એક ભિખારી પ્રેમી ભાગ-૧
" ઉઠ..... ઉઠ..... નાલાયક. તું અહીં શુ કરે છે ચાલ નીકળ અહીંથી......" બસસ્ટેશન પાસે રહેલી એક દુકાનના માલિકે રેહાનને ભિખારીની જેમ ધકલાવતા કહ્યું. અને ત્યાં રેહાન પોતાની જે રાજાશાહીવાળી ઊંઘ લઈ રહ્યો હતો. એના માંથી એ જાગ્યો અને થોડો ડરતા ડરતા ત્યાંથી કંઈપણ કહ્યા વગર નીકળી ગયો.
આમતો રેહાન બઉ સારા ઘરનો છોકરો હતો. અને એના રહેણી-કેહણી પણ શાહી મિજાજવાળી હતી. પરંતુ આજે એ દુકાન માલિકે રેહાનને એનો ડોળ જોઈને ધકલાવ્યો હતો. આજે એનો ડોળ આબેહુબ એક ભિખારી જેવા દેખાઈ રહ્યા હતા. એના કપડાં તો એવા મેલાડાટ દેખાઈ રહ્યા હતા કે, કદાચ હવે એના પર કોઈએ કાળો રંગ પણ નાખી દે તો પણ એના કપડામાં કંઈજ ફરક પડે એમ ન હતો. માથા અને દાઢીના વાળ પણ એટલા વધી ગયા હતા કે જો એ પોતે એને સરખા ના કરે તો એનું મોં સાફ સાફ જોઈ શકવામાં પણ તકલીફ થતી. અને એમાં પણ વાળ ઘણા સમયથી ધોઈ અને સાફ ન કર્યા હોવાથી એમાં એટલી ગૂંચ થઈ ગઈ હતી અને એને ઉકેલવાનો હવે એક જ ઉપાય હતો અને એ હતો બસ હવે એને કપાવી નાખવા એ જ એના સિવાય બીજો ઉપાય કઈ જ દેખાઈ રહ્યો ન હતો. એની આંખોના ડોળા લાલ ચટ્ટાક ટામેટા જેવા થઈ ગયા હતા. અને આંખોની આજુબાજુ કાળા-કાળા કુંડાળા થઈ ગયા હતા અને આંખોથી લઈને ઠેટ ગાલના નીચેના છેડા સુધી પાણી વડે લીસોટા ખેંચાયા હોય એવું લાગી રહ્યું હતું. અને એ લીસોટા બીજા કોઈના નહિ પરંતુ રેહાનની આંખો માંથી વહેલા આંસુઓના હતા. માટે એ કુંડાળા રેહાનના રાતના ઉજાગર અને એ લીસોટાઓ વહેલા આંસુઓની સાક્ષી પૂરતા હતા. એના પગમાં એ રેડચીફના ફાટેલા-તૂટેલા બુટ પહેરેલા હતા. તો પણ એની ચાલવાની રીતમાં તો પહેલા કરતા કોઈ ફેરફાર આવ્યો ન હતો. પહેલા પણ એ એક યુવરાજની જેમ ચાલતો હતો અને આજે આવી પરિસ્થિતિમાં પણ એની ચાલવાની રીત તો એક યુવરાજ જેવી જ હતી.
દુકાનદારના બોલવાના કારણે એ થોડો ડરી ગયો હતો. એ હવે ડરી-ડરીને આગળ વધી રહ્યો હતો. જાણે કે એને કોઈક વસ્તુનો ડર સતાવતો હતો. કદાચ એને એ વાતનો ડર હતો કે, કોઈ એને શોધી ના લે. માટે પણ એ પોતાની ઓળખ છુપાવતો હતો. ખબર નહિ એના મનમાં હમણાં શુ ચાલી રહ્યું હતું. પરંતુ એના દેખાવ અને એની વર્તણુક પરથી એટલું સાબિત થઈ રહ્યું હતું કે, એ માનસિક રીતે અશાંત છે અને એ જ કારણે એને આ રીતે ભિખારી બનાવી દીધો છે. માટે એ આ ભિખારી વેશે એ ફરી રહ્યો હતો. પોતાની કંઈપણ સાર-સંભાળ લીધા વગર.
રેહાન ત્યાં બસસ્ટેન્ડમાં ફરી રહ્યો હતો. ત્યાં જ એને ના જાણે કોઈએ પાછળથી આવી અને જોરથી પકડી દીધો. રેહાન ખુદને છોડાવવાની પૂરતી કોશિશ કરી રહ્યો હતો. પણ તે એ ના કરી શક્યો. અને પછી તો કોઈ બીજા વ્યક્તિએ આવી એને બેભાન થવાની દવા સુંઘાડી અને પછી શુ થયું એ રેહાન ખુદને ખબર ના રહી.
સાંજના ૪:૦૦ વાગી રહ્યા હતા. હવે રેહાનને ધીરે ધીરે હોશ આવી રહ્યો હતો. એની આંખો અને હાથ હવે ધીરેધીરે હલી રહ્યા હતા. એની આંખો હવે એ ખોલી રહ્યો હતો. જેવો એ પૂરેપૂરો હોશમાં આવી ગયો. એને જોયું કે, એની આજુબાજુ ઘણા બધા લોકો ઉભા છે. અને એ બધાની આંખોમાં ખુશીના આંસુ દેખાઈ રહ્યા હતા અને એ બધા રેહાનના હોશમાં આવવાની રાહ જોઈ રહ્યા છે. અને એમને લાગ્યું કે, હવે રેહાન સાથે વાત કરી શકાય એમ છે ત્યારે એ ટોળા માંથી એક મહિલા રેહાનને ગળે લગાવી જોરજોરથી રોવા લાગી અને રડતા રડતા બોલી, " રેહાન..... બેટા અમને છોડીને તું ક્યાં ચાલ્યો ગયો હતો. તને ખબર છે અમે આ એક વર્ષમાં તને ક્યાં ક્યાં નથી શોધ્યો છે? શહેર, રાજ્ય, દેશ બધાના ખૂણે ખૂણામાં અમે તને શોધ્યો. પરંતુ તારી ભાળ અમને ક્યાંય ના મળી. પરંતુ કદાચ અમે ક્યાંક જાણતા-અજાણતા સારા કામ કર્યા હશે કે, આજે સવારે અમને પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે, તું અહીં અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેશનમાં જોવા મળ્યો છે. અને પોલીસવાળા તને પકડીને અહીં આ એસાઈલમ હોમમાં લાવી રહ્યા છે માટે તને મળવા માટે એમને અમને અહીંનું સરનામું આપ્યુ. તારી આ ખબર જાણીને મારા હૃદયમાં ખુશી ફૂલી સમાતી નહતી. કેમ કે હું આમતો છું તો એક માં જ ને. જેને પોતાનો ખોવાયેલો યુવાન દીકરો પુરા એક વર્ષ પછી પાછો મળતો હોય તો એ માંને ખુશી શું ના થાય?" એટલું કહી એ મહિલા શાંત થઈ ગયા અને પોતાની આંખોમાં આવેલા આંસુ લૂછતાં લૂછતાં એ બાજુમાં ચાલ્યા ગયા. એમની આ વાતો પરથી અને એમને છેલ્લે જણાવ્યું એ પરથી સાબિત થતું હતું કે, એ રેહાનની માતાજી જ હતા.
રેહાનની મમ્મી આટલું બધું એની સામે બોલી ગયા હતા. પરંતુ એની રેહાન પર કોઈ જ અસર વર્તાઈ રહી ન હતી. આ જોતો દરેકને કોઈક ને કોઈક અંશે દુઃખ પણ થઈ રહ્યું હતું. અને આ જોતા ત્યાં ઉભેલા પોલીસવાળા અને ડોક્ટરોને પણ અજુકતું લાગી રહ્યું હતું. માટે એમને રેહાનના ધરવાળાઓને ત્યાંથી બહાર આવી જવા કહ્યું. હવે રેહાનવાળા એ રૂમમાં ત્રણ જ વ્યક્તિઓ હાજર હતા. એમાંથી એક પોલીસ ઇન્સ્પેક્ટર હતા. બીજા ડોક્ટર અને ત્રીજો રેહાન પોતે.
" હેલ્લો રેહાન. મે ડોક્ટર જુનજુનવાલા છું. અને એ તારી સામે ઉભાને એ ઇન્સ્પેક્ટર ત્રિવેદી હે. તારા નાનપણના દોસ્તાર એમને તું ઓળખે કે ની. " ડો. જુનજુનવાલાએ પોતાની અને ઇન્સપેક્ટર ત્રિવેદીની ઓળખાણ આપતા કહ્યું. પછી પોતાની વાત આગળ વધારતા એમને કહ્યું, " રેહાન મે તને હું પૂછતો-તો કે, હમણાં તારી સાથે જે વાત કરતા હતા એમને તું ઓળખે કે? એ શુ કે'તા-તા તું સમજ્યો કે?" આટલા સવાલો કરતા પણ રેહાન તરફથી કોઈ જ પ્રતિઉત્તરના મળવાને કારણે ડોક્ટરને થોડો ગુસ્સો આવ્યો અને એ ગુસ્સો એમને રેહાન પર જ ઉતરતા કહ્યું, " એ વાયડીના તને જ કઉ હું. તને સમજમાં ની આવે કે? "
ડોક્ટર જુનજુનવાલાનો ગુસ્સો જોઈ હવે રેહાન થોડો વધુ ડરી ગયો હતો. આ જોતા ઇન્સપેક્ટર ત્રિવેદીએ સમય અને સંજોગને સમજતા બધી વાત પોતાના હાથમાં લીધી. અને રેહાનને શાંત કરી એને નિશ્ચિત રહેવા કહ્યું. પછી એમને પોતાના તરફી રેહાન સાથે વાત ચાલુ કરી.
" ઓય..... રેહાન, યાર તું મને તો ઓળખે જ છે ને. હું તારો મિત્ર નિશિથ, નિશિથ ત્રિવેદી. આપણે બાળપણથી સાથે છીએ. હમણાં બે વર્ષથી હું શુ પોલીસની તૈયારી કરવા ગયો. તે આ તારો હાલ શુ કરી નાખ્યો છે યાર. આ બધુ શુ છે? તે આ બધું કેમ કરી લીધું યાર? ( રેહાન તરફથી હજી પણ કોઈજ જવાબ ના મળતા.) ભાઈ કઈક તો બોલ તો હું તારા માટે કઈક કરી શકું. મહેરબાની કરી કઈક બોલ....." રેહાનને આટલું સમજાવતા-સમજાવતા નિશિથ ગળગળો થઈ ગયો.
આ બધુ જોતા રેહાન બસ એટલું બોલ્યો, " કોણ નિશિથ? કોણ મારો નાનપણ નો મિત્ર? હું તમને નથી ઓળખતો. "
" શુ કહ્યું તે? તુ મને નથી ઓળખતો મને? (થોડીવાર નિશિથ શાંત રહ્યો પછી પાછો બોલ્યો.) રેહાન ચાલ એક કામ કર ખા' તુ મારી સોગંધ કે તુ મને નથી ઓળખતો. પછી હું માની લઉં કે તું મારો મિત્ર નથી બસ. " કેમ કે, નિશિથને ખબર છે કે એ કઈ પણ કરી લેશે પણ એ પોતાની મિત્રતાની અને પોતાની મિત્રની સોગંધ ખોટી નઈ ખાય. અને.....
" શુ કહ્યું તે? તુ મને નથી ઓળખતો મને? (થોડીવાર નિશિથ શાંત રહ્યો પછી પાછો બોલ્યો.) રેહાન ચાલ એક કામ કર ખા' તુ મારી સોગંધ કે તુ મને નથી ઓળખતો. પછી હું માની લઉં કે તું મારો મિત્ર નથી બસ. " કેમ કે, નિશિથને ખબર છે કે એ કઈ પણ કરી લેશે પણ એ પોતાની મિત્રતાની અને પોતાની મિત્રની સોગંધ ખોટી નઈ ખાય. અને.....
(ક્રમશઃ)
Note: શુ રેહાને નિશિથના ખોટા સોગંધ નહિ લીધા હોય કે પછી પોતાની મિત્રતાને અંતિમ અલવિદા કહી દીધી હશે? જો તમે એ જાણવા માંગતા હોય તો એ માટે જોડાયેલા રહો મારી સાથે અને જુઓ એક ભિખારી પ્રેમી....(ભાગ-૨).
Note: મારા આવી જ ટૂંકીવાર્તાઓ તમને પસંદ પડે અને જો તમારે આવી બીજી ઘણી વાર્તાઓ વાંચવી કે જોવી હોય તો મારી સાથે જોડાઇ શકો છો. એ માટે મને ફોલ્લો કરો અમને આના પર 👉👉👉 Gujarati Stories પર.
લેખક:-
વિકાસ મનસુખલાલ દવે.Instagram:- @valam_ni_yado
@unstoppable_writer
@ek_lekhk
YouTube:- /VikasDave
FaceBook:- @Er. Vikas Dave
તમારો અભિપ્રાય જણાવો vikashdave92@gmail.com પર.





0 ટિપ્પણીઓ
Plz do not enter any spam link in the comment Box.