અડધી રાતની વાતો | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave

અડધી રાતની વાતો | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave

રચના વાંચતા પહેલા બઉજ અગત્યની નોંધ:-
( આ રચનામાં બે લોકો એટલે કે, Shital અને D@vE ની અડધી રાતની વાતચિત નો ઉલ્લેખ કરાયો છે. જેમાં D@vE ના શેર અને શાયરીઓ પર કોપીરાઇટનો અધિકાર મારો છે. અને Shital ના શેર અને શાયરીઓ પર પ્રતિલિપિ પર જે @Vishita નામે લેખક છે. એમનો કોપીરાઇટનો અધિકાર છે.
માટે મારી સાથે આવી અડધી રાતની વાતો કરવા માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું..... જો તમે @Vishita ની બીજી રચનાઓ પણ વાંચવા ઇચ્છતા હોય તો હું એમની પ્રોફાઈલ ની લિંક નીચે મૂકી દઉં છું. તમે ત્યાં જઈ એમને વાંચી શકો છો...... )

Shital : જો મારી ફરજ ને તું અહેસાન  કેતો હોય તો એવું રાખ,
પણ તારા અહેસાન ને તું રોજ ચુકવી દે તારી એક smile થી.🙂🥰😘
D@vE : ના કરતું આટલો મોટો અહેસાન,
નહીં થંભે મોતી આ આંખોના સાગર માંથી.
Shital : તારા ચહેરા ની એક smile મારા માટે મારો એક દિવસ છે.
D@vE: અને તારા વગરની આ દુનિયા મારા માટે નર્ક...
Shital: હું જીવન માં જો તારાથી દૂર જાઉં ને,
તો હું તને ત્યાંજ મળીશ,
જ્યાં મારો ને તારો નાતો છે. "Stars"
D@vE: નથી કોઈ મોટી ખ્વાહિશ મારી,
બસ તું રહે અને અહીં સાથે રહે.
Shital: તમારી એક smile સામે વાળા વ્યક્તિ નું ખુશી નું કારણ છે.
D@vE: અને તું મારી ખુશી નું...
Shital: ક્યાંક સમય એવો આવ્યો છે કે,
કદાચ એને પણ મારી જરૂર હોય.
D@vE: પાણી ની જરૂર તો દરેકને હોય છે,
પરંતુ પીવરાવવા નું તો તરસ્યાને હોય...
અને અહીં એ તરસ્યો હું છું...

અડધી રાતની વાતો | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave

Shital: ના રોક હવે તું મને ,
નથી તુ આજ મારી સાથે.
કે, નથી લખ્યો તારો સાથ મારી સાથે.
D@vE: એવું કોને કહ્યું સાથે રહીને જ ખુશ રહેવાય,
દૂર રહીને પણ પ્રેમ તો થાય,
અને એજ પ્રેમ બીજા માટે સાચી મિસાલ કહેવાય.
Shital: પ્રેમ તો આજ પણ હું તનેજ કરું છું,
ને છેલ્લે શ્વાસ સુધી તનેજ કરીશ,
પણ બસ તારા ચહેરા ની ખુશી મારા લીધે ભાગતી જાય છે જે હું નથી ચાહતી.
D@vE: ચાહતો તો હું પણ નથી તને દૂર કરી ખુદ જીવવા,
પરંતુ આ દુનિયા મને ક્યાં ખુશ જોવા માંગે છે.
Shital: હા હું તારાથી છુપાવું છું,
પણ આજે કહી દઉં છું.
"હા, હું તને ચાહુ છું."
D@vE: તને ખોટાં સપના દેખાડી આજે હું ખુદ દુઃખી થાઉં છું,
દુનિયાદારી માં સપડાયેલો હવે તો એ પણ નથી કહી શકતો કે,
"હા, હું પણ તને ચાહું છું."
Shital: જરૂર નથી તારે મને શબ્દો માં કહેવાની,
તારા ના બોલેલા શબ્દો ને પણ હું વાંચી લઉં છું તારી આંખો માં.
D@vE: તો તો તારાથી દુરીના આંસુ પણ તને દેખાણા હશે,મારી મોં પરની ખુશીથી પણ ના એ ઢંકાણા હશે.
અડધી રાતની વાતો | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave
Shital: તારી ખુશી પાછળ ના આંસુ ને તારા ગુસ્સા પાછળ નું કારણ બધુજ જાણુ છું,
એટલે તો નથી ઉઠાવી તારા સામે ક્યારેય સવાલ ની આંગળી.
D@vE: ક્યારેક ઉઠાવી હોત તે આંગળી તો દુનિયા પણ ખુશ થાત,
મારા પર તારા પ્રેમ નું મને છે અતિપ્રિય એ લાંછન લાગી જાત.
Shital: ચાલુ છું હંમેશા તારી સાથે,ના તો એક કદમ આગળ,
ના તો એક કદમ પાછળ,
કારણ બસ એટલુંજ કે તને ક્યાંય ઠોકર વાગે તો તારો હાથ પકડી શકું.
D@vE: હવે તું છોડી જવાની એવુ તું કહે છે,
હવે તું જ કે હાથ પકડે એવું આ દુનિયા માં તારા સિવાય બીજું કોણ રહે છે.
D@vE: એકલો મૂકી જઈશ તો તુ જ ત્યાં ગૂંચવાઈશ,
ત્યાં ઘણાબધા STAR વચ્ચે એકલી તું જ અટવાઇશ...😊Shital: ઘણા STAR વચ્ચે તો હું એકલી જ હોઈશ,
પણ મારો ચાંદ તો મારી સાથે હશે ને.
D@vE: હશે ચાંદ તારો તારી સાથે,
પણ હું અહીં એકલો વિરહતો જાઉં છું.
મારા પર પણ કૃપા કર થોડી,
અહીં હું પણ એકલો ગૂંચવાઉ છું.
Shital: મારા માટે મારો ચાંદ પણ તું છે,
મારુ આકાશ પણ તું છે,
મારી ખુશી પણ તું છે,
ને ક્યારેક દુઃખ પણ તુ જ છે.
D@vE: બનીશ તારી બધી તમન્ના હું,
બસ એકવાર પાસે રહી જો,
મારા સાથે બસ એકવાર ખુશીના આંસુ તો રોઈ જો.
Shital: તારી સાથે ના રહીને પણ હુ તારી સાથે જ રહું છું,
બસ જરૂર છે તો મહેસુસ કરવાની.
D@vE: હમણાં પણ આંખો તારા માટે ભીની થાય,
તું જ કે એના કરતાં વધારે કેટલું મારા દ્વારા તને મહેસુસ કરાય.

અડધી રાતની વાતો | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave


Shital: જે પ્રેમ નો પ્યાલો સાચવીને મુક્યો છે,
તેને ભરી દો.😁
D@vE: ભરી દઈશું એ પણ ક્યારેક સમય આવવા દો,
અમારા આંસુને આંખોથી થોડા બહાર તો થાવા દો.
Shital: મારા ધબકારા તારાથી ચાલે છે.
D@vE: અને મારી શ્વાસો તારા થી...
Shital: મારા જીવન ની દરેક છેલ્લી પળ હું તારા સાથે જીવવા માંગુ છું,
"શું ચાલિશ મારી સાથે તું?"
D@vE: દરેક રાહ પર ચાલવાનું હું તારી સાથે પસંદ કરૂ,
પણ આ દુનિયા...
Shital: નથી ક્યારેય મેં દુનિયા નો વિચાર કર્યો,
ના ક્યારેય કરવાની ,
કારણ બસ એટલું કે,
એ દુનિયા છે એ કહેવાની.
D@vE: હું તારા પર કોઈ બોલી જાય એ સહી નથી શકતો,
એટલે જ હું આ દુનિયાના ડર વગર રહી નથી શકતો.
Shital: બસ આ ખુલ્લા આકાશ માં તારી સાથે બેસી ને તારા ને નિહાળવા છે,
તારી સાથે ચાલતી હવા ને મહેસુસ કરવી છે.
D@vE: રહીશ તારી સાથે એ હું તને જણાવું છું,
જ્યારે જરૂર પડે ત્યારે બોલાવજે,
તારા માટે દરેક જગ્યાએ હું બદનામ થવા તૈયાર થાઉં છું.
Shital: એ સવાર નો ઉગતો સુરજ અને એ રમણીય સાંજ ને મારે જીવવી છે.
D@vE: એના માટે સાથે રેહવુ પડે,
પોતાની તબિયત સુધારવાનું બીડું જાતે લેવું પડે.
Shital: જો હોય તારો સાથ તો નથી મારે જરૂર પાણી કે નથી જરૂર દવાની.
D@vE: મારો સાથ પણ ક્યારેક ક્યારેક ઝેર બની જાય છે,
એટલે પાણી અને દવા લે એના થી જ તારી તબિયત સારી થાય છે.
Shital: ઝેર તો મીરા એ પણ કૃષ્ણ માટે પીધું હતું અને શિવે પણ દુનિયા માટે પીધુ હતું, બંનેની મનોકામના પુર્ણ થઇ.
D@vE: આશા રાખું તારી મને મેળવવાની મનોકામના પણ પૂર્ણ થાય,
આ દુનિયા ફરી એકવાર ખોટી પડી જાય.

અડધી રાતની વાતો | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave

Shital: તારા પાસે શબ્દ નથી લખવા માટે મારા માટે,
ને મારા શબ્દો પુરાજ નથી થતા તને લખવા માટે.
D@vE: ફર્ક બસ એટલો છે તારા અને મારા શબ્દો માં,
હું મારા શબ્દો ને તારા માટે સુલજાઉ છું,
અને તું મને તારા શબ્દો માં ઉલજાઉ છું.
Shital: તારા શબ્દો માં તને ઉલજાવી ને તને સુલજાવાની મજા જ  અલગ છે.
D@vE: તારી ખુશી માટે કંઈપણ કરવા તૈયાર છું,
બસ સાથે રે તારા માટે મરવા પણ તૈયાર છું.
Shital: રાધે કૃષ્ણ ને હંમેશા દુનિયા જોડે છે છતાં શાને આજ તું તોડે છે?
D@vE: તું પણ આજે રાધા વગર મીરાંને કૃષ્ણ સાથે ગણાવે છે,
મારો પ્રેમ પણ એવોજ છે,
શું તને એ રાસ આવે છે?
Shital: ન આપી શકુ હું ખુદને એટલો ઊંચો દરજ્જો,
હક નથી મને.
D@vE: તું જ એક દરજ્જો છે,
તારે દરજ્જાની જરૂર શું?
Shital: હવે તું મને ના ઉલજાવ તારા શબ્દો માં
D@vE: શબ્દો માં હજી ક્યાં ઉલજ્યિ છે તું?,
મારા માટે કોયડા માંથી ક્યાં સુલજી છે તું?. 
Shital: તું છે મારી સાથે તો મોત ને પણ હસતા મુખે સ્વીકારીશ.
D@vE: મને એ સ્વીકાર નથી,
તારા વગર મારો ઉધ્ધાર નથી.
Shital: નથી કોઈ વધારે ઈચ્છા મારી,
બસ જોઈએ તો તારો સાથ,
ભલે તે થોડા સમય માટે જ કેમ ન હોય.
D@vE: ખોટા વાયદાથી હું તને ભટકાવવા નથી માંગતો,
મારી સાથે રાખી તને તડપાવવા નથી માંગતો.
અડધી રાતની વાતો | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave

Shital: રાધા એ પણ તેના કૃષ્ણ ને બધી ગોપી વચ્ચે એકલા જ છોડ્યા હતા,
ભલે ને એ અંદર થી તડપતી હોય.
D@vE: મને પાછો કેમ તું એ તરફ લંબાવે છે,
હું એનાથી દૂર સારો છું,
મને પાછો કેમ તું એ તરફ ધક્કો લગાવે છે.
Shital: નથી હું તને કોઈ રસ્તા તરફ  લંબાવતી,
તારી ખુશી અને તને હક છે,
તારી રીતે જીવવાનો.
D@vE: હવે મને મારા ખુદ પર હક નથી,
તો દુનિયા પર હું શું જતાઉ,
ખુદને વેચી બેઠો આ દુનિયામાં,
માટે બસ હવે ખુદને આ દુનિયાનો એક ગુલામ ગનાઉ.
Shital: થોડો સમય જવાદે તું પણ ભૂલી જઈશ મને,
જેમ આજ તે પાછળ ફરીને એક વાર પણ નહોતું જોયું,
એમ આ સમય ને પણ તું ભૂલી જઈશ.
D@vE: જોવાનું હું ક્યારેય ચૂકતો નથી,
અને સમય સાથે હું કોઈને ભૂલતો નથી.
Shital: આજે સમય ખૂટી ગયો છે વાત કરવા પણ,
તારી ને મારી વાતો નથી ખૂટી.
D@vE: નહીં ખૂટે એ વાતો ક્યારે,
વાતો ખૂટશે ત્યારે,
જ્યારે ચાંદો સૂરજ દુબશે સાથે ત્યારે.
Shital: આજની ઊંઘ પણ ગણી મીઠી હશે,
જેમાં વાતો ફક્ત તારી હશે,
તુમ પ્રેમ હો તુમ ગીત હો.
D@vE: તુમ હી સંગીત,
ઓર તુમ હી મેરે મનમીટ હો...
Shital: ચાલ જીવી લઇએ.🙂
D@vE: સપનાઓ ને સિવી લઈએ...
Shital: બંધ મુઠી માં કેદ કરી લઇએ આજને.
D@vE: દુનિયાના આ પિંજરામાં કેદ થયેલો હું,
શું આજને મુઠી માં કેદ કરવાનો...?😔
Shital: જો તું આજે આજને કેદ નઈ કરે,
તો એ તને કેદ કરશે,
તો ચાલ કરી દે તારા સપના ને કેદ ને હાથ પકડી ને બસ મને જીવન આપી દે ને કહી દે ચાલ જીવી લઇએ...
D@vE: હા તો ચાલ ફરી એકવાર જીવી લઈએ...
(બધી વાતો ના અંતે...)
D@vE: ખુદ નું ધ્યાન રાખજે...
Shital: તારાથી સારું તો નઈ રાખી શકુ,
પણ રાખીશ તો ખરા.


Note:   મારા આવી જ ટૂંકીવાર્તાઓ તમને પસંદ પડે અને જો તમારે આવી બીજી ઘણી વાર્તાઓ વાંચવી કે જોવી હોય તો મારી સાથે જોડાઇ શકો છો. એ માટે મને ફોલ્લો કરો અમને આના પર 👉👉👉 Gujarati Stories પર.




લેખક:-

વિકાસ મનસુખલાલ દવે.
Instagram:- @valam_ni_yado
@unstoppable_writer
@ek_lekhk
YouTube:- /VikasDave
FaceBook:- @Er. Vikas Dave
તમારો અભિપ્રાય જણાવો vikashdave92@gmail.com પર.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ