે. માટે એને પછીથી મને પૂછેલું કે, " તારી બુકમાં જો તું કોઈ નામ ના લગાવવા ઇચ્છતો હોય તો હું ત્યાં મારુ નામ લખી શકું? " અને મેં એને મારા ભોળા ભાવે હા પણ કહી દીધેલી. અને ત્યારથી મારી સાહિત્યની સફર ચાલુ થઈ એના પછી તો મેં ઘણી નવલકથા લખી જેમ કે, ત્રિવેણી સંગમ, ૧૨૦ સેકન્ડ, પ્રેમ એક એવો પણ, લાશ, જુલી, ઉંમર, સાડીનો પ્રેમ, વગેરે વગેરે.... અને આ બધી નવલકથા લખતા લખતા મને ખબર જ ન રહી કે ક્યારે મારા અને જીયા વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ ગયા. અને ત્યાં સુધી મને ખબર પણ ના હતી કે મારી સાથે શુ થઈ રહ્યું છે.

આમ તો મારી અને જીયા વચ્ચે એવો કરાર થયેલો હતો કે મારી દરેક નવલકથા ના દરેક રાઇટ્સ મારા રહેશે પરંતુ મને ગયા અઠવાડિયે જ ખબર પડી કે મારી દરેક નવલકથાના દરેક રાઇટ્સ હવે જીયાના પબ્લિકેશન હાઉસે એનું દિવાળું ફૂંકવાથી વેચવા નીકળ્યા છે. મને જ્યારે મને એની જાણ થઇ અને મેં જીયા એના વિશે પૂછ્યું. ત્યારે મને ખબર પડી કે મારી કોઈપણ નવલકથા પર મારો કોઈ હક છે જ નહીં. એ પ્રેમની આડમાં ને આડમાં એને મારો દરેક રાઇટ્સ ખુદના નામે કરવી દીધેલા. અને જ્યારે મેં એને આ વિશે પૂછ્યું કે, એને એવું કેમ કર્યું? તો એના પાસે કોઈ જ જવાબ ન હતો.


વિશ્વાસઘાત | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave


બસ એને મને જવાબમાં એક જ શબ્દ જણાવ્યો કે, " હું કઈક વધારે બોલી જાઉં એના કરતા તું અહીંથી નીકળી જાય. જા નિકળ અહીંથી. " આ બધું સાંભળ્યા પછી પણ મને મારા કાન પર વિશ્વાસ ન હતો. માટે મેં એને ફરીથી પૂછી લીધું, " તો એ પ્રેમનું શુ? "
અને બસ ત્યારે એને મને હસતા હસતા એટલો જ જવાબ આપ્યો કે, " એ પ્રેમ..... એ પ્રેમ નહતો. બસ હું એમાં ખુદનો ફાયદો શોધતી હતી. અને મને એ થયો પણ ખરો અને આજે મારે નુકશાન પણ થઈ રહ્યું છે. માટે મારે તારી જરૂર નથી. માટે જા નીકળ તું અહીંથી. ચાલ ચાલ નીકળ એકવાર કહ્યું ને. "
એટલું સાંભળતા મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. મારે શુ કરવું અને શુ નહી એ મને સમજાઈ રહ્યું ના હતું. માટે જ હું ત્યાંથી નીકળી ગયો. અને બસ ત્યારે રોડ પર ઉભો ઉભો હું એજ વિચારી રહ્યો હતો કે, ' એને મને પોતાનો ફાયદો પૂરો થઈ ગયો હોવાથી છોડ્યો. કે પછી એ મને પ્રેમ કરતી હતી માટે એને નુકસાન થયું એ મને ના થાય એ માટે છોડ્યો.' મને આ બન્ને માંથી કઈજ સમજાઈ રહ્યું ના હતું. માટે જ હું ત્યાં ઉભો હતો અને ત્યાં તડકાની લીધે મને ચક્કર આવી ગયેલા અને હું બેભાન થઈ ગયેલો. " એટલું કહી રેહાને થોડીવાર વિરામ લીધો અને પછી દિવ્યાને ફરી પૂછ્યું. " હવે સમજાયું મારા જીવનમાં શુ બની રહ્યું છે. અને કેમ હું મારી આ કળાને છોડવા માંગુ છું. "

દિવ્યા આ બધું સાંભળી કઈ બોલી શકી નહીં એ થોડીવાર શાંત રહી અને જેવું એ કઈ બોલવા જતી હતી ત્યાં જ પાછળથી અવાજ સંભળાયો.
" દર્દીને મળવાનો સમય પૂરો થયો. હવે ચાલો એમને આરામ કરવાદો..... "
આ સાંભળતા દિવ્યા તો કઈ ના બોલી શકી પરંતુ રેહાને છે લે એને એક વાક્ય કહી દીધું જે એ ક્યારે ના ભૂલી શકી. અને એ હતું. " તું મને પછી મળવા આવીશ ને? "
અને દિવ્યા આંખમાં આંસુ સાથે કઈ બોલી ના શકી પરંતુ હકારમાં માથું હલાવતા હલાવતા ત્યાંથી નીકળી ગઈ....
                                             


લેખક:-

વિકાસ મનસુખલાલ દવે.
Instagram:- @valam_ni_yado
@unstoppable_writer
@ek_lekhk
YouTube:- /VikasDave
FaceBook:- @Er. Vikas Dave
તમારો અભિપ્રાય જણાવો vikashdave92@gmail.com પર.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ