નિયતિ | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave

નિયતિ | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave

તારીખ : ૧૫/૧૦/૨૦૧૮

          નારણપુરા ના એક કેફે માં રેહાન અને ઉજાલા બેઠા હતા. બન્ને ની એકબીજા સાથે ની આ પહેલી મુલાકાત હતી. માટે પોતાની વાત ક્યાંથી શરૂ કરવી એ બન્ને માંથી કોઈને સમજાઈ રહ્યું ના હતું. કેમ કે, રેહાન બઉ શાંત છોકરો હતો. એને કોઈપણ સાથે વાત કરતા થોડો સમય લાગતો. જ્યારે એને કોઈ સાથે સરખું અનુભવાય ત્યારે જ એ સામેવાળા સાથે વાત કરી શકે. અને એના સાથે હળીમળી શકે. અને એનામાં એક બીજી પણ ખાસિયત એ હતી કે જ્યારે સામેવાળા વ્યક્તિ સાથે એ હળીમળી જાય એ પછી એ ખુદને સામેવાળા સાથે એકઝસ કરવામાં માનતો. અને સામે બેસેલી ઉજાલા. એ આમ તો બિન્દાસ્ત હતી. પરંતુ એ સ્વભાવે શરમાળ અને કોઈ વ્યક્તિ સાથે એક જ મુલાકાત માં વાતો કરવામાં થોડો ક્ષોભ અનુભવતી. માટે આજે તો બન્ને એક જેવા ભેગા થયા હતા. અને બસ એકબીજા સામે જોઇને નિખાલસ હાસ્ય એકબીજા સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા હતા. કેમ કે, બન્ને માંથી કોઈપણ પાસે વાત શરૂ કરવા માટે કોઈ વિષય જ ન હતો.

          આમતો અમારી તરફ એક કહેવત છે કે, જ્યારે એક જેવા બે પદાર્થ કે વ્યક્તિ ભેગા થાય ત્યારે એમનું ક્યારેય ભેગું ના આવે. પરંતુ આ પ્રથમ મુલાકાત પરથી તો એવું લાગી રહ્યું ના હતું.

          કેફેના પરિસરમાં નીરવ શાંતિ છવાયેલી હતી. પરંતુ થોડા સમય પછી કદાચ એ મુલાકાતને એ શાંતિ પસંદ પડે એમ ન હતી. માટે જ કદાચ ત્યાં વેઈટર આવી ઉભો રહ્યો અને બોલ્યો, " હેલ્લો, આપ કઈ ઓર્ડર આપવાનું પસંદ કરશો."
બન્ને લોકો એકબીજાની આંખોમાં ખોવાયેલા હતા એમની એ એકાગ્રતા તૂટી ગઈ. રેહાને પહેલા વેઈટર તરફ જોઈને કઈક વિચાર્યું અને પછી ઉજાલા તરફ જોઈ ઉજાલા ને ઓર્ડર આપવા જણાવ્યું. કેમ કે, એ કોઈપણ સાથે જાય એ સામેવાળાને જ કંઈપણ ઓર્ડર આપવા માટે આગ્રહ કરતો. કેમ કે, એ બધું જ ખાઈ લે પરંતુ એને ક્યાં ખબર હોવાની કે સામે વાળાને શું પસંદ છે અને શું નહીં. માટે એ એવો જ આગ્રહ રાખતો કે સામેવાળો જ કંઈક મંગાવે જેથી કઈ પસંદ નાપસંદ નો વાંધો આવે નહિ.

નિયતિ | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave

          ઓર્ડર આપવાના રેહાનના એ આગ્રહને ઉજાલા ટાળી શકી નહીં. અને એને બે કોફી ઓર્ડર કરી. હવે કોફી આવે ત્યાં સુધી એમના પાસે સમય હતો અને એમાં એ લોકોએ પોતાની વાતો ચાલુ કરવાની હતી. રેહાનને લાગ્યું કે, જો વાત ચાલુ નહિ થાય તો બસ અહીં થોડીવાર બેસી નીકળવાનું થશે અને કઈ વાત આગળ નહિ વધે માટે લાવને પ્રથમ પ્રયત્ન હું કરું. અને આટલું વિચારી એ કઈક બોલવા જતો જ હતો કે સામેથી ઉજાલા બોલી ઉઠી, "રેહાન તમારો બિઝનેસ પ્રત્યેનો અભિપ્રાય શુ છે?"
રેહાનને પ્રથમ તો આ મુલાકાતમાં આવો પ્રશ્ન સાંભળીને થોડુ હસુ આવ્યું પરંતુ એને પોતાની એ હસી કાબુ કરી પોતાની એ વાત આગળ ધપાવી, " દેખ ઉજાલા. હું એક ખેડૂત પુત્ર છું. મેં મારા બાળપણથી જ માટી અને ખેતરો જોયા છે. માટે મેં ક્યારેય બિઝનેસ વિશે વિચાર્યું નથી. અને હા વિચારી પણ નહીં શકું. કેમ કે, અમારા લોકોના વિચાર નોકરી સુધી સીમિત હોય છે. અમારે જો કોઈ ધંધામાં જોખમ લેવાનું હોય છે એ છે ખેતી અને એમાં અમે લઈ લઈએ છીએ. પણ એ સિવાય અમે બીજા કોઈ ધંધાનું વિચારી શકતા નથી. બસ એના સિવાય તો અમે નોકરી વિશે વિચારી શકીયે છીએ. અને હમણાં પણ હું એના વિશે જ વિચારી રહ્યો છું. કેમ કે ધંધામાં કોઈ જ વાત નું તમને ધ્યાન ન રહે કે, તમે ક્યારે છો અને ક્યારે નહિ. પરંતુ હ નોકરી માં તમે હરહંમેશ છો છો અને છો જ એવું રહે. માટે મારા માટે નોકરી બેસ્ટ છે. માટે મેં ક્યારેય બિઝનેસ વિશે વિચાર્યું નથી. અને કદાચ હું ભવિષ્યમાં વિચારીશ પણ નહીં." એટલું કહી રેહાન શાંત થઈ ગયો.

          હવે વારો ઉજાલાનો હતો. હવે એને પોતાની વાત રેહાન સમક્ષ મુકવાની હતી માટે એને પોતાની વાત શરૂ કરી. " રેહાન, મારા મતે હું નોકરી કરતા બિઝનેસ સરખી રીતે કરી અને એના માંથી સારું એવું કમાઈ શકીશ એવું મને લાગે છે. માટે મારે મારો ખુદનો બિઝનેસ ચાલુ કરવો છે. અને લગ્ન પછી તું કહે તો આપણે બન્ને એ જ કરી શકીએ?" ઉજાલા એ પ્રશ્નાર્થ નજરે રેહાન સમક્ષ જોયું. હવે રેહાન થોડો અસમંજસ માં હતો. કેમ કે, એને આ મુલાકાત લગ્ન માટેની મુલાકાત કરતા એના વિચારો ના સોદા માટેની મુલાકાત વધુ લાગી રહી હતી. માટે એ થોડીવાર શાંત રહ્યો અને પછી બોલ્યો, " દેખ ઉજાલા હું નાના અને મધ્યમ કક્ષાના ઘરમાંથી આવું છું. અને કદાચ મારી સાત પુસ્તો સુધી કોઈએ ખુદના ધંધા વિશે વિચાર્યું પણ નહીં હોય અને હું પણ એના વિશે વિચારવા માંગતો નથી. માટે તું મારી સમક્ષ આ વાત ન કરે એ જ આપણા બન્ને માટે સારું રહેશે." એટલું કહી રેહાન શાંત થઈ ગયો. ત્યાં જ કોફી પણ એમના ટેબલ પર આવી ગઈ હતી.

          રેહાનની વાત જેવી જ પુરી થઈ કે ઉજાલા બોલી ઉઠી " દેખ રેહાન હું ખુદનું નામ બનાવવા માંગુ છું અને તું બીજાનું આપણાં વિચારો અહીં જ નથી મળતા તો આગળ શું મળવાના માટે આપણે બન્ને એ એક બીજા સાથે રહેવું મને હિતાવહ નથી લાગતું. માટે તમે મને મળવા અહીં સુધી આવ્યા એના માટે ધન્યવાદ પરંતુ હું તમારી સાથે લગ્ન નહિ કરી શકું મને માફ કરશો. " એટલું કહી એ કોફીનું ૧૦૦ રૂપિયા બિલ ત્યાં કાઉન્ટર પર ચૂકવી અને એકવાર પણ રેહાન તરફ પાછું વળીને જોયા વગર ત્યાંથી એ નીકળી ગઈ. અને બસ આ જ વાત રેહાન સહન કરી શક્યો નહિ કે, ' એક છોકરી એને પોતાનો જીવનસાથી બનાવવાનો એ માટે ના પાડી ગઈ કેમ કે, એ નોકરી કરવા માંગતો હતો ધંધો નહિ.' આ બધું વિચારતા થોડીવાર એ ત્યાં બેઠો અને પછી ત્યાંથી એ નીકળી ગયો.

એ વાતને વર્ષો વીતી ચુક્યા હતા. હવે ઉજાલા અમદાવાદમાં એક માર્કેટિંગ કંપની માલિક બની ચુકી હતી. એને ઘણી મોટી મોટી કંપની ની માર્કેટિંગ કરવાના ઓર્ડર મળતા અને એના માંથી એ બઉ પૈસા કમાઈ લેતી હતી. એ પોતાના જીવનથી હવે ખુશ હતી. એને જીવનમાં જે પામવું હતું હવે એ પામી ચુકી હતી.

નિયતિ | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave

નિયતિ | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave


          એકવાર એ ખુદની ઓફીસ માં બેઠી હતી અને એને એક મેઈલ મળ્યો. એ મેઈલ ઉજાલા ઇલેક્ટ્રિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની નો હતો. આ કંપની ઉજાલાની કંપની સાથે કરાર કરી પોતાની કંપની ની માર્કેટિંગ કરાવવા માંગતા હતા. મારે ઉજાલા એ પ્રથમ તો આખો મેઈલ વાંચ્યો. પછી એ કંપની ની બધી માહિતી ભેગી કરી. કે, કંપની શું બનાવે છે? ક્યાંય કંપની છે? એની માર્કેટમાં વેલ્યુ કેટલી છે? જે એની કંપનીના નિયમો માં જે આવતું હતું એ બધું એને ચેક કરી લીધું. અને એને લાગ્યું કે બધું ઠીક છે પછી એને તરત પાછો એ કંપની ને મેઈલ કરી દીધો કે, " અમે તમારી સાથે કામ કરવા તૈયાર છીએ પરંતુ એના પહેલા અમારી કંપની ના નિયમો મુજબ અમે તમારી કંપની ના મલિક સાથે મુલાકાત કરીશુ તમારી કંપની ની વસ્તુ વિશે જાણીશું અને પછી કરાર પર સહી થશે. જો તમે એ માટે સહમત હોય તો અમને તમારા માલિક સાથેની મુલાકાતની તારીખ મોકલવા વિનંતી."

          ઉજાલા ને થોડા સમયમાં પાછો વળતો જવાબ પણ મળી ગયો અને બધું નક્કી પણ થઈ ગયું. કે, કઈ તારીખે ઉજાલા અને કંપની ના માલિકની મુલાકાત થશે અને કઈ રીતે ત્યારે માલિકનું ઇટરવ્યુ ઉજાલા લેશે. અને જોત જોતામાં એ તારીખ પણ આવી ગઈ.

          ઉજાલા સવારમાં વહેલા તૈયાર થઈ ગયેલી અને એને પોતાના સાથીઓને પહેલેથી જ આ વિશે વાત કરેલી હતી. માટે એ લોકો ઉજાલા ઇલેક્ટ્રિકલ્સની ઓફિસે પહેલેથી જ પોહચી ગયા હતા અને બધું સેટ કરી ચુક્યા હતા. બસ હવે ત્યાં ઉજાલા ની રાહ જોવાઈ રહી હતી. કે, ક્યારે એ આવે અને ઇન્ટરવ્યુ ચાલુ થાય. ત્યાં જ ઉજાલા ત્યાં આવી પોહચી અને બધું પહેલા તો જોઈ લીધું કે બધું ઠીકઠાક છે કે નહીં અને કંપની વિશે થોડું વધુ જાણી લીધું અને પછી ઇન્ટરવ્યુ માટે કંપની ના માલિકને આમંત્રણ આપ્યું કે, "એમને બોલાવો તો આપણે ઇન્ટરવ્યુ ચાલુ કરીયે." ત્યાં ઉભેલા કંપનીમાં કામ કરતા કોઈ વ્યક્તિ એ એને હા પાડી અને પછી ત્યાં ઓફીસમાં બેઠેલા કંપની ના માલિક ને બોલાવ્યા. કંપની ના માલિક જેવા ઓફીસમાંથી બહાર નીકળ્યા અને ઉજાલા અને માલિકની આંખો એક થઈ કે ઉજાલા ની આંખો ફાટી જ ગઈ. એ કઈ જ બોલવા લાયક જ ના રહી કેમ કે, એ કંપની નો માલિક બીજું કોઈ નહિ પણ રેહાન હતો. એ રેહાન કે જેને ઉજાલા થોડા વર્ષો પહેલા બિઝનેસ અને નોકરી માટે કરીને છોડી આવી હતી. આજે એ જ ઉજાલા રેહાનની કંપની માટે પોતાની કંપની ને નોકરી પર રાખી એ ખુદ રેહાન માટે કામ કરવાની હતી.

નિયતિ | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave

          રેહાન પણ થોડો સમય ઉજાલા સામે એકી ટશે જોઈને ઉભો રહ્યો. પરંતુ થોડા જ સમયમાં પાછો પોતાના મગજને બીજી તરફ વળતા એને પોતાની ઓફિસમાં કામ કરતા એક વ્યક્તિને કહ્યું, " મેડમને પાણી આપો. કદાચ એમને કઈક થતું લાગે છે."
એ વ્યક્તિએ ઉજાલા ને પાણી આપ્યું. અને પછી ઉજાલા એ ઇન્ટરવ્યુ ચાલુ કર્યું.
" હેલ્લો સર... હું ઉજાલા છું. આપણું નામ અને તમારા વિશે થોડું કઈક જાણી શકું તમારા શબ્દોમાં?" ઉજાલા એ થોડા લડખડાતા અવાજે પૂછ્યું.
" જી અવશ્ય. કેમ નહિ? મારુ નામ રેહાન છે. રેહાન દવે. હું આ ઉજાલા ઇલેક્ટ્રીક્સ નો માલિક છું. હું આમ તો બઉ જ નાના ઘરમાંથી આવું છું. મારા કુટુંબ પહેલા ખેતી કરતું હતું. મારા પપ્પાએ મને ખેતી કરીને ભણાવ્યો અને એમને અને મને આજે એનું ફળ મળી ચૂક્યું છે." રેહાને પોતાના પહેલા જેવા સ્ફુર્તિ ભર્યા અવાજે કહ્યું.
" જી રેહાન જી...." હજી ઉજાલા આગળ કઈક બોલવા જતી હતી ત્યાં રેહાને એને અટકાવી અને તેને કહ્યું.
" તમે મને રેહાનજી ની જગ્યાએ રેહાન કહી શકો છો. આમ પણ આપણી બન્નેની ઉંમર તો એક જ સમાન છે." વાતવરણને હળવું બનાવવા એટલું કહી રેહાન પોતાના નિખાલસ હાસ્ય સાથે હસવા લાગ્યો. અને સાથે સાથે ઉજાલા એ પણ થોડું હસી લીધું. પછી ઇન્ટરવ્યૂ આગળ વધ્યું.
" જી રેહાન તો તમને આ કંપની સ્થાપવાનો વિચાર ક્યાંથી આવ્યો?" ઉજાલા એ પોતાના પ્રશ્નનું તીર પાછું રેહાન તરફ છોડ્યું.

          રેહાન પાછો અંદરોઅંદર થોડું મરકમરક હસ્યો અને પછી એ પ્રશ્નનો જવાબ આપવાનું ચાલુ કર્યું. " મને આ કંપની નો વિચાર મારી એક બેઈજતી પરથી આવેલો. મને હજી યાદ છે એ દિવસ ત્યારે તારીખ હતી ૧૫/૧૦/૨૦૧૮ ત્યારે કઈક એવું બન્યું હતું કે મારી જિંદગી બદલાઈ ગઈ.

          એ દિવસે હું મારી જેની સાથે સગાઈ પુછાય રહી હતી એ છોકરી ને મળવા ગયો હતો. એનું નામ હતું ઉજાલા. ઓહ.... કેવો મેળાપ છે નઈ મારી કંપનીનું નામ ઉજાલા, તમારું નામ પણ ઉજાલા અને એ છોકરીનું નામ પણ ઉજાલા હતું. ચાલો જવાદો એ. તો હું એને પહેલીવાર મળવા ગયેલો. અને ત્યાં અમે બેઠા હતા અને એને ત્યાં પ્રથમ મુલાકાત માં એવી વાત નીકળી કે એ વાત હમણાં હું વિચારું તો મને હસવું આવે છે. (એ થોડું હસતા હસતા બોલ્યો.) લોકો પ્રથમ વાર મળે તો પ્રેમની અને પોતાના લગ્ન જીવન વિશે વાત કરે પરંતુ એને તો સીધી જ ધંધો અને નોકરી બન્ને વચ્ચે ની જ વાતો ચાલુ કરી દીધી. એને પોતાના જીવનમાં ધંધો એટલે કે તમારી ભાષામાં બિઝનેસ કરવો હતો અને હું હતો નાના ધરનો માટે હું તો બિઝનેસ નું તો વિચારી પણ ના શકું. માટે ત્યારે મારી પાસે એક જ વસ્તુ બચી હતી અને એ હતી નોકરી અને ત્યારે હું એ જ કરવા માંગતો હતો.

નિયતિ | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave

          જ્યારે મેં એને મારો આ વિચાર જણાવ્યો તો એને મારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. અને ત્યાંથી કોફીના ૧૦૦ રૂપિયા ચૂકવી અને એ ચાલી ગઈ. અને બસ મને એ ૧૦૦ રૂપિયા જ મારા દિલ પર લાગી આવ્યા. કેફે માંથી તો હું જેમ તેમ કરી નીકળી ગયો પરંતુ ઘરે જઈ ને હું મારા રૂમમાં એકલો પુરાઈ ગયેલો અને એ રૂમમાંથી હું પુરા સાત દિવસે બહાર નીકળેલો. અને ત્યારે બહાર જે રેહાન નીકળ્યો એ રેહાન સાત દિવસના વિચારો પછી જે બની ગયો હતો એ પહેલા કરતા બઉજ અલગ હતો. અને બસ ત્યારથી જ મેં વિચારી લીધું હતું કે કંઈક એવું કરવું છે કે દુનિયા દેખાતી રહે અને એ પછી મેં મારી આ કંપની ની સ્થાપના કરી. અને ત્યારે નામનો પણ પ્રશ્ન ઉદ્દભવેલો. ત્યારે મને ઘણા લોકોએ અલગ અલગ ઘણા નામ સૂચવેલા પરંતુ મારા મનમાં તો એ જ હતું કે, જેને મને આ મુકામ સુધી પહોંચાડ્યો એના નામ પરથી જ મારે મારી કંપની નું નામ રાખવું છે અને પછી મેં એના નામ પરથી જ મારી કંપનીનું નામ ઉજાલા ઇલેક્ટ્રિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ ચાલુ કરી.

          આજે આ કંપની ને પાંચ વર્ષ વીતી ચુક્યા છે. અને આજે એના સપના અને મારા હૃદય પર લાગેલો એ ઘા હજી તાજાને તાજા જ છે. અને એ એક પછી એક સફળતા ના સોપાન સર કરતા જાય છે. આજે મારી પાસે આ કંપની પણ છે. પૈસા પણ છે અને હા અગત્યનું એવું એ નારણપુરનું કેફે પણ હવે મારુ જ છે. એ કેફેને મેળવી ને આજે હું ખુશ છું અને રોજ ત્યાંની જ કોફી સવાર, બપોર, સાંજ કે રાત એકલો એકલો પીધા કરું એને પીને હું ખુશ રહ્યા કરું છું અને કદાચ ઉજાલા પણ મને છોડી ને ખુશ હશે....."

          આટલું કહી રેહાનને પોતાની વાત પર વિરામ આપતા આપતા પોતાના ચશ્મા પહેરી લીધા અને ઉજાલા તરફ જોયું તો ઉજાલા ની આંખોમાં આંસુ હતા. ઉજાલાના એ આંસુ મોતી ના જેમ જમીન પર સરી પડ્યા. અને જેવા એ આંસુ ફરી પાછા ભરાય એ પહેલાં ઉજાલા ઇન્ટરવ્યુ માંથી ઉભી થઇ ત્યાંથી નીકળી ગઈ. બધા એની તરફ જોઈ રહ્યા. રેહાન પણ ઉભો થઇ પોતાની ઓફિસમાં ચાલ્યો ગયો. અને પછી પટ્ટાવાળાને કહી ઉજાલા ને પોતાની ઓફિસમાં બોલાવી.

          જેવી ઉજાલા ઓફિસમાં પ્રવેશી કે તરત જ એ રેહાનને જઈને ગળે લાગી ગઈ અને રડવા લાગી. અને રડતા રડતા કેહવા લાગી " પ્લીઝ રેહાન મને માફ કરીદે મારે એવું નહતું કરવું જોઈતું. પ્લીઝ મને માફ કરીદે."
રેહાને પહેલા એને શાંત કરવી અને જેવી એ શાંત થઈ કે તરત એ બોલી ઉઠ્યો, " એય ઉજાલા. યાર તું આમ રડતી સારી નથી લાગતી. પ્લીઝ તારે ક્યારેય રડવાનું નઈ. આતો બસ ઇન્ટરવ્યુ હતું. અને મેં તો તને ક્યારનીય માફ કરી દીધી છે ચિંતા ના કર. અને દરેકની નિયતિ માં જે લખેલું હોય એ થવાનું જ છે એમાં થોડું રડવા બેસવાનું હોય. એમાતો લડવાનું હોય અને મેં પણ એ જ કર્યું અને હું જીત્યો. અને હા એ જીતના કારણે આજે મારે ફરીથી તને એક વાત કહેવી છે. તું કહે તો કઉ...."
" હા બોલ..... " ખુદને રડતી શાંત કરતા કરતા ઉજાલા એ કહ્યું.
" I LOVE YOU ઉજાલા..... શુ તું મારી સાથે લગ્ન કરીશ? "
રેહાનની આ વાત સાંભળી ઉજાલા ની આંખોમાં ખુશી આવી ગઈ હતી. એને પોતાની ખુશી રેહાનને ફરીથી જોરથી ગળે મળીને દર્શાવી. અને ઉજલાએ રેહાનને " હા " પણ કહી દીધો.

નિયતિ | બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ | Best pratilipi gujarati love stories | વિકાસ દવે | Vikas Dave

ગળે મળીને છુટા પડ્યા પછી રેહાને કહ્યું, " ઉજાલા કોફી પીવી છે તારે? "
ઉજાલા એ હકારમાં મોં હલાવ્યું તો રેહાન કહ્યુ, " તો જઈએ પેલા આપણાં નારણપુરાવાળા કેફેમાં."
ઉજાલા એ ફરીથી એકવાર રેહાનને ગળે લગાવતા કહ્યું, " હા, ચાલ ત્યાં જ જઈએ..... જ્યાં આપણી વાત નો અંત થયો હતો ત્યાંથી જ નવી શરૂઆત કરીએ.... " એટલું કહી એ બન્ને ઓફીસમાંથી બહાર નીકળી ચાલવા લાગ્યા. અને ત્યારે બસ રેહાનની કારમાં એક ગીતની અમુક કડીઓ વાગી રહી હતી....

" સાચા સમયે લાવવો હતો મારે ખુદને દુનિયા સામે,
આજે દેખ હું સામે પણ આવી ગયો,
અને આજે સમય પણ સાચો આવી ગયો..... "
         - વિકાસ દવે (એક લેખક)



Note:   મારા આવી જ ટૂંકીવાર્તાઓ તમને પસંદ પડે અને જો તમારે આવી બીજી ઘણી વાર્તાઓ વાંચવી કે જોવી હોય તો મારી સાથે જોડાઇ શકો છો. એ માટે મને ફોલ્લો કરો અમને આના પર 👉👉👉 Gujarati Stories પર.


લેખક:-

વિકાસ મનસુખલાલ દવે.
Instagram:- @valam_ni_yado
@unstoppable_writer
@ek_lekhk
YouTube:- /VikasDave
FaceBook:- @Er. Vikas Dave
તમારો અભિપ્રાય જણાવો vikashdave92@gmail.com પર.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ