સપનાની સીડી મારા પ્રિય શિક્ષક, બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ, Best pratilipi gujarati love stories, વિકાસ દવે, Vikas Dave
સપનાની સીડી મારા પ્રિય શિક્ષક, બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ, Best pratilipi gujarati love stories, વિકાસ દવે, Vikas Dave
નિશાંત કોલેજના પ્લેગ્રાઉન્ડમાં ફુટબોલ ની રમત રમી રહ્યો હતો. આ ફૂટબોલની રમતમાં એ ગોલકી હોવાના કારણે ત્યાં એનું કાર્ય હતું કે, સામે તરફથી આવતા ગોલને રોકવો. પરંતુ એનાથી એ કામ વિચાર્યા મુજબ થઈ રહ્યું ન હતું. છેલ્લા એક મહિનાથી એ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. પરંતુ હમણાં સુધી એને બસ ગણ્યા ગાંઠ્યા જ ગોલ રોક્યા હતા. અને આજે પણ નિશાંતે આઠમાંથી બસ એક જ ગોલ રોકવામાં સફળતા મેળવી હતી. માટે એ પોતાના આ કામથી ખુશ ન હતો. આથી એ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી એ ફૂટબોલની રમતને અધૂરી છોડીને ત્યાંથી કેન્ટીનમાં જવા નીકળી પડ્યો. એના મોં પર ચોખ્ખી નિરાશાની રેખાઓ દેખાઈ રહી હતી. અને એના હાવભાવ પરથી તો એ ચોક્કસ દેખી શકાતું હતું કે, એને કોઈ ને કોઈ ચિંતા અંદરને અંદર ખાઈ રહી છે. પરંતુ એ કોઈ સાથે પોતાની આ મનોવ્યથા વહેંચવા નહતો માંગતો. માટે એ ત્યાંથી નીકળી કેન્ટીનમાં આવી બેસી ગયો.
નિશાંતની આ વર્તણુકને ઘણા સમયથી એના રમતગમતના શિક્ષક રેહાન દવે નોટીસ કરી રહ્યા હતા. અને આજે એમ વધારો દેખાઈ રહ્યો હતો. માટે એ ખુદને રોકી ના શક્યા. અને એ પણ નિશાંતનો પીછો કરતા કરતા કેન્ટીનમાં પહોંચી ગયા.
જ્યારે એ કેન્ટીનમાં પહોંચ્યા અને નિશાંતને શોધવા લાગ્યા તો એમને ખૂણામાં પડેલા એક ટેબલ પર નિશાંત બેઠેલો દેખાયો. આમતો કેન્ટીનમાં બઉજ ચહેલ પહેલ હતી. પરંતુ નિશાંત જે ટેબલ પર બેઠો હતો. એ ટેબલની આસપાસ તો કોઈ ચકલું પણ ફરકતું ન હતું. માટે ત્યાં બીજા ટેબલો કરતા શાંતિ છવાયેલી હતી. આ જોઈ રેહાનસર નિશાંતના તરફ ચાલવા માંડ્યા. પરંતુ જ્યાં સુધી સર નિશાંત પાસે પહોંચે ત્યાં સુધી તો નિશાંતે પોતાના બેગમાંથી કોઈક ડાયરી નીકળીને એમાં કઈક લખવા લાગ્યો હતો.
સપનાની સીડી મારા પ્રિય શિક્ષક, બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ, Best pratilipi gujarati love stories, વિકાસ દવે, Vikas Dave
રેહાનસર આવીને નિશાંતની સામે પડેલી ખુરશી પર ગોઠવાઈ ગયા. જેવાજ નિશાંતે રેહાનસરને જોયા કે, તરત એના મોં પર ડરના હાવભાવ છવાઈ ગયા. અને એ પોતાની ડાયરી સંતાડવા લાગ્યો હતો. અને પછી નીચું જોઈને બેસી રહ્યો. રેહાનસરને આ બધું અજુકતું લાગી રહ્યું હતું અને કઈક અંશે શક પણ જઈ રહ્યો હતો કે, આ હતાશ થયેલું બાળક દબાણમાં ને દબાણમાં કઈક લખીને આડુંઅવળું પગલું ના ભરી બેસે. માટે એમને નિશાંત તરફ કોમલ ભાવે જોયું અને પછી પૂછ્યું, " કેમ બેટા નિશાંત. અડધી રમત છોડીને કેમ તું અહીં ચાલ્યો આવ્યો? શુ થયું? "
સરના આ પ્રશ્નોના નિશાંતે કોઈજ જવાબ ના આપ્યા અને નીચું મોં કરી બેસી રહ્યો. હવે તો રેહાનસરને પોતાના શકમાં વૃદ્ધિ થતી જણાઈ. માટે ફરી એમને નિશાંતને કહ્યું.
" નિશાંત જવાબ તો આપ " નિશાંત હજી પણ નીચું મોં કરી શાંત જ હતો. માટે એમને થોડો ગુસ્સો આવ્યો. માટે એ પોતાના ગુસ્સાને કાબુ ના કરી શક્યા અને નિશાંત પાસે એ જે ડાયરીમાં લખી રહ્યો હતો એ માંગી. નિશાંત પહેલા તો થોડો શાંત રહ્યોં. પણ પછી એને ડાયરી આપવાની ના કહી દીધી. હવે રેહાન સરનો ગુસ્સો હદ વટાવી રહ્યો હતો. આ જોતા નિશાંત થોડો ડર્યો. કેમ કે, એને ખબર હતી કે રેહાન સરનો ગુસ્સો બઉ ખરાબ છે. એકવાર તો એવું બનેલું કે એક છોકરાને સર બે મહિનાથી સ્ટ્રાઈકરની પોઝિશન પર રમવાનું શીખવી રહયા હતા. પરંતુ એ છોકરો કઈ કરતો જ નહતો. દરરોજ એને પંપાળી પંપાળી રમાડતા. બે મહિનાના અંતે સર થાક્યા અને એમને પેલા છોકરાને જાતે એ જ પોઝિશન માટે પ્રેક્ટિસ કરવા કહ્યું. અને પેલાએ ના પાડી કે સરને ગુસ્સો આવ્યો અને બાજુમાં પડેલા ક્રિકેટના બેટે બેટે પેલાને એવો માર્યો એવો માર્યો કે બેટ તૂટી ગયું. અને એ કિસ્સાને યાદ કરતા કરતા નિશાંત મનમાં એવું વિચારી રહ્યો હતો કે, આખી કેન્ટીન સામે આપણે એવા હાલ નથી કરાવવા માટે એને રેહાનસરને થોડી પણ રાહ જોવરાયા વગર પોતાની ડાયરી એમને શોપી દીધી.

" આ શુ નિશાંત આમાં તો કવિતાઓ, ટૂંકીવાર્તાઓ અને શાયરીઓ લખી છે. વાહ... વાહ... બઉજ સરસ બઉજ સરસ.... " નિશાંતની ડાયરીમાં લખેલી એક બે શાયરીઓ વાંચતા વાંચતા રેહાનસરે કહ્યું. આ બધું જોઈ હવે નિશાંતમાં પણ થોડું થોડું મનોબળ વધી રહ્યું હતું. અને ત્યાં જ રેહાન સરે પૂછ્યું, " નિશાંત આ કોને લખ્યું છે? તે લખ્યું છે કે કોઈ બીજાએ? "
"સર આ બધું મેં જ લખ્યું છે." નિશાંતે ખુશી અને ઉલ્લાસથી કહ્યું.
" ઓહ બઉ સરસ લાખો છો તમે તો લેખકસાહેબ. " નિશાંતની પીઠ થાબડતા રેહાનસરે કહ્યું. અને પછી પોતાની વાત ચાલુ રાખી. " તો નિશાંત આટલું સરસ લખે છે તો આ રમત ગમતમાં કેમ પડ્યો છે. તું આ લેખન કાર્યમાં ધ્યાન આપને. એમ કરીશ તો એમ પણ બઉજ આગળ વધીશ. "

રેહાનસરની વાત સાંભળી નિશાંતે થોડો નિસાસો ખાધો અને પછી બોલ્યો, " શું કહું તમને સર, મને આ બધી રમતમાં કોઈ જ રસ નથી. નાનપણથી જ મારું તો એક સપનું છે કે મારે લેખક બનવું છે પણ મારા ઘરનાં લોકોને એ જરાયે નથી ગમતું." નિશાંત જે રીતે બોલી રહ્યો હતો એમાં એનો ઉદાસ સ્વર ચોખ્ખો વર્તાઈ રહ્યો હતો.
રેહાનસર એની ડાયરી ફરી એકવાર વાંચવા લાગ્યા. અને એમની આંખોથી એમ પણ સમજાઈ રહ્યું હતું કે, એ કઈક વિચારી પણ રહ્યા છે. થાઓળ સમય વિચાર્યા પછી અંતે એમને ડાયરી બંધ કરી નિશાંતની સામે મૂકી અને હસતા હસતા કહ્યું, " ઓકે તો ચાલ હું સાંજે તારા ઘરે આવું છું અને પછી બીજી વાત. ઓકે.... " એટલું કહી એ શાંત થયાઅને પછી નિશાંત સામે જોઈને કહે, " શુ હું તારી બીજી રચનાઓ વાંચવા આ ડાયરી લઈ જઈ શકું? " નિશાંતના મોં પર ખુશી છલકાઈ રહી હતી. કેમ કે, આજે પહેલીવાર કોઈએ એની કવિતાઓના વખાણ કર્યા હતા. માટે એને હા કહી દીધી. સર ડાયરી પોતાની સાથે લઈ અને ટેબલ છોડી ચાલવા લાગ્યા. અને થોડીવાર પછી નિશાંત પણ ત્યાંથી નીકળી ગયો.
સાંજ સાત વાગી રહ્યા હતા. અને નિશાંતની આંખો દરવાજા સામે મંડાઈ રહી હતી. નિશાંતને હવે બસ દરવાજા પર પડતા એ તકોરનો અવાજ સાંભળવો હતો. જે ટકોરે રેહાનસર એના ઘરે આવવાના હતા. અને આખરે નિશાંતના કાને એ ટકોરો સંભળાયો. નિશાંત તરત ઉભો થયો. અને બીજુ કોઈ દરવાજો ખીલે એ પહેલા એ દરવાજા પાસે પહોંચી ગયો અને એને દરવાજો ખોલ્યો. સામે રેહાનસર ઉભા હતા. અને એમના હાથમાં ડાયરી હતી.
સપનાની સીડી મારા પ્રિય શિક્ષક, બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ, Best pratilipi gujarati love stories, વિકાસ દવે, Vikas Dave
રેહાનસર આવી અને ઘરમાં સોફા પર બેઠા. નિશાંત અંદર પાણી લેવા ગયો. ત્યાંજ એના મમ્મી અને પપ્પા રૂમમાંથી બહાર આવ્યા. રેહાનસરને ત્યાં બેસેલા જોઈ પ્રથમ તો એમનું અભિવાદન કર્યું. પછી આવવાનું કારણ પૂછ્યું.
રેહાનસરે આજે બપોરે બનેલી બધી ઘટના કહી. એ સાંભળીને પહેલાતો નિશાંતના પપ્પાને પહેલાતો નિશાંત પર ગુસ્સો આવ્યો. માટે એમને નિશાંતને બોલાવીને ત્યાંજ ગુસ્સો કરવા લાગ્યા. પરંતુ રેહાનસરે એમને આમ કરતા અટકાવ્યા અને કહ્યું, " હું હમણાં તમારા ઘરે એની કોઈ શિકાયત કરવા નથી આવ્યો. હું હમણાં એના લેખનના શોખ અને આવડતને નિખારવા વિશે એની વાત તમારા લોકોની સમક્ષ મુકવા આવ્યો છું. માટે તમે થોડું સમજો અને એને આ આવડતમાં નિખારવાના મદદ કરો. અને તમને મારી વાતો પર વિશ્વાસ ના હોય તો લો જુઓ એની આ ડાયરીને. " નિશાંતની ડાયરી આગળ કરતા રેહાનસરે કહ્યું.
આ બધું સાંભળતા નિશાંતના પપ્પાના હાવભાવ બદલાઈ રહ્યા હતા. એમની આંખોમાં જાણેકે લોહી ભરાઈ રહ્યું હોય એમ એમની આંખો લાલચોળ થઈ રહી હતી. અને સાથે સાથે એમનું મગજ તપી રહ્યું. કારણકે, એમને તો પોતાના છોકરાને સારો રમતવીર બનાવવો હતો. ના કે કોઈ સફેદ જાબ્બો અને લેંઘો પહેરી ખભે જોળી લટકાવી ફરનાર એક આલતું ફાલતુ લેખક. માટે આ ગુસ્સાના કારણે એ બોલી ઉઠયા, " ઓહો... હો... એટલે કે તમે એની સિફારીશ લઈ ને આવ્યા છો એમ? દેખો તમે પણ સાંભળીલો સર મારે એને કોઈ લેખક નથી બનાવવો હો, મારે તો એને મેસ્સી અને રોનાલ્ડો જેવો ફૂટબોલર બનાવવો છે. માટે તો તમારી પાસે મોકલ્યો છે. માટે એક વાત તમે સમજી લો કે, એને કોઈ લેખક બનાવવાનું સપનું તમે છોડી મુકો. તમને ફૂટબોલ શીખવાડવાના પૈસા મળે છે તો તમે એ કરો. અને એને કહી દેજો કે આ કવિતા ને વાર્તાનું ભૂત પોતાના મગજ માંથી નીકળીદે. આ બધું લખવામાં અને સાંભળવામાં સારું લાગે પણ પાછળ થી કામ નહીં આવે. સમજ્યાને. "
આ બધુ સાંભળી રેહાનસરને પહેલા તો થોડું દુઃખ થયું. પરંતુ પાછી એમને હિંમત ભેગી કરી અને બોલી ઉઠ્યા, " પણ મી. દવે તમે મારી વાત તો સાંભળો એક વાર એને પૂછી તો જોવો કે એને શું બનવું છે? "
નિશાંતના પપ્પાનો ગુસ્સો હવે સાતમે આસમાને પહોંચી ગયો હતો. માટે એ રેહાનસર પર તાડુકતા બોલ્યા, " જુઓ રેહાનસર મને ખબર છે મારે મારા બાળકને શુ બનાવવાનું છે. અને એ એજ બનશે જે અમે કહીશું. મારે આના વિશે કંઈ વાત કરવી નથી. માટે હવે તમે મને વધુ ગુસ્સો નહિ આપવો એજ સારું રહેશે. માટે હવે તમે જઈ શકો છો. " નિશાંતના પપ્પાએ હાથ જોડતા કહ્યું.
સપનાની સીડી મારા પ્રિય શિક્ષક, બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ, Best pratilipi gujarati love stories, વિકાસ દવે, Vikas Dave
રેહાનસર તો ત્યાંથી નીકળી ગયા. પરંતુ નીકળતા નીકળતા એમને જ્યારે નિશાંત સામે જોયું ત્યારે એ રહી શક્યા નહિ. અને આખી રાત એમના સપનાઓમાં નિશાંતનો જ ચહેરો ઘુમતો રહ્યો. અને સવારમાં એ ગ્રાઉન્ડ પર પહોંચે એ પહેલાતો નિશાંત ત્યાં પહોંચી ગયો હતો.
હવે રેહાનસરના મગજમાં આખી રાતના મનોમંથન પછી એક બીજો રસ્તો સુજ્યો હતો. અને એ હતો. ઘરનાઓથી છુપી રીતે જેમ નિશાંત લખે છે. એમ એને લખવાનું ચાલુ રાખવું અને તનતોડ મહેનત કરી એને પોતાની એક બુક લખવી. અને એના માટે જે પણ વસ્તુની જરૂર પડશે એ પુરી પડવાની જીમેંદારી રેહાનસરે પોતાની શિરે લીધી.
સમય વીતી રહ્યો હતો. અને સાથે સાથે નિશાંત પોતાની મહેનત પણ કરી રહ્યો હતો. અને પુરા સાત મહિના જતા નિશાંતની આ મહેનત રંગ લાવી. નિશાંતે લખેલું પુસ્તક પૂરું લખાઈ અને આજે છપાઈ ચૂક્યું હતું. બસ હવે વાર હતી તો બસ એ પુસ્તકને બજારમાં મુકવાની. રેહાનસરે એ કસર પણ પુરી કરી નાખી અને એ પુસ્તકને બજારમાં પણ મૂકી દીધું અને એનું વેચાણ ચાલુ થયું. થોડા સમયમાં તો એની દરેકે દરેક પ્રત વેચાઈ ગઈ.
એક દિવસ નિશાંત પોતાની ઘરની ઓસરીમાં બેઠો હતો. ત્યાં જ એના પપ્પા એક સમારંભમાં જઈને આવ્યા હતા. અને ત્યાં દરેકને પુસ્તકો ભેટ આપવાની પરંપરા હતી. માટે નિશાંતના પપ્પાને પણ એક પુસ્ત ભેટ સ્વરૂપે મળ્યું હતું. એનું નામ હતું, " સપનાની સીડી મારા પ્રિય શિક્ષક " આમ તો એના પપ્પાને વાંચવાનો શોખ હતો નહિ માટે એમને એ પુસ્તક લાવી નિશાંત જ્યાં બેઠો હતો ત્યાં. મુકતા મુકતા જોરથી શીર્ષક વાંચ્યું અને થોડા રાવણ હાસ્યએ હસ્યાં. ત્યાં જ બાજુમાં પહેલો ૧૯૯૫ના સમયનો ફોન રણક્યો.
" ટ્રીન.... ટ્રીન.... ટ્રીન.... ટ્રીન.... "
નિશાંતના પપ્પાએ ઝડપથી ફોન ઉઠાવ્યો. સામેથી અવાજ આવ્યો.
" હેલ્લો, કોણ નિશાંત દવે બોલો છો. " સામેથી આવતા અવાજમા શુદ્ધ ગુજરાતી બઉ જ સ્પષ્ટ રીતે વર્તાઈ રહી હતી. માટે નિશાંતના પપ્પાએ નિશાંતને ફોન આપવાની જગ્યાએ પોતેજ વાત આગળ ધપાવી.
" હેલ્લો, કોણ નિશાંત દવે બોલો છો. " સામેથી આવતા અવાજમા શુદ્ધ ગુજરાતી બઉ જ સ્પષ્ટ રીતે વર્તાઈ રહી હતી. માટે નિશાંતના પપ્પાએ નિશાંતને ફોન આપવાની જગ્યાએ પોતેજ વાત આગળ ધપાવી.
" જી હા, બોલી રહ્યો છું, જણાવો. "
" નિશાંતજી આપને અમારા જ્ઞાનપીઠ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. " સામેવાળું પોતાની વાત પુરી કરે એ પહેલા જ એની વાત કાપી નિશાંતના પપ્પાએ પૂછી લીધું.
" શેની શુભકામનાઓ ? "
" તમે આ વર્ષનો જ્ઞાનપીઠ પુરસ્કાર જીત્યા છો. તમારા પુસ્તક સપનાની સીડી મારા પ્રિય શિક્ષક માટે. અને એની સાથે સાથે તમને ૧૧ લાખ રૂપિયાની ધનરાશી અને સરસ્વતી દેવીની એક કાસ્યની મૂર્તિ આપવામાં આવશે." આ સાંભળી નિશાંતના પપ્પા થોડીવાર તો સ્તબ્ધ થઈ ગયા. જાણે અચાનક એમની ઊંઘ ખુલી હોય એમ એમને નિશાંત પાસે પડેલી બુક લીધી અને એમ લેખકનું નામ વાંચ્યું. તો ત્યાં પણ નિશાંતનું નામ જ લખેલું હતું. અને અંદર જોયું તો લખેલું હતું. " ધન્યવાદ માં એ શિક્ષકનો જેમને મને લખવાની પ્રેરણા પુરી પડી. આભાર રેહાનસર.... "

આ બધું દેખીને નથી રહેવાયું નહિ માટે એમને પાછું એકવાર પાક્કું કરવા પૂછી લીધું, " તમે નિશાંત દવેની જ વાત કરી રહ્યા છો ને. " સામેથી પણ હકારાત્મક જ જવાબ મળ્યો.
એમની આંખોમાં હવે બસ પાણી જ દેખાઈ રહ્યું હતું. એમની હવે હિંમત નહતી થઈ રહી માટે એમને ફોન મૂકી દીધો અને નિશાંતની પાસે પડેલી ખુરશી પર ગોઠવાઈ ગયા. અને એ સાથે જ એમની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા.
સપનાની સીડી મારા પ્રિય શિક્ષક, બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ, Best pratilipi gujarati love stories, વિકાસ દવે, Vikas Dave
નિશાંત આ બધું જ જોઈ રહ્યો હતો. અને એને પોતાના પિતાની આંખોમાં જેવાજ આંસુ જોયા કે એનાથી રહેવાયું નહિ. માટે એ ઉભો થઈ એમના પાસે ગયો અને શાંત કરવા પહેલા એમને ગળે લગાવ્યા. અને પછી કઈ પૂછવા જાય એ પહેલા તો એમને રડતા રડતા બોલવાનું ચાલુ કરી દીધું.
" મને માફ કરીદે બેટા હું તારી કળાને પારખી શક્યો નહિ. મને માફ કરીદે.... "
નિશાંતને હજી પણ કઈક સમજાઈ રહ્યું ન હતું. માટે નિશાંત એના પપ્પાને આશ્વાસન આપી શાંત કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યાં જ એના ઘરના દરવાજા પર ટકોરો સંભળાયો.
નિશાંતની મમ્મીએ દરવાજો ખોલ્યો. જેવો જ દરવાજો ખુલ્યો કે તરત જ રેહાનસર ઝડપ વેગે ઘરમાં પ્રવેશ્યા અને નિશાંતને સામે ઉભેલો જોઈ અને પોતાની ભાવનાઓ પર એમને એ કાબુ ના કરી શક્યા માટે એમને તરત નિશાંતને ગળે લગાવ્યો અને પછી આખી વાત કહી.
બધું સાંભળી નિશાંતના પપ્પા ઉભા થઈ રેહાનસર અને નિશાંતની માફી માંગવા લાગ્યા. એમના મોં પોતાની ભૂલનો પસ્તાવો આબેહૂબ વર્તાઈ રહ્યો હતો. માટે રેહાનસરે આ ગમગીન વાત વાતાવરણને બદલવા માટે મજાક કરતા કહ્યું કે,
" જો તમે આવતા અઠવાડિયે અમારી સાથે પુરસ્કાર લેવા આવો તો અમે તમને માફ કરીએ. " રેહાનસરે હસતા હસતા કહ્યું.
" જો તમે આવતા અઠવાડિયે અમારી સાથે પુરસ્કાર લેવા આવો તો અમે તમને માફ કરીએ. " રેહાનસરે હસતા હસતા કહ્યું.
અને નિશાંતના પપ્પાએ પણ પોતાના આંસુ લૂછયા. એમને નિશાંતની મમ્મીને ફ્રીઝમાં પડેલા લાડુ લાવવા કહ્યું અને પોતાના મોં પર હાસ્ય લાવતા બોલ્યા, " ચોક્કસ કેમ નહિ. "
અને ઘરમાં રહેલા દરેક લોકોના મોં પર હાસ્ય આવી ગયું. અને ઘરનો માહોલ ગમગીનમાંથી હાસ્ય અને ઉલ્લાસ ભરેલો થઈ ગયો.
અને ઘરમાં રહેલા દરેક લોકોના મોં પર હાસ્ય આવી ગયું. અને ઘરનો માહોલ ગમગીનમાંથી હાસ્ય અને ઉલ્લાસ ભરેલો થઈ ગયો.
અંતમાં બધા માતા પિતા ને એટલું જ જણાવવું છે કે, બાળકની ખુશી જેમાં હોય એનું એ સપનું પૂરું કરવામાં એની મદદ કરે. ના કે પોતાની જીદો બાળકો પર ઠાલવ્યા કરે.
Note: મારા આવી જ ટૂંકીવાર્તાઓ તમને પસંદ પડે અને જો તમારે આવી બીજી ઘણી વાર્તાઓ વાંચવી કે જોવી હોય તો મારી સાથે જોડાઇ શકો છો. એ માટે મને ફોલ્લો કરો અમને આના પર 👉👉👉 Gujarati Stories પર.
લેખક:-
વિકાસ મનસુખલાલ દવે.Instagram:- @valam_ni_yado
@unstoppable_writer
@ek_lekhk
YouTube:- /VikasDave
FaceBook:- @Er. Vikas Dave
તમારો અભિપ્રાય જણાવો vikashdave92@gmail.com પર.
0 ટિપ્પણીઓ
Plz do not enter any spam link in the comment Box.