વર્ષ ૨૯૦૦નું....
ઊંચા ઊંચા ઝાડો થી બનેલા આ જંગલની વચ્ચે એક નદી વહી રહી હતી. એ નદીમાં થોડી થોડી દુરી પર અલગ અલગ ધોધ રચાતા હતા અને એ જ રીતે નદીના આ છેડે પણ એક ઊંચો ધોધ રચતો હતો. જે આ નદી પરનો સૌથી મોટો ધોધ હતો. આમતો આ નદી વધુ ઊંડી ન હતી અને એનું પાણી છીછરું હોય એવું દેખાઈ રહ્યું હતું. માટે નદીથી કોઈ જ ભય ન હતો. માટે રેહાન ધીરે ધીરે બધું નિરક્ષણ કરતા કરતા ત્યાંથી નીકળી રહ્યો હતો. પરંતુ ક્યાંય એને ત્યાં આજુબાજુ મનુષ્ય દેખાઈ રહ્યા ન હતા. મનુષ્ય તો છોડો એને ક્યાંય આજુબાજુ પ્રાણી કે પક્ષીઓનો અવાજ પણ સંભળાઈ રહ્યો નહતો. રેહાનને કઈ સમજાતું ન હતું. એ ક્યાં છે અને કેમ છે? એને તો બસ બઉ જ બધો થાક લાગેલો હતો અને એનું માથું થોડું ભારે ભારે હતું. જાણે કે, કેટલાય વર્ષો એ એકધાર્યું વિચારતો જ જતો હોય. અને આજે એના માંથી એને છુટકારો મળ્યો હોય. રેહાન બધું જોતો અને સાવધાની પૂર્વક નદી માર્ગે આગળ વધી રહ્યો હતો. ત્યાંજ નદીમાં બિછાવેલા વક જાળમાં એ ફસાઈ ગયો. અને જેવોજ એ જાળમાં ફસાયો જોરજોરથી એક એલાર્મ વાગવા લાગ્યું. જેને સાંભળી બાજુમાં રહેલી ઝાડીઓમાં કઈક અવાજ થવા લાગ્યો. થોડીવાર પછી ઝાડીમાં થતો અવાજ અને એલાર્મનો અવાજ બન્ને એક સાથે બંધ થઈ ગયા. જાણેકે, કોઈ અંદરથી જ બટન દબાવી એલાર્મ બંધ ના કર્યું હોય.
અવાજ બંધ થયાની સાથે જ તરત કોઈક એ ઝાડીઓ માંથી બહાર નીકળ્યું. એને આખું શરીર થિંગડા મારેલા કપડાંથી ઢાંકેલું હતું. માટે એનું મોં જોઈ શકાય એમ ન હતું. માટે રેહાન એને જોઈતો ના શક્યો. માટે એને પેલા વ્યક્તિને પોતાના ઊંચા અવાજમાં જેવું ને તેવું બોલવા લાગ્યો.
"ઓય..... કોણ છે તું? મને આમ કેમ બાંધી બનાવ્યો છે. સાલા ડરપોક જાળ લગાવીને મને પકડે છે. જો હિંમત હોય તો એકવાર મને છોડીને જો. પછી જો શું હાલ કરું છું હું તારો. નાલાયક ખોલ મને...." રેહાન આમ જેમને તેમ બોલી રહ્યો હતો. પણ એની સામેવાળા પર કોઈ જ અસર થઈ રહી ન હતી. થોડીવાર રેહાન આમજ બોલતો રહ્યો. અને સામે વાળો ત્યાં ઉભા ઉભા સાંભળતો રહ્યો. રેહાન જેવો જ બંધ થયો કે સામેવાળા એ પોતાના કપડાંમાં છુપાવેલી કુહાડી નીકળી અને રેહાન તરફ ઘા કરી. રેહાનની એ જોતાંની સાથે જ આંખો ફાટીને ફાટી રહી ગઈ રેહાનને તો એમજ હતું કે, ' હે એ.... હવે તો ગયા. આ કુહાડી લાગીને આપણે તો ભગવાનના ઘરે પણ થયું એનાથી થોડુંક ઊલટું. જેવી જ એ કુહાડી રેહાન તરફ આવી એ રેહાનને લાગવાની જગ્યાએ એ જે જાળમાં ફસાયેલો હતો એને લાગી. અને એ તરત નીચે પડ્યો એને પણ થોડું લાગ્યું. પણ એ એમ થયું કે હાશ, બચી તો ગયા. પડવાની સાથે એ તરત ઉભો પણ થઈ ગયો. અને હવે રેહાન અને જેને રેહાને જાળમાંથી છોડાવ્યો એ સામે સામે ઉભા હતા. હવે બસ રેહાનને સામે વાળાનું મોં જોઉં હતું. માટે એ થોડો પણ થંભ્યા વગર આભાર માની એને મોં દેખાડવા કહ્યું. સામેવાળો કઈ સમજ્યો નહીં પરંતુ રેહાનનો ઈસરો સમજી એને પોતાના મોં પરનું કપડું હતાવ્યું. અને જેવુંજ એ કપડું આખું હતી ગયું કે, રેહાન બીજું કઈ સમજે એ પેહલા સામેવાળાનું મોં જોઈ એ બેહોશ થઈ ગયો. એ પછી શુ થયું એ રેહાનને કંઈજ ધ્યાન રહ્યું નહીં.
૨ દિવસ જતા રેહાનને હોશ આવ્યો. એ જેવો ભાનમાં આવ્યો ત્યારે એ એટલો ડરેલો હતો કે જાણે એને કોઈ ભૂત જોઈ લીધું હોય. જ્યારે એ ભાનમાં આવ્યો ત્યારે એના આજુબાજુ ગણ્યા ગાંઠયા પુરુષો અને સ્ત્રીઓ બેઠી હતી. અને એનામાં રહેલી એક ડૉક્ટર જેવી લાગતી મહિલા એને કઈક લેપ લગાવી રહી હતી. રેહાને પહેલા તો થોડીવાર આજુબાજુ જોયું પછી તરત એ ડૉક્ટર જેવી દેખાતી મહિલાને પૂછી લીધું. " આપ કોણ છો? હું અહીં પાછો શું કરું છું? અને હું અહીં કરી શું રહ્યો છું? હું તો મારા માથાનું ઓપરેશન કરાવીને દવાખાનામાં દાખલ થયો હતો. ત્યાં એમને મને કોઈક મશીનમાં રાખ્યો હતો તો હું અહીં ક્યાંથી આવી ગયો? આ જંગલમાં મને અહીં કોણ લઈ આવ્યું." દવાખાનાનું નામ સાંભળતાની સાથે તો ત્યાં રહેલા દરેક માં થોડીવાર માટે તો શાંતી છવાઈ ગઈ અને એ શાંતી જેવી જ પુરી થઈ કે તરત બધા હસવા લાગ્યા.
બધાને શાંત કરાવતા ત્યાં લેપ લગાવતી મહિલા બોલી, " હું એરિકા છું. હું અહીં વૈદનું કામ કરું છું. જે પણ અહીં બીમાર થાય કે કઈક વાગ્યું કર્યું. હોય તો એમની પાટા પટ્ટીનું કામ હું કરું છું. અને દેખો તમે અહીં આવ્યા પેહલા ના તો કોઈ દવાખાનામાં હતા અને ના તો હમણાં છો. કેમ કે, આ દુનિયા માંથી દવાખાના નામની વસ્તુ આશરે ૯૦૦ વર્ષ પેહલા નષ્ટ થઈ ગયા છે. હમણાં તો બસ આખી દુનિયામાં આવા જંગલ, નદી અને ગણ્યા ગાંઠયા તમારા અને મારા જેવા મનુષ્યો વધ્યા છે. માટે તમને કઈક ભ્રમ થતો લાગે છે."
" શું ૯૦૦ વર્ષ પહેલા દવાખાના નષ્ટ થઈ ગયા. શુ મજાક કરો છો. કાલે તો હું એડમિટ થયો હતો. મારી સાથે આવી મજાક ના કરો." રેહાને હસતાં કહ્યું. અને પછી પછી પોતાની વાત આગળ ધપાવી.
" હું સાચું કઈ રહ્યો છું. હું દવાખાનામાં કાલે દાખલ થયો હતો. માટે મને કહોને મારા ઘરવાળા ક્યાં છે? હું હમણાં ક્યાં છું? મારે ઘરે જવું છે. મને જણાવો હું ક્યાં છું.?" રેહાન બધાના આ રીતે જોઈ થોડો ડરી ગયો હતો.
" દેખો આ ૨૯૫૦નું વર્ષ ચાલી રહ્યું છે. હમણાં કોઈ જ દવાખાના નથી. હવે તો આ દુનિયામાં ગણ્યા ગાંઠયા લોકો જ રહે છે. બસ માટે હું તમને હજીય કહું છું કે તમને ભ્રમ થઈ રહ્યો છે." એરિકા બોલી
" નઈ આ ન થઈ શકે હજી હું કાલે તો એડમિટ થયો છું. તો આ કઈ રીતે થઈ શકે એક જ દિવસમાં વર્ષો વીતી જાય. તમે મજાક કરી રહ્યા છો." રેહાને એરિકાને કહ્યું.
એરિકા હવે રેહાનને બધું સમજાવતા થકી ગઈ હતી માટે એને રેહાનનો હાથ પકડ્યો અને એ જે ગુફામાં હતી ત્યાંથી ગુફાના મુખ તરફ ચાલવા લાગી. રેહાનથી ચલાઈ રહ્યું ન હતું. તો પણ એ ચાલી રહ્યો હતો. અને એ ચાલતા ચાલતા ગુફાના મુખમાંથી બહાર નીકળી એ બંને ગુફાની ટોચ પર પોંહચી ગયા. પછી એરિકાએ રેહાનને આજુબાજુની દરેક જગ્યાઓ બતાવી અને પછી પૂછ્યું, " બોલો હવે અહીં તમને ક્યાંય આજુબાજુ દવાખાનું દેખાય છે? ચાલો દવાખાનું છોડો બીજું કંઈપણ અહીં તમને દેખાય છે? " રેહાને આજુબાજુ દરેક જગ્યાએ દેખ્યું પરંતુ એને ત્યાં કોઈજ દવાખાનું કે કોઈ બીજા ઘરો પણ દેખાયા નહિ. માટે એને એરિકા સામે જોઈને નકારમાં મોં ગુમાવ્યું. અને રેહાનને આ રીતે જવાબ આપતા જોઈ એરિકાએ પોતાની વાત આગળ ચલાવી.
" નથી દેખાતુ ને. હું પણ તમને ક્યારની એ જ સમજાવી રહ્યો છું કે, એ બધી વસ્તુને નષ્ટ થયાને કેટલાય વર્ષો વીતી ચુક્યા છે. હા, મને એ નથી ખબર કે તમે ક્યાંથી આવ્યા છો. અને તમારા ઘરના લોકો ક્યાં છે. પણ હા એ ચોક્કસ કઈ શકું કે તમે અમારી સાથે રહો એ જ તમારા માટે સારું છે.
Instagram:- @valam_ni_yado
@unstoppable_writer
@ek_lekhk
YouTube:- /VikasDave
FaceBook:- @Er. Vikas Dave
તમારો અભિપ્રાય જણાવો vikashdave92@gmail.com પર.
Note: મારા આવી જ ટૂંકીવાર્તાઓ તમને પસંદ પડે અને જો તમારે આવી બીજી ઘણી વાર્તાઓ વાંચવી કે જોવી હોય તો મારી સાથે જોડાઇ શકો છો. એ માટે મને ફોલ્લો કરો અમને આના પર 👉👉👉 Gujarati Stories પર.
લેખક:-
વિકાસ મનસુખલાલ દવે.Instagram:- @valam_ni_yado
@unstoppable_writer
@ek_lekhk
YouTube:- /VikasDave
FaceBook:- @Er. Vikas Dave
તમારો અભિપ્રાય જણાવો vikashdave92@gmail.com પર.




0 ટિપ્પણીઓ
Plz do not enter any spam link in the comment Box.