ઝઘડાવાળો પ્રેમ
રાતની નીરવ શાંતિ વાતાવરણમાં પ્રસરેલી હતી. આખું ગામ જાણે કુંભકર્ણની ઉંઘે સૂતું હતું. અને ગામમાં રખેવાળી કરવાવાળા ગોરખાઓ પોતાની બાંગ કુકડાની માફક પોકારી રહ્યા હતા. " જાગતે રહો.... જાગતે રહો.... "
ગામ આખું સરકારી ટ્યુબલાઈટના પ્રકાશે ઝગમગી રહ્યું હતું. પરંતુ ગામનો એક ખૂણો એવો પણ હતો કે, જ્યાં આ સરકારી ટ્યુબલાઈટોનો પ્રકાશ પહોંચી શક્યો ન હતો. અને એ જગ્યાએ જ રહેતો હતો મુકેશ. મુકેશની ગામમાં છાપ એક સરમાળ અને શાંત વ્યક્તિની હતી. અને એ હતો પણ કઈક એવા પ્રકારનો માણસ. આમતો એ ક્યારેય કોઈને મોં એ ના લાગતો. અને એ વધારે પડતો કોઈને મળવામાં પણ માનતો ન હતો. આથી આખા ગામમાં એને વધારે પડતું કોઈ ઓળખતું પણ ન હતું.
મુકેશના ઘરે ભલે પ્રકાશ ના પોહચતો હોય. પરંતુ દરરોજ રાતે ગામ આખા કરતા વધુ અવાજ તો ત્યાંથી જ સાંભળવા મળતો. અને કદાચ આ કારણથી પણ મુકેશને ગામ આખું ઓળખતું હતું. આ વધારે પડતો અવાજ થવાનું એક કારણ મુકેશ અને એની પત્ની વચ્ચેના સબંધોની તિરાડ પણ હતી. પરંતુ આજે મુકેશના ઘરમાંથી પણ કોઈ જ અવાજ સંભળાઈ રહ્યો ન હતો. અને આ અવાજ ના સંભળાયો માટે આજે તો આખું ગામ પણ હેરાનીમાં હતું. અને આમને આમ રાત વીતી રહી હતી. ગોરખાઓનો અવાજ વધારે ને વધારે ગાઢ થતો જતો હતો. અને મુકેશ કે એની પત્ની બન્ને માંથી કોઈનો અવાજ ન સાંભલાવવાના કારણે ગામમાં રહેલા અમુક પંચાતીયાના પેટમાં પાણી ટકી રહ્યું ન હતું. એમને તો એમ જ હતું કે, બસ કાલની સવાર પડે અને પોહચી જાય મુકેશના ઘરે. જ્યાં એ ક્યારેય નથી ગયા ત્યાં જવા માટે એમના પગો આજે થરવરી રહ્યા હતા.
સવાર થઈ ગોરખાઓની બાંગ સંભળાવવાની શાંત થઈ અને કુકડાની બાંગ જેવી જ સંભળાઈ કે આખું ગામ મુકેશના ઘર આગળ જમા થઈ ગયું. બધા ઘરની બહાર ઉભા હતા. અને ત્યાં મુકેશના ઘરનો દરવાજો બંધ હતો. લોકોને હવે એ જાણવું હતું કે, કાલે એના ઘરેથી અવાજ કેમ સંભળાઈ રહ્યો ન હતો? શું થયું હતું કાલે?
બધા શાંત ત્યાં ઉભા હતા અને એ જ સમયે ગામ સરપંચ રેહાન સાહેબને ત્યાંથી નીકળવાનું થયું. મુકેશના ઘરની આગળ આટલી ભીડ જોઈને એ પણ થોડા સમય માટે ચોકી ગયા. પછી રેહાન સાહેબ પણ એ ભીડમાં પ્રવેશ્યા અને ત્યાં ઉભેલા અમીચંદને એમણે પૂછ્યું. " શુ થયું અમીચંદ કેમ બધા અહીં જમા થયા છો? બધાને કઈ કામ નથી કે શું? "
" સાહેબ કામ તો છે બધાને. પણ કાલ ની વાતનો આ મુકેસીયાના ઘરેથી કોઈ અવાજ સંભળાયો નથી. દરરોજ આખા ગામ કરતાય વધારે અવાજ અહીંથી આવે છે. અને અચાનક એ બંધ થઈ જાય તો જાણવાની ઈચ્છા કોને ન થાય. કે થયું શુ હશે? અને આ જ કારણે અમે બધા અહીં ભેગા થયા છીએ. અને અમે કેટલાય સમયથી અહીં ઉભા છીએ પણ કોઈ અમને દેખાયું ય નથી કે કઈ સંભળાયું ય નથી. ખબર નઈ થયું શુ છે? " અમીચંદે બધી વિગત જણાવતા કહ્યું.
" તો અહીં જ કેમ ઉભા છો જાઓ અંદર અને જોઈલો શું થયું. પછી વળગો બધા પોત પોતાના કામે. " રેહાને સાહેબ બધા સામે જોતા કહ્યું. અને બધાંના મોં પર રહેલા હાવભાવનું નિરીક્ષણ પણ કર્યું. નિરીક્ષણ કરતા એમને એક વસ્તુ જાણવા મળી કે એ ભીડમાંથી કોઈ મુકેશના ઘરમાં જવા તૈયાર ન હતા. ખબર નહિ કેમ પણ એ જવા તૈયાર ન હતા. માટે રેહાન સાહેબે વધારે કોઈને સમજાવવા કરતા ખુદ જ તપાસ કરવું મુનાસીબ સમજ્યું. માટે એ મુકેશના ઘર તરફ વળ્યા અને એના ઘરની સીડીઓ ચડવા લાગ્યા. હવે ત્યાં ઉભેલા દરેકના મનમાં એક જ વિચાર ચાલી રહ્યો હતો કે શું થશે હવે.
રેહાન સાહેબ હવે મુકેશના દરવાજે પોંહચી ગયા. હવે બસ વાર હતી તો દરવાજાને ખોલવાની. લોકોની નજર બસ એ દરવાજા સામે જ મંડાયેલી હતી. અને જેવો જ દરવાજો ખુલ્યો કે,...
દરવાજો ખુલતાની સાથે જ રેહાન સાહેબ ઉપર કોઈક પડ્યું. સાહેબ પણ પહેલા તો થોડા ઘભરાઈ ગયા. ત્યાં સુધીમાં બધા લોકો એમની પાસે આવી પહોંચ્યા હતા. અમીચંદ અને ગામના બીજા લોકોએ મળીને રેહાન સાહેબ અને એ ઉપર પડેલાને માણસ બન્ને ઉભા કર્યા.
સરપંચ થોડા સ્વસ્થ થયા. અને લોકો એ પેલા બીજા માણસને ત્યાં પડેલા ખાટલામાં સુવરાવ્યો.
આ શું ?
આતો પેલો મુકેશ જ હતો. લોકોના મનમાં હવે ઘણીબધી અટકળો ચાલવાનું ચાલુ થઈ ગયું હતું. ' મુકેશને શુ થયું હશે? એ કેમ આમ બેહોસ પડ્યો હશે? કાલે રાતે એવું તો શું થયેલું તે એના અને એની પત્ની વચ્ચે બોલચાલ થયેલી નહિ? એની પત્ની ક્યાં છે ? '
આ બધી અટકળો વચ્ચે રેહાન સાહેબ બોલી ઉઠ્યા. " આના પર પાણી છાંટો કોઈ. ઉઠાડો કોઈ આને. "
આ બધી અટકળો વચ્ચે રેહાન સાહેબ બોલી ઉઠ્યા. " આના પર પાણી છાંટો કોઈ. ઉઠાડો કોઈ આને. "
ત્યાં ઉભેલા માંથી એક જણે ત્યાં પડેલા માટલાને લઈને તેમાં પડેલા પાણીને મુકેશ પર છાંટયું. અને પછી બધા એક તરફ થઈ ગયા. અને રેહાન સાહેબ એની સમક્ષ જઈને ઉભા રહ્યા.
જેવી જ મુકેશની આંખો ખુલી અને રેહાન સાહેબને સામે જોયા કે, એને લાગ્યું કે એની ચોરી પકડાઈ ગઈ છે. માટે એને તરત જ ઉભો થઇ અને સાહેબના પગ પકડી લીધા.
" મને માફ કરીદો રેહાન સાહેબ. મહેરબાની કરી મને માફ કરીદો. મારી ભૂલ થઈ ગઈ. હવેથી હું આવું નહિ કરું. મને માફ કરીદો. "
ત્યાં ઉભેલા ગામ લોકોના મનમાં હવે એ જ અટકળો ચાલી રહી હતી કે આ મુકેશ માંફી શેની માંગી રહ્યો છે. ત્યાં જ એ અટકળોનો વેધ તો એક પ્રશ્ન મુકેશને રેહાન સાહેબે પૂછ્યો.
" એય મુકેશીયા તું શેની માફી માંગી રહ્યો છે? શુ થયું? કે'ક સમજાય એમ બોલ. " પહેલા તો મુકેશે ડરાવ્યાં અને પછી આમ ઉલજન ભરી વાતો કરી રહ્યો હોવાથી સરપંચ ને હવે ગુસ્સો આવ્યો માટે એમને મુકેશને ધમકાવતા કહ્યું.
" સાહેબ મને માફ કરીદો. મારાથી બઉ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે તો હું જીવવા લાયક નથી રહ્યો. આપ ચાહો તો મને જે સજા આપવી હોય તો આપો પણ મને માફ કરીદો. " મુકેશે હાથ જોડતા અને સરપંચ ના પગ પકડતા કહ્યું.
આ બધું જોઈ રહેલા બધાને હવે કઈ સમજાઈ રહ્યું ન હતું. આ શું થઈ રહ્યું છે. આથી સરપંચ ના સાથે રહેલા આગળ આવી પહેલા તો મુકેશને એક લાફો ચોડી દીધો. પછી પૂછ્યું " બોલ હવે શું થયું? અને તું આ માફી શેની માંગી રહ્યો છે. "
મુકેશને એ લાફો પડવાને કારણે હવે એને રડવાનું બંધ કરી દીધું હતું. અને હવે એ ડુસકા ભરતા ભરતા કહી રહ્યો હતો.
" સરપંચ સાહેબ, મારે અને મારી ઘરવાળીને અમારા અંગત કારણોસર બનતું ન હતું. માટે અમારી વચ્ચે ઝગડા થતા રહેતા હતા. અને એ વાતની તો આખા ગામને પણ ખબર જ છે. તો બસ એવું કંઈક કાલે પણ બન્યું. અમે બંને કાલે અમારા એક સંબંધીના ત્યાં ગામત્રે ગયા હતા. ત્યાંથી અમે પાછા આવી રહ્યા હતા અને એને અડધા રસ્તે જ આ બધું ચાલુ કરી દીધું. ત્યાં ગાડીમાં બધા અમારી તરફ જ જોઈ રહ્યા હતા. હું ત્યાં એને શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. અને એ આ બધું જોઈને વધુને વધુ કરી રહી હતી. એમને એમ ગમે તેમ કરી હું એને ઘરે લઈ આવ્યો.
ઘરે આવતાની સાથે જ હું પણ આ રોજ રોજની મગજમારીથી થાકી ગયો હતો. માટે એ એને કહ્યું કે, હું આ બધાથી થાકી ગયો છું. હવે જો વધારે થયું તો હું સહન નહિ કરી શકું અને દવા પીને મરી જઈશ. આ કહ્યા છતાં પણ એ તો ઝગડો બંધ કરવાનો નામ જ નહતી લઈ રહી. માટે હું અંદર આવી મારી પાસે પડેલી થોડી ઉંઘની ગોળી લઈને હું સુઈ ગયો. અને એની બાટલી ત્યાં જ પડી રહી. જ્યારે એને બહારનું બધું કામ પતાવી એ અંદર આવી અને એને જોયું કે હું ખાટલામાં પડ્યો છું. અને મારી બાજુમાં આ બોટલ પડી છે. એને એમ થયું કે હું આ દવા પીને મરી ગયો છું. અને આ બધું એ સહન ના કરી શકી. કેમ કે, ક્યાંકને ક્યાંક એને પણ મારી ચિંતા હતી અને મને પણ એની હતી.
એને એમ લાગ્યું કે, એનાથી ત્રાસી મેં દવા પી લીધી છે. અને એ પી ને મરી ગયો છું. માટે એને પણ આ દુનિયા છોડવાનું વિચારી લીધું. અને એ પણ ગળે ફાંસો લગાવીને ઘરમાં લટકી ગઈ.
એ પછી મને જ્યારે હોશ આવ્યો. અને મેં આ બધું જોયું તો હું પણ ડઘાઈ ગયેલો. અને આ જ કારણથી કાલ રાતનું મારુ ઘર આમને આમ બંધ હતું. હું ઘરમાંથી બહાર નીકળતા ડરી રહ્યો હતો. માટે મેં ફરીથી ઉંઘની દવા પી લોધેલી પણ મને કંઈ થયું નઈ. અને આજે તમે મને બહાર લાવી મારા પર પાણી રેડયું અને જેવા તમને જોયા એટલે મને લાગ્યું તમારા સિવાય મને કોઈ બચાવી શકે એમ નથી. અને આમ પણ આ હમણાં ધણી તમે છો તમે જ મને બચાવી શકો છો. માટે તમારી સામે બધું સાચું સાચું કહી દીધું.અને મારી ભૂલની કબૂલાત કરી દીધી. હવે તમે મને બચાવશોને.... " મુકેશે આશા ભરી નજરે સરપંચ સામે જોયું.
સરપંચે બધી પરિસ્થિતિને સમજી પછી મુકેશ તરફ હકારાત્મક રીતે માથું હલાવ્યું. અને સાથે સાથે ગામ લોકોએ ઘરમાંથી બહાર લાવેલી મુકેશની પત્નીની લાશના છેલ્લા દર્શન કર્યા. અને પછી વિચારવા લાગ્યા, " ભવ્ય છે આમનો પ્રેમ જીવ્યા તો પણ ઝગડા સાથે. અને બન્ને એ એક સાથે મરવું પણ પસંદ કર્યું તો પણ આ ઝગડાના કારણે જ... "
ગામ લોકોને અંતિમસંસ્કાર ની તૈયારી કરવાનું કહી, સરપંચ મુકેશને લઈ સ્મશાન તરફ ચાલવા લાગ્યા....
Note: મારા આવી જ ટૂંકીવાર્તાઓ તમને પસંદ પડે અને જો તમારે આવી બીજી ઘણી વાર્તાઓ વાંચવી કે જોવી હોય તો મારી સાથે જોડાઇ શકો છો. એ માટે મને ફોલ્લો કરો અમને આના પર 👉👉👉 Gujarati Stories પર.
લેખક:-
વિકાસ મનસુખલાલ દવે.Instagram:- @valam_ni_yado
@unstoppable_writer
@ek_lekhk
YouTube:- /VikasDave
FaceBook:- @Er. Vikas Dave
તમારો અભિપ્રાય જણાવો vikashdave92@gmail.com પર.
0 ટિપ્પણીઓ
Plz do not enter any spam link in the comment Box.