તારીખ- ૦૨/૦૭/૨૦૪૦
રવિવાર એટલે આઝાદીનો દિવસ મોજમસ્તી અને સુવાનો દિવસ અને આજે એ રવિવાર જ હતો. હજી સવારનો સૂરજ ધીરે ધીરે પોતાનો પ્રકાશ આ ધરતી પર પાથરી રહ્યો હતો. અને મી. રેહાને તો આજના દિવસમાં પોતાના પ્રથમવાર ના દિવ્ય પગલાં જમીન પર પડ્યા પણ ન હતા. ત્યાંજ એમનો ફોન રણક્યો. રેહાન હામફળા ફામફળા થતા થતા એ ફોન તરત હાથ માં લીધો. ફોનમાં દેખ્યું તો એ હોસ્પિટલ માંથી એક પરિચારીકાનો હતો. જેવોજ રેહાને ફોન ઉઠાવ્યો. ત્યાંજ, "હેલ્લો, ડૉ.રેહાન. હું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ગીત બોલી રહીં છું. તામારા માટે એક મહિલાનો આપાતકાલીન કેસ આવ્યો છે અને એમાં તમારી બઉ જરૂર પડે એમ છે તો શું તમે જલ્દીથી દવાખાને આવી શકો એમ છો?" આ પ્રશ્ન સામેથી આવતો અવાજ શાંત થયો. આ બધું સાંભળ્યું હોવા છતાં રેહાન હજી ચુપચાપ હતો. એને કઈ જ સમજાતું ન હતું. હજી એ પોતાના પલંગ માંથી સરખી રીતે ઉભો પણ થયો ન હતો અને ત્યાં પણ દિવસનો પહેલો ફોન આવ્યો અને એ પણ દવાખાના માંથી. આ બધું સાંભળી, સમજી અને પછી રેહાને ખુદને આજની પરિસ્થિતિ મુજબ અનુસરણ કરવા ખુદની જાતને આદેશ આપ્યો. અને ફોન માં જવાબ આપ્યો "હા... હું આવું છું તમે બધું તૈયાર રાખો." એટલું કહી રેહાન તરત પોતે પોતાના પલંગ પરથી ઊભો થઈ અને તૈયાર થવા માટે એ બાથરૂમ તરફ ગયો.
રેહાન...
રેહાન આમતો એક બઉ શાંત વ્યક્તિ હતો. એને બીજા થી કઈ લેવાદેવા નહીં અને બીજાને એનાથી. પેશે થી તો આમ એ ડૉક્ટર હતો. પણ ડૉકટર ના કોઈ ગુણ એમાં દેખાય નહીં. પણ હા એ જે તકનીકથી લોકોનો ઇલાઝ કરતો એનો એ બઉ માહિતગાર ડૉકટર હતો. આપના ભારત દેશમાં આ તકનીક થી ઇલાઝ કરતા બઉ ગણ્યા ગાંઠ્યા જ ડૉક્ટરો હતા અને એમાંથી પણ આ રેહાન તો એક હતો. એના વિશે તો એવું કહેવાતું કે દર્દીને જો કોઈની દવા કારગર સાબિત ના થાય તો રેહાનને મળવું એ મરેલામાં પણ જીવ નાખી શકતો. આવી બધી બ્રહ્મ જનક વાતોથી અને રેહાનનો દેખાવ જોઈને જ કોઈ દર્દીઓ કે દર્દીઓના સગા રેહાન પાસે દવા કરાવવા તૈયાર થતા નહીં. પણ હા જે લોકો દવા કરાવતા એ ક્યારેય રેહાનને ભૂલતા નહીં. કારણ એકજ હતું કે, રેહાન જે પણ એના પાસે દવા માટે આવતું એને ક્યારેય દર્દી સમજીને દવા કરીજ નથી. દરેકને એ પોતાના ઘરના સમજીને જ દવા કરતો. કદાચ આથીજ એની દવા તરત કારગર સાબિત થતી અને એજ કારણથી લોકો એને એ પછી ક્યારેય ભૂલતા નહીં. અને હા આટલા બધા સારા ગુણોમાં એક ખરાબ ગુણ પણ હતો એમાં કે એ બીજા ડૉક્ટરોની જેમ ક્યારેય ટાઈમ પર હાજર ના થતો. એનો મતલબ એ નથી કે એને ટાઈમની પડી નતી કે દર્દીનું એ ના વિચારતો. પરંતુ એ જેટલો વહેલો પોંહચવાની કોશિશ કરે હમેશા કોઈક ને કોઈક કારણે એને મોડું થઈજ જાય. અને આજે પણ એવુંજ થયું. એ ઘરેથી તો વહેલો નીકળી ગયો પરંતુ એને વચ્ચે એક ૧૨૦ સેકન્ડનું ટ્રાફીક સિગ્નલ નડ્યું અને એમાં પણ વચ્ચે કોઈક કારણ થી વધુ ટ્રાફિક હતું. આથીજ એને ત્યાં જ ખબર પડી ગઈ હતી કે, આજે પણ એ દરરોજની જેમ મોડો જ પડવાનો છે. પણ એના મનમાં પેલી મહિલા દર્દીનો પણ વિચાર ચાલી રહ્યો હતો. અને અચાનક એ વિચાર ક્યારે એને એના ભૂતકાળમાં લઈ ગયો એ ખબર જ ના રહી.
એ ઘરેથી નીકળ્યો અને એને જ્યારે પહેલું સિગ્નલ નડ્યું. ત્યારે એ પેલી દર્દી મહિલાનું વિચારી રહ્યો હતો અને એને પોતાનો એ ૨૨ વર્ષ પહેલાનો આજનો દિવસ યાદ આવી ગયો એટલે કે ૦૨/૦૭/૨૦૧૮નો દિવસ યાદ આવી ગયો. જ્યારે એ ૨૩ વર્ષ નો હતો અને બસ આ જ રીતે એ દિવસે ઉઠીને કોઈ દર્દી માટે જલ્દીથી હોસ્પિટલમાં જવા નીકળ્યો હતો. એ દિવસે પણ આમજ એ ટ્રાફીક માં ફસાયો હતો અને ઘણાં હૉર્ન વગાડવા છતાં કોઈ રોડ પરથી પોતાનું વાહન પાછું કરવા માટે તૈયાર જ ન હતું. ત્યાંજ એક ૨૦ વર્ષની કુંવારી કન્યા આ રોડ પરના યુદ્ધના મેદાનમાં અને આ વાહનોની જગ્યા માટે ના જંગમાં કુદી પડી. રેહાન આ બધું પોતાની કારમાં બેઠો બેઠો જોઈ રહ્યો હતો અને સાથે સાથે એ પણ વિચારી રહ્યો હતો કે, હવે આ છોકરી કરશે શું? ત્યાંજ એ છોકરીએ જે કર્યું એ જોઈ રેહાન આશ્ચર્યચકિત થઈ ગયો. કારણકે જે કામ પોલીસવાળાઓ એ અથવા તો કોઇ પુરુષે કરવું જોઈતું હતું. આજે એ કામ આ ૨૦ વર્ષની છોકરી કરી રહી હતી. આમ જોતજોતાંમાં તો એ છોકરીએ બધાને સમજાવી દીધા અને બધા ને પોતપોતાના રસ્તે જતા કર્યા. એ આ બધું કરી રહી હતી અને રેહાન હજી પણ એ છોકરીને જ જોઈ રહ્યો હતો. ખબર નહિ કેમ...? પણ કદાચ એને એ છોકરીને જોવી ગમી રહી હતી. અને એ ત્યાંથી હટી ગઈ તો પણ રેહાન એના ખયાલોમાં એટલો ખોવાઈ ગયો હતો કે એને ખબર જ ન હતી કે એના આગળ નું બધુ ટ્રાફિક હટી ગયું છે અને હમણાં સૌથી આગળ એ જ વધ્યો છે. રેહાનને આ ખયાલો ની દુનિયામાંથી નીકાળવાનું કામ પાછળ ઉભેલા એક છકડાવાળાએ કર્યું. પોતાનું હૉર્ન વગાડીને. છકડાવાળા એ ૪ થી ૫ વાર હૉર્ન વગાડ્યા પણ રેહાનને તો કોઈ અસર જ ન હતી. આ બધું જોતા પેલી છોકરી રસ્તાની બાજુમાં ઉભી હતી એ દોડીને તરત રેહાનની કાર પાસે આવી અને કાચ ખખડાવ્યો. એનું એવું કરવાથી રેહાન તરત પોતાના વિચાર માંથી પાછો આવી ગયો અને એને કાચ નીચો કર્યો. જેવો કાચ થોડો નીચો થયો એ છોકરી રેહાનને જેમ તેમ બોલવા લાગી.
"ઓય... મીસ્ટર. દેખાતું નથી ક્યારનીય મહેનત કરી આ ટ્રાફીક ખોલાવ્યું છે અને તમારા જેવા આમીર બાપની ઔલાદ આવી જાય છે ગાડી લઈને અને આમ ઉભી કરી દે છે રસ્તા વચોવચ. ચાલો હવે આગળ વધો જલ્દી, નહી તો પાછું ટ્રાફિક થઈ જશે."
રેહાને આટલું બધું કોઈના મોં થી પહેલીવાર સાંભળ્યું હતું. આટલું સાંભળ્યા છતાં રેહાન એણે બસ ખાલી "આભાર" સિવાય બીજું કંઈના કહી શક્યો. કેમ કે, કદાચ એ કઈ કેહવા માંગતો પણ ના હતો. પણ હા, રેહાનના આભાર નો જવાબ એને તરત પાછો મળી ગયો ખરા. એ છોકરીએ તરત પાછું સંભળાવી દીધું કે, "આ બધું હું કઈ તમારા જેવા એ.સી. ગાડીયો માં ફરવાવાળા માટે નથી કરતી. મારી સાથે પાછળ એમ્બ્યુલન્સ માં એક દર્દી છે એના માટે કરું છું. જેને આપાતકાલીન દવાખાને પોહચાડવાનું છે. એટલે હવે ચાલો આગળ વધો." આ વાત સાંભળીને રેહાનના દિલમાં એના માટે થોડું માન વધારે વધી ગયું પણ એની અમુક વાતોથી રેહાનને ખોટુ પણ લાગ્યું. આથી એને પેલી છોકરીનું વાક્ય પૂરું થતાની સાથે પોતાની કાર પુર ઝડપે હનકારી કાઢી.
હવે એ સિગ્નલ ટળી ગયું હતું હવે કોઈ ટ્રાફીક નો પ્રશ્ન ન હતો. આથી રેહાન પોતાની પુર ઝડપમાં દવાખાને પોહચ્યો. જેવોજ એ દવાખાના માં પ્રવેશ્યો તરત બધા તૈયાર ઉભા હતાં ઓપરેશન ખંડ માં જવા માટે. આ બધું જોઈ સામે ઉભેલા ડૉ. અમીત દવે ને રેહાને પૂછ્યું, "ડૉકટર દર્દી ક્યાં છે? અને એના રિપોર્ટસ...! લાવો હું જોઈ લાઉ." પોતાનું વાક્ય પૂરું કરતા કરતા એને રિપોર્ટ જોવા માટે હાથ લંબાવ્યો.
"ડૉ. રેહાન તમને વહેલા બોલાવી લેવામાં આવ્યા છે. તમારી ટેવના કારણે પણ હા દર્દી આવીજ રહ્યું છે. એ રસ્તામાં જ છે." બંને ડૉક્ટર એક બીજાના મિત્ર હોવાના કારણે ડૉ. દવે એ થોડું મઝાક સાથે કટાક્ષમાં કહ્યું. પણ રેહાને વધુ ધ્યાન ન આપ્યું અને એ વાત હસવામાં નીકાળી દીધી. ત્યાંજ એ લોકોને એમ્બ્યુલન્સ નો અવાજ સંભળાયો અને એ આ અવાજ સાંભળતાની સાથે સતર્ક થઈ ગયા. કારણ કે જે દર્દી આવી રહ્યું હતું. એ પોતાની બીમારી ના છેલ્લા દોરથી નીકળી રહ્યું હતું. આથી, એને તરતજ ઓપરેશન ખંડ માં લઇ બચાવવાની કોશિશ કરવાની હતી. આથી જેવી એમ્બ્યુલન્સ ત્યાં દરવાજા આગળ આવી ઉભી રહી ત્યાં દવાખાનાનો દરેક વ્યક્તિ જાણે યુદ્ધ માટે તૈયાર હોય અને પોતાની તરફ થી છૂટ મળતા મેદાનમાં કુદી પડે એમ કુદી પડ્યા. પણ રેહાન તો ત્યાં પણ સ્તબ્ધ થઈને ઉભો હતો. કારણ... કારણ બીજું કોઈ નહતું બસ કારણ હતું તો પેલી ટ્રાફિકવાળી છોકરી. આ એમ્બ્યુલન્સ એજ હતી જેમાં એ છોકરી આવી રહી હતી. ત્યાં એમ્બ્યુલન્સ માંથી ઉતરતા એની નજર રેહાન પર નહતી પડી પણ રેહાને એને જોઈ લીધી હતી. અને આજ કારણથી હમણાં એ બસ એક પૂતળાની જેમ ઉભો હતો. હવે દર્દી ને એમ્બ્યુલન્સ માંથી ઓપરેશન ખંડ તરફ ખસેડી દેવાયું હતું. અને એ છોકરી પણ એમની પાછળ પાછળ જઇ રહી હતી. ત્યાંજ એની નજર રેહાન પર પડી અને ખબર નહીં પણ રેહાન ને જોતાજ એના મગજ પારો ઊંચો ચડી ગયો અને કઈ પણ વિચાર્યા વગર એ ક્યાં છે એ પણ જોયા વગર એ રેહાન પર તૂટી પડી.
"ઓય... તું અહીં શું કરે છે? મારો પીછો કરે છે? સારી છોકરી જોઈ નહીં કે પીછો કરવાનો ચાલું. તારા જેવા ઘણાં રોમિયો ને મેં જોયા છે અને એમને મેં ઠીક પણ કર્યા છે. ઉભોરે પીછો કરવો છે ને, પોલીસ ને જ ફોન કરીને અહીં બોલાઉ છું. પછી કર પીછો જોઈએ." એ આટલું બોલે જતી હતી. રેહાન ને ધમકાયે જતી હતી. પણ રેહાન એની સામે કોઈ જવાબ આપી રહ્યો ન હતો. બસ, એ તો ખાલી એના ચેહરાને જ ટગર-ટગર જોઈ રહ્યો હતો. કારણકે, એનો ચેહરો ગુસ્સામાં પણ એટલોજ સારો દેખાઈ રહ્યો હતો જેટલો ખુશીમાં હોય. પણ કદાચ આ વાત ક્યાંકને ક્યાંક પેલી છોકરી ને ખટકી રહી હતી. આથી ફરીથી ચાલુ થઈ, "ઓય મિસ્ટર, આમ શું ટગર-ટગર જોઈ રહ્યો છે. જો હમણાં પોલીસ ને ફોન કરું છું એ આવે પછી મને જોયા કરજે. સારું..." હવે એ છોકરી નો પારો સાતમે આસમાને ચડતો દેખાઈ રહ્યો હતો. ત્યાં જ એને ફોન નીકળ્યો અને એ ફોન લગાવતી હતી ત્યાંજ, ડૉ. દવે એ પાછળ થી બુમ પાડી, "ડૉ. રેહાન જલ્દી આવો બધું તૈયાર છે." આ સાંભળતા રેહાન ની મંત્રમુગ્ધતા તૂટી. "હા... આવ્યો." આટલું કહી છેલ્લી વાર રેહાન પેલી છોકરી સામે જોઈ મોં ફેરવી ચાલવા લાગ્યો. કારણ કે આમ દુનિયામાં એ ગમે તે હતો પણ પોતાના કામ પ્રત્યે તો એ સભાનજ હતો.
"ડોક્ટર... અને આ?" હવે આવા ઘણાં પ્રશ્નો એ છોકરી ના મગજ માં ચાલી રહ્યા હતા. ત્યાંજ એક પરીચારિક ત્યાં આવી અને કેહવા લાગી. "મૅડમ, તમારે અહીં તમારા હસ્તાક્ષર કરવાના છે. આ ઓપરેશન ના કાગળીયા છે એટલે." પરિચારિકા એ કાગળીયા એના હાથમાં આપ્યા.
એ છોકરી પોતાના હસ્તાક્ષર તો કરી નાખ્યા એ હસ્તાક્ષર માં પોતાનું નામ એને ભાવિશા લખ્યું પણ એટલું લખતા-લખતા એની આંખમાં આંસુ આવી ગયા હતા. કારણકે, જ્યારે તમારું કોઈ પોતાનું જીવન અને મોત વચ્ચે લડી રહ્યું હોય, અને એ મરી જાય તો બધી જીમેંદારી મારી એવું લખીને આપવું કઈ સહેલું નથી હોતું. અને હમણાં કદાચ એજ વસ્તુ એ છોકરી પર વીતી રહી હતી. આમ તો એ બહારથી બઉ કઠણ હતી. પણ હતી તો મનુષ્ય જ ને. તો આંસુ આવવા એ સ્વાભાવિક વાત છે.

"શું થયું કેમ રડો છો?" પરિચારિકા એ ભાવિશાની આંખમાં આંશુ જોયા ને તરત પૂછ્યું.
"કઈ નહીં એમજ...(આ કહી ભાવિશા ખુદને સંભાળવાની કોશિશ કરી પણ સંભાળી શકી નહીં અને રડવા લાગી અને રડતા રડતા બોલી.) મારી મમ્મી બચી તો જશેને?"
પરિચારિકા એ પોતાના મોં પર નાની મુસ્કાન લાવી અને પછી બોલી,"તમને ખબર છે તમારી મમ્મીને જે મગજ ની બીમારી છે એનું ઓપરેશન એવો વ્યક્તિ કરવાનો છે કે, જે એમાં બઉજ ત્રજજ્ઞ છે. અને હા આખી દુનિયામાં આ ક્ષેત્રમાં જે ગણ્યા ગાંઠ્યા ત્રજજ્ઞો છે એમના માંથી પણ આ એક છે. એમના વિશે એવી માન્યતા છે કે, દર્દીને જો કોઈની દવા કારગર સાબિત ના થાય તો ડૉ. રેહાનને મળવું એ મરેલામાં પણ જીવ નાખી શકે છે. અને તમારી મમ્મીને તો મગજમાં સાદી નસ જ ગનઠાય છે બસ એ તો ડૉ. રેહાન હમણાં થોડી ક્ષણોમાં ઠીક કરી દેશે ચિંતા ના કરો."
"આ ડૉ. રેહાન છે કોણ?" ભાવિશાએ આશ્ચર્ય સાથે પૂછ્યું.
"હમણાં તમે જેમના સાથે વાત કરી રહ્યા હતા એ." આટલું જણાવી પરિચારિકા ત્યાંથી ઉભી થઇ ચાલી ગઈ.

હવે ભાવિશા ના મનમાં બસ એકજ વિચાર ચાલી રહ્યો હતો કે, શું આ આવો લફંગા જેવો લાગતો માણસ ડૉકટર હોઈ શકે ખરો? પણ હવે એને આ વાત માનવાનીજ હતી કારણ કે એ સાચું હતું. ભાવિશાના મનમાં રેહાન પ્રત્યે જે ધૃણા હતી એ હવે ધીરેધીરે ઓછી થતી જતી હતી. અને ભાવિશાના મનમાં હવે રેહાનના જ વિચારો ચાલી રહ્યા હતા. ત્યાંજ રેહાન ઓપરેશન ખંડ માંથી હસતો હસતો બહાર નીકળ્યો. સાથે ડૉ. દવે પણ હતા અને બંન્ને બહાર નીકળતાં વાતો કરી રહ્યા હતા. જેવો ભાવિશા એ રેહાનને જોયો તરત એ ભાગીને રેહાન પાસે ગઈ, "શું થયું? હવે મારી મમ્મીને કેમ છે?" રેહાનને આ અવાજ પાછો કાને પડ્યો અને એ પાછો મંત્રમુગ્ધ થઈ ગયો પણ થોડીવાર માં પોતાને સંભાળતા એને જવાબ આપ્યો," તમારા મમ્મી હવે ખતરા થી બહાર છે અને એમની તબિયત હવે બઉ સારી છે. તમે એમને હમણાં થોડીવાર પછી મળી શકશો." રેહાનના આટલાં શબ્દો સાંભળતાની સાથે હવે ભાવિશામાં એક નવો જોશ આવી ગયો હતો. પણ હજી એના મનમાં રેહાન સાથે પહેલાં કરેલા વર્તનનો સંકોચ પણ હતો. આથી હવે આગળની વાત એ ખચકાતા ખચકાતા કરી રહી હતી. પણ છેલ્લે એને કહી દીધું ખરા કે, "ડૉ. રેહાન. મને માફ કરી દો. મેં તમને બઉ તરત પારખવાની ભૂલ કરી લીધી. મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દેજો." એટલું કેહતા કેહતા ભાવિશા ની આંખમાં આંશુ આવી ગયા. અને રેહાન આ જોઈ શક્યો નહીં.
"ઓહ... મેડમ. મહેરબાની કરી રડવાનું બંધ કરો... મને તમારી કોઈ વાત નું ખોટું લાગ્યું નથી અને હા તમે જે બોલ્યાં એ સાચું પણ છે ને મેં જે લફંગા જેવા કપડાં પહેર્યા હતા અને મારો ડોળ જોઈ ને કોઈ પણ તમે વિચાર્યું એવું જ વિચારે. માટે તમારે ખુદને દોષ આપવાની જરૂર નથી. અને હવે મહેરબાની કરી રડવાનું બંદ કરો..."
ત્યાં ભાવિશા એ ખુદને સંભાળી. પછી રેહાન ત્યાં ઉભો રહે અને વધુ કઈ થાય એના કરતાં ત્યાંથી ચાલવામાં એને ખુદની ભલાઈ લાગી. આથી એ ત્યાંથી ચાલવા લાગ્યો. થોડા જ સમયમાં ભાવિશાના મમ્મી ઓપરેશન ખંડથી બહાર આવી ચુક્યા હતા. અને એના મમ્મીને જોઈને ભાવિશા બઉ ખુશ હતી અને ભાવિશાને ખુશ જોઈને રેહાન પણ બઉ ખુશ હતો.
હમણાં થોડો સમય માટે ભાવિશાને દવાખાના માં રેહવું પડે એમ હતું. અને એના મમ્મીનો કેસ હવે રેહાનને જોવાનો હતો આથી એ બંને ને મળવાનું હવે દરરોજ નું થઈ ગયું હતું. જેમ જેમ દરરોજ એ બંને એકબીજા ને મળતા હતા એમ એમ એ બંન્ને એકબીજા ની ટેવ પડે જતી હતી. હવે ભાવિશાની મમ્મીને દવાખાના માંથી રજા આપી દેવામાં આવી હતી. પણ આ બધા વચ્ચે એક સમય એવો પણ આવી ગયો હતો કે એ બંને હવે દવાખાના સિવાય બહાર પણ મળવા લાગ્યા હતા. કદાચ એ બંને વચ્ચે પ્રેમના તાંતણા બંધાઈ રહ્યા હતા. આમ સમય વીતતા વીતતા ૯ મહિના વીતી ગયા હતા. એમનો પ્રેમ હવે એક પરાકાષ્ઠા એ પહોંચી ગયો હતો. અને હવે એ બન્ને એકબીજા સાથે લગ્નની વાત સુધી પણ પહોંચી ગયા હતા. ભાવિશા એ તો પોતાના ઘરમાં રેહાનની વાત પણ કરી લીધી હતી અને રેહાનને તો આગળ પાછળ કોઈ હતું નહીં આથી કોઈ વાત કરવાનો સવાલ ઉભો થતોજ નથી. પણ આ સમયમાં જ ભાવિશાના મમ્મીને મગજમાં ફરીથી દુખાવો ઉપડ્યો અને એના કારણેજ એમનું મોત થઈ ગયું. એમની લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. ત્યારે જાણવા મળ્યું કે એમનું મોત તો ૧૦ મહિના પહેલા કરાવેલ ઓપરેશનમાં રહી ગયેલી ભૂલથી થયું છે. અને આ વાતની જેવી જ ખબર ભાવિશાને થઈ ત્યારથી જ એના મનમાં રેહાન પ્રત્યેની ઘૃણા પાછી ભરાઈ ગઈ. હવે એ રેહાનનું મોં પણ જોવા માટે તૈયાર ન હતી. એને એમજ લાગી રહ્યું હતું કે આ બધું રેહાને એની એ સમયની વાતનું ખોટું લગાડીને કર્યું છે. માટે હવે એ રેહાન સાથે વાત તો દૂરની વાત છે મળવા પણ તૈયાર ન હતી. અને આ તરફ રેહાન પોતાના જીવન વિશે વિચારી રહ્યો હતો ત્યાંજ એને જેવી આ વાતની ખબર પડી એને પણ વિશ્વાસ ના થયો. કારણકે, હમણાં સુધી એણે જેટલા પણ દર્દીની દવા કરી હતી એ બધા તંદુરસ્ત રીતે જીવી રહ્યા હતા. પણ આ વખતે એના માં એવી તે શું ભૂલ રહી ગઈ કે આવું થયું. એને જાણવાની કોશિશ કરી પણ કઈ ખબર ના પડી. એને ભાવિશાને મળવાની અને એની માફી માંગવાની પણ પોતાનાથી થતી પુરી કોશિશ કરી પણ એ નિષ્ફળ ગઈ. હવે આ વાત રેહાનને ખુદને પણ બઉ ખૂંચી રહી હતી અને એને અંદરને અંદર હેરાન કરી રહી હતી. એના પાસે હવે એની જૂની આદત પ્રમાણે એક જ રસ્તો હતો કે જ્યાં એ ખુદ કઈ ના કરી શકે એવી પરિસ્થિતિ થી ભાગી છૂટવું. અને એને એજ કર્યું. એને અમદાવાદ છોડી મૂક્યું. અને એ અમદાવાદ છોડી ને ક્યાં ગયો એ કોઈને પણ ખબર ન હતી. અને ભાવિશા એ ક્યારેય એ જાણવાની કોશિશ પણ કરી ન હતી. બસ હવે બન્નેનો સમય વીતતો જતો હતો અને એ બન્ને સમયના વહેણ માં એટલા વહી ગયા હતા કે બન્ને ક્યાં હતા. એ એકબીજાને પણ ખબર ના હતી. અને કોઈએ ખબર પાડવાની કોશિશ પણ નહતી કરી. અને આમને આમ આજે ૨૨ વર્ષ વીતી ચુક્યા હતા. અને આજે પાછો રેહાન એજ અમદાવાદમાં પાછો આવ્યો હતો.
આજે અહીં એજ રેહાન હતો, એજ દવાખાનું હતું, એજ રસ્તો, એજ ૧૨૦ સેકન્ડનું ટ્રાફિક અને એજ એ રસ્તા પરનું ટ્રાફિક હતું. આજે નહતી તો બસ એ ટ્રાફિક ને ખુલ્લું કરાવવા વાળી એ ૨૦ વર્ષની ભાવિશા. રેહાન આ બધું વિચારી રહ્યો હતો ત્યાં ટ્રાફીક ખુલી ગયું હતું અને લોકો ચાલવા લાગ્યા હતા. પણ રેહાન હજી ત્યાંજ મંત્રમુગ્ધ બની રોડ વચ્ચોવચ ગાડી ઉભી રાખી હતી. રેહાનની આ મંત્રમુગ્ધતા જેમ પેહલા એની પાછળ ઉભેલા એક છકડાવાળા એ તોડી હતી એમજ આજે પણ એક છકડાવાળા એ જ તોડી. તો પણ હજી રેહાન ખુદના વિચારો માંથી બહાર આવ્યો ન હતો. ત્યાંજ એના ગાડી ના કાચ પર ટકોરા પડ્યા અને રેહાન નું ધ્યાન એ તરફ ખેંચાયું. રેહાને તરત એ કાચ ખોલ્યો અને સામે એને જેમ ૨૨ વર્ષ પહેલાં જેમ ભાવિશાને જોઈ હતી એવું જ મુખડું દેખાયું. રેહાન કાઈ બોલે એ પહેલાં તો એ છોકરીએ પોતાનું ચાલુ કરી દીધું. "ઓ કાકા... દેખાતું નથી કેટલી રાહ જોઈ પછી આ ટ્રાફિક ખુલ્યુ છે. અને તમારા જેવા અમીરો પાછા વચોવચ ગાડી ઉભી રાખી પાછું ટ્રાફિક કરી રહ્યા છો. ચાલો ચાલો આગળ વધો." રેહાન ને એ છોકરી માં હજી પણ ભાવિશાની છબી જ દેખાઈ રહી હતી. આથી એ એને ટગર ટગર જોઈ રહ્યો હતો. ત્યાંજ પાછું એ છોકરી એ ચાલુ કર્યું. "ઓ કાકા... આમ શું જોવો છો? ક્યારેય છોકરી નથી જોઈ કે શું?"
"માફ કરજે બેટા. મને તારો ચેહરો કોઈ થી મળતો લાગ્યો આથી જોઉં છું. તારો આભાર મને મારા વિચાર માંથી બહાર લાવવા માટે" રેહાને એ છોકરીને ફરીથી એકવાર નિહાળતા કહ્યું.
"માફ કરજે બેટા. મને તારો ચેહરો કોઈ થી મળતો લાગ્યો આથી જોઉં છું. તારો આભાર મને મારા વિચાર માંથી બહાર લાવવા માટે" રેહાને એ છોકરીને ફરીથી એકવાર નિહાળતા કહ્યું.
રેહાનના પહેરવેશમાં હજી પણ કોઈ બદલાવ આવ્યો ન હતો. આથી એના પહેરવેશને જોઈ પેલી છોકરીએ કહ્યું, "હા... હા... હશે ચાલો આગળ વધો." અને પછી ધીમા અવાજે અંદર ને અંદર બબડી, " હે... ભગવાન... હવેના વૃદ્ધો પણ ઠરકી થઈ ગયા છે. છોકરી જોઈ નથી કે લાઈન મારવાનું ચાલુ કરીદે છે."
રેહાનને એ છોકરીનો બબડાટ સંભળાઈ ગયો. રેહાન અંદરથી થોડો ગુસ્સે થયો. પણ છેલ્લે એના પાસે બોલવા લાયક કઈ હતું નહીં માટે એટલુ બોલ્યો, "માફ કરજે બેટા મારી ભૂલ થઈ હોય તો." રેહાન પોતાનું આ વાક્ય પૂરું કરે એ પહેલાં, "હા...હા... હવે ચાલો આગળ વધો. પાછળ એમ્બ્યુલન્સ ઉભી છે મારે એમને લઈને દવાખાને જવું છે. તો ચાલો હવે નીકળો."
રેહાનને હવે એ છોકરીની વાતમાં ખુદના પ્રત્યે અણગમો વર્તાઈ રહ્યો હતો. આથી એને ત્યાં વધુ કઈ બોલવા કરતા ત્યાંથી ગાડી હનકારી કાઢવાનું મુનાસીબ સમજ્યું. આથી કઈ પણ બોલ્યા વગર એ ત્યાંથી નીકળી અને અમદાવાદના સરકારી દવાખાને (સિવિલ હોસ્પિટલ) પહચ્યો.

ત્યાં પેહલાથી જ ડૉ.દવે અને દવાખાના ના બીજા લોકો રેહાનની રાહ જોઇને ઉભા હતા. રેહાન પુરા ૨૨ વર્ષ પછી પાછો આ દવાખાના માં પગ મૂકી રહ્યો હતો. આથી એના જુના મિત્રો એને મળવા માટે બઉ આતુર હતા અને એને જેમના ઈલાજ કરેલા એવા અમુક દર્દીઓને પણ ખબર પડી રેહાન અમદાવાદ માં આવ્યો છે. આથી, તેઓ પણ એણે મળવા માટે આવ્યા હતા. રેહાને બધાયનું અભિવાદન સ્વીકાર્યું અને પોતાના બધા જુના મિત્રોને મળ્યો. પણ એને પોતાની કામ કરવાની પદ્ધતિ માં કોઈ ફેરફાર કર્યો ના હતો. આથી પોતાની જૂની રીતે એ બધાને મળી રહ્યો કે તરત જ એને જે દર્દી માટે અપાતકાલિન અહીં બોલાવવા માં આવ્યો હતો એની ફાઇલ માંગી. અને એ ક્યાં છે એ પૂછ્યું. ડૉ. દવે એ રેહાન ના હાથ માં એ ફાઇલ આપી અને જણાવ્યું કે એ દર્દી હમણાં બસ આવીજ રહ્યું છે. એટલામાં જ એક એમ્બ્યુલન્સ દવાખાના ના દરવાજા આગળ આવી અને ઉભી રહી. અને એમાંથી દર્દી ને ઉતારી રહ્યા હતા ત્યાં જ રેહાનને પેલી ટ્રાફિકવાળી છોકરી પાછી દેખાઈ. આ બધું રેહાન એક ખૂણામાં ઉભો રહી નિહાળી રહ્યો હતો. અને ત્યાં એ દર્દી ને ઓપરેશન ખંડમાં લઈ જઈ રહ્યા હતા. ત્યાંજ પેલી છોકરી ની નજર રેહાન પર પડી. હજી એનમાં રેહાન પ્રત્યેની ખૂનશ તો એજ હતી. એ રેહાન તરફ આવી અને ગુસ્સાવાળી નજરે દેખાવા લાગી. રેહાન કંઈજ બોલ્યો નહીં ત્યાંજ એ બોલવા લાગી, "ઓ કાકા... આટલા તો ઠરકી ના બનો. મારો પીછો કરતા કરતા તમે અહીં સુધી આવી ગયા. ઘરે મારા જેવી/જેટલી તમારે કોઈ છોકરી નથી કે શું? હવે તમે અહીંથી જાઓ છો કે હું પોલીસ ને બોલાઉ?" એ છોકરી એ ફોન બતાવતા કહ્યું.
રેહાન આ બધું સાંભળી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો. તએ વાતને ૨૨ વર્ષ વીતી ચુક્યા છે. તો પણ મને આજે પણ એ ૨૨ વર્ષ પેહલા જે થયું હતું એવું કેમ આજે થાય છે એવું લાગે છે. મને કેમ પહેલા જેવું ફરીથી અનુભવાય છે? જે વસ્તુ ત્યારે થઈ એ આજે પણ કેમ થાય છે? એજ રસ્તો, એજ ટ્રાફિક, એજ શબ્દો કેમ?ત્યાં જ રેહાને પોતાના મગજ પર વધુ ભાર ન આપતા સામે બસ એટલો જવાબ આપ્યો કે, "તમારી મમ્મી નું ઓપરેશન કરી લઉં પછી જતો રહીશ. બસ..." એટલુ કહી રેહાને એ છોકરી તરફ નાની મુસ્કાન આપી અને પછી ત્યાંથી ઓપરેશન ખંડ તરફ ચાલી નીકળ્યો.
પેલા દર્દી ની ફાઇલ હજી રેહાનના હાથમાં જ હતી. એને એ વાંચવાનો સમય જ મળ્યો ન હતો. એ તરત ઓપરેશન ના કપડાં પહેરીને ઓપરેશન ખંડ માં પ્રવેશ્યો અને જેવોજ એ દર્દી પાસે પહોંચ્યો. એવોજ એ ડઘાઈ ગયો. હવે એ કઈ બોલી શકે એમ ન હતો. એ ત્યાંજ સ્તબ્ધ થઈ ગયો હતો. અને હવે તો એના આંખ માંથી આંસુ પણ આવી રહ્યા હતા. આ જોઈ અને ડૉ. દવે તરત જ એની પાસે આવ્યા અને પૂછવા લાગ્યા, "શું થયું રેહાન? કેમ રડે છે?"
રેહાન એમના આ પ્રશ્નના જવાબમાં રડવાના કારણે વધુ તો કઈ ના કહી શક્યો પણ હા એને એટલું જરૂરથી કહ્યું, "હું આ ઓપરેશન નહીં કરી શકું?"
"પણ કેમ? એવું તો શું થયું? આ કેસ માં એવું તો શું છે તે તું આ નહીં કરી શકે?"
રેહાને આગળ કઈ જવાબ ન આપ્યો. અને કંઈપણ કહ્યા વગર એ ઓપરેશન ખંડ થી બહાર નીકળી ગયો. પાછળ પાછળ ડૉ. દવે પણ એને સમજાવતા સમજાવતા બહાર નીકળ્યા. ત્યાંજ ઓપરેશન ખંડ ના દરવાજા બહાર જ પેલી છોકરી બેઠી હતી. જેનું નામ એ ફાઈલમાં વિશા લખેલું હતું. રેહાને બહાર નીકળતા એકવાર આંશુ ભરેલી આંખે વિશા તરફ જોયું અને પછી ત્યાંથી ઝડપ ભેર નીકળી ગયો. પણ ડૉ. દવે રેહાનને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એ વિશા એ જોયું અને તરત ઉભી થઇ એ ડૉ. દવે પાસે ગઈ અને પૂછવા લાગી, "શું થયું?"
"કઈ નહીં. રેહાન તમારી મમ્મીનું ઓપરેશન કરવાની ના પાડે છે ખબર નહિ કેમ."

વિશાની આંખોમાં આંશુ આવી ગયા અને એ પણ રેહાન પાછળ ભાગવા લાગી. હજી રેહાન થોડોજ આગળ વધ્યો હતો. ત્યાંજ વિશા રેહાન ના પગ પકડી રોવા લાગી અને એને રોતા રોતા કહ્યું, " મને માફ કરીદો. તમારે જે કરવું હોય એ મને કરો. હું તમને નકામું બોલી એની સજા મને આપો પણ મહેરબાની કરી મારી મમ્મીને બચાવી લો. મારા પર મહેરબાની કરો. મારા માટે મારા ઘરમાં મારી મમ્મી સિવાય કોઈજ નથી. અને હું એમના વગર નહી રહી શકું. મહેરબાની કરો મારા પર..." આટલું કહી પાછી એ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગી. રેહાને વિશાને હાથ પકડી ઉભી કરી અને ખુદના અને એના આંશુ લૂછતાં રેહાને વિશાને પૂછ્યું, " કેમ તારા પપ્પા ક્યાં છે?"
"ખબર નહીં હું જન્મી પણ નહતી અને મારા પપ્પા અમને છોડી ને જતા રહ્યા હતા અને ત્યારથી મમ્મી એ પણ એમને શોધવાનો પ્રયત્ન નથી કર્યો કે ના પપ્પા એ અમને શોધવાનો. મેં તો એમનો ફોટો પણ નથી જોયા ક્યારેય. તો એમના થી કોઈ આશા પણ કઈ રીતે રાખું. એટલા માટે જ કહી રહી છું કે મારા માટે જે છે એ બસ મારી મમ્મી છે. માટે તમે એને બચાવી લો બદલા માં તમે જે માંગશો એ આપવા માટે હું તૈયાર છું પૈસા, ઘરેણાં અને ત્યાં સુધી કે તમે જો મારી મમ્મીને બચાવી લો છો તો હું તમને મારી જવાની પણ આપવા તૈયાર છું. પણ મહેરબાની કરી એમને બચાવીલો મેં તમારું બઉ મોટું નામ સાંભળ્યું છે અને મને ખબર પણ છે તમે બચાવી લેશો. માટે તમે જે કે'સો એ હું આપવા તૈયાર છું." આટલું કહી એને ખુદને સંભાળી અને રોવાનું બંધ કર્યું.

ત્યાંજ રેહાને પેલી ફાઇલ એક બાજુ મૂકી અને ગુડલીએ પડી બે હાથ જોડી અને કેહવા લાગ્યો," તો મને માફ કરી દે બેટા. મેં છેલ્લા ૨૨ વર્ષ માં એકપણ વાર તમારું વિચાર્યું નહીં અને તમને મળવાની પણ કોશિશ ના કરી આ મારી ભૂલ છે મને માફ કરી દે." રેહાન હજી પણ રડી રહ્યો હતો. વિશાને રેહાન જે બોલી રહ્યો હતો એ કઈ પણ સમજાઈ રહ્યું ના હતું. પણ હા એને એ ખબર પડી રહી હતી કે હમણાં સમય માફી લેવા આપવાનો નથી. હમણાં સમય છે, એની મમ્મીને એટલે કે ભાવિશા ને બચાવવાનો આથી એ કઇ બોલે એ પહેલાં આ બધું સાંભળી રહેલા ડૉ. દવે એ બંનેની સ્થિતિ સમજી અને વચ્ચે એટલુંજ કહ્યું, "રેહાન હમણાં તું ભાવિશા ને બચાવી લે પછી તમે બધી વાત કરજો. અને જો તું ભાવિશા ને બચાવી લેશે તો પછીથી વિશા પણ તને માફ કરી દેશે. કરી દેશે ને વિશા બેટા?" ડૉ. દવે એ વિશા તરફ જોઈને કહ્યું. " હા, બેટા તું એની ચિંતા ના કર. હું એને બચાવી લઈશ. " રેહાને વિશાનો હાથ પોતાના હાથ માં લઇ કહ્યું.
વિશા ને કઈ સમજાઈ રહ્યું ના હતું પણ એને હકારાત્મક રીતે માથું હલાવ્યું. આથી રેહાને રડવાનું બંધ કર્યું અને ડૉ. દવે એને લઈને પાછા ઓપરેશનખંડ માં ગયા અને ઓપરેશનખંડનો દરવાજો બંધ થયો. ૯:૦૦ વાગ્યે બંધ થયેલો એ દરવાજો ૪ કલાક પછી પાછો ખુલ્યો અને પહેલાજ આંખમાં આંશુ અને મોં પર મુસ્કાન સાથે રેહાન બહાર નીકળ્યો. વિશાએ તરત રેહાન પાસે આવી અને પૂછ્યું, "શું થયું?"
રેહાને કહ્યું, " હવે એ ખતરા માંથી બહાર છે." રેહાન એટલું બોલ્યો ત્યાંજ વિશા એટલી ખુશ થઈ ગઈ કે એ રેહાન ને ગળે ભેટી પડી. રેહાનને ઘણા સમય પછી કોઈ પોતાનાને ગળે લાગવાનો અનોખો એહસાસ થઈ રહ્યો હતો. અને આ એહસાસ એને એટલો દિલમાં લાગી આવ્યો કે જ્યારે વિશાએ એને મુક્યો ત્યાંજ એ પોતાના આંસુ છુપાવતો કઈ પણ કહ્યા વગર ત્યાંથી ચાલી નીકળ્યો.
"તમે થોડા સમય પછી તમારી મમ્મીને મળી શકશો." ડૉ દવે એ કહ્યું અને એ પણ ચાલવા લાગ્યા. હવે વિશાના મોં પર અનેક ઘણી ખુશી વર્તાઈ રહી હતી અને એ જોઈને રેહાન પણ ખુશ હતો.
"તમે થોડા સમય પછી તમારી મમ્મીને મળી શકશો." ડૉ દવે એ કહ્યું અને એ પણ ચાલવા લાગ્યા. હવે વિશાના મોં પર અનેક ઘણી ખુશી વર્તાઈ રહી હતી અને એ જોઈને રેહાન પણ ખુશ હતો.
"મમ્મી તને ખબર છે તું બઉ ખુશ નશીબ છે કે તારું ઓપરેશન ત્યારેજ કરવાનું થયું કે, જ્યારે દુનિયા સારા ડૉક્ટર માના એક ડૉક્ટર અહીં અમદાવાદ માં હાજર હતા. અને એમને જ તારું ઓપરેશન કર્યું. એમને તારું ઓપરેશન કરવાની ના પાડી ત્યારે પહેલા તો મને એમના પર બઉ ગુસ્સો આવ્યો હતો પણ એમને જ્યારે તારું ઓપરેશન કર્યું અને પછી એમને હું ગળે મળી ત્યારે એ રડવા લાગેલા. એ મારા પાસે માફી માંગી રહ્યા હતા. પણ, ખબર નહિ શું કહી રહ્યા હતા એ..." એની મમ્મીને હોશ આવ્યો એના પછી વિશા એના મમ્મી સાથે બધી વાત કરી રહી હતી.
"કોણ...? કોને કર્યું મારુ ઓપરેશન?" વિશા આટલું બધું બોલી પણ ડૉકટર નું નામ ના કહ્યું આથી ભાવિશા એ પૂછ્યું.
"મને નામ નથી આવડતું પણ રે હું એમને બોલાઈ આવું એમ પણ તારી દવાનો સમય થઈ જ ગયો છે. તો એ આવીને મને દવા વિશે પણ સમજાવી દેશે" એટલું કહી વિશા ઉભી થઇ અને રેહાનના ઓફિસ તરફ ચાલવા લાગી.

રેહાન હજીય વિશા અને ભાવિશા વિશે જ વિચારી રહ્યો હતો ત્યાંજ એની ઓફિસ ના દરવાજા પર ટકોરો પડ્યો.
ટકકક... ટકકક... ટકકક...
"કોણ છે.?"
"હું વિશા... શું હું અંદર આવી શકું?"
"હા... હા... આવ." રેહાને પોતાના આંસુ લૂછી પોતાને વ્યવસ્થીત કર્યો. અને પછી રેહાને પૂછ્યું, "બોલ બેટા શું હતું?"
"મમ્મીને હોશ આવી ગયો છે. મેં એમને બધી વાત કરી તો હવે એ તમને મળવા માંગે છે. એટલે હું તમને લેવા આવી છું. ચાલો..." વિશા એ સહજતાથી કહ્યું.
"ના... હું નહીં આવી શકું. તું જા..."રેહાન.
"કેમ... પણ?" વિશાએ ભાવનાશીલ આંખોથી રેહાન તરફ જોઈ પ્રશ્ન કર્યો. અને રેહાન એ લાગણીના વહેણ માં વહી ગયો. પરંતુ હજી એના મનમાં એક વાત તો ચાલીજ રહી હતી કે જો હું ભાવિશા સામે જાઉં છું. અને એ મને હમણાં પણ અપનાવી નહિ શકે તો. શું થશે? બસ એના મનમાં આ જ વિચાર હતો. પણ વિશા ના કહેવાથી એ એના પાછળ પાછળ ચાલવા લાગ્યો.

ભાવિશાના રુમનો દરવાજો ખુલ્યો વિશા અંદર પ્રવેશી વિશાને જોતાજ ભાવિશા બોલી "તું ક્યાં ગઈ હતી? હું ક્યારની તારી રાહ જોઉં છું. ચાલ હવે મને દવા આપી દે."
"હા... હા... આપું છું પહેલા એતો જો તને મળવા કોણ આવ્યું છે." વિશા એ રેહાનનો હાથ ખેંચી અંદર લાવતા કહ્યું.
"કોણ છે?" હજી આ પ્રશ્ન ભાવિશાના મો માંથી નીકળી રહ્યો હતો ત્યાંજ રેહાન રૂમમાં પ્રવેશ્યો. અને રેહાન ને જોતાજ ભાવિશા સ્તબ્ધ થઈ ગઈ. હવે વિશા બસ રેહાન અને ભાવિશાને જોઈ રહી હતી. એને સમજાતું ન હતું કે આ શું ચાલી રહ્યું છે. પણ, હા એની ઉંમર પ્રમાણે એને એ સમજાઈ ગયું હતું કે, આ હમણાનું કઈ નથી આતો બઉ પહેલાનું છે. જેના વિશે એને કઈ ખબર નહતી. એ આ બધું વિચારી રહી હતી. ત્યાંજ ભાવિશા રડવા લાગી. અને ભાવિશાને રડતા જોઈ રેહાન દરવાજા પાસે થી ચાલી સીધો ભાવિશાના પલંગ પાસે પોહચી ગયો. અને એની સામે નીચે બેસી એને કહ્યું, " ઓય...પ્લીઝ યાર મહેરબાની કરી રડવાનું બંધ કર. તને ખબર છે ને મને તારી આંખ માં આંસુ નથી પસંદ. તો પ્લીઝ રડવાનું બંધ કર." આટલું કહી રેહાન ભાવિશાના આંસુ લુછવા લાગ્યો.
"કઈ રીતે બંધ કરું. અને તને મારી પડી પણ ક્યાં છે? ૨૨ વર્ષ પહેલાં એ દિવસે મને એકલી મૂકી ને ગયો એ ગયો એકવાર પણ પૂછવાનો કે જાણવાનો પ્રયત્ન પણ કર્યો કે હું કેમ છું? શું કરું છું? ક્યાં છું?"

"મારી ભૂલ છે મને ખબર છે. પણ મને એમ કે, મારા કારણે તારા મમ્મી તારા થી દુર થઇ ગયા અને એ વાત હજી તારા મનમાં ક્યાંક દબાયેલી હશે અને ત્યારે તું મારુ મોં જોવા પણ તૈયાર ન હતી. તો મને એમ લાગ્યું કે તારા સામે આવી તને દુઃખી કરવી એના કરતાં તારા થી દુર થઇ જવું સારું. એટલેજ હું તારા થી દુર થઇ ગયો." રેહાને ભાવિશા ને સમજાવતા કહ્યું.
"તું તો મારા થી દુર થઇ ગયો પણ હું ક્યારેય તારા થી દુર ના થઇ શકી. હા, એ સમયે મને થોડો તારા પર ગુસ્સો હતો પણ તુ જ કે મમ્મી પછી હું કોઈ પર ગુસ્સો કરી શકું એવું તારા સિવાય હતું કોણ મારી પાસે. મેં તને એના પછી ખૂબ શોધ્યો પણ તું મને ક્યાંય પણ મળ્યો નહીં. અહીં પણ હું કેટલીય વાર આવી ગઈ પણ તું મને અહીં પણ મળ્યો નહીં. અને એમાને એમા જો હું પાગલ થઈ ગઈ. પણ હા એ પછી મને જીવવા માટે તારા નામનું એક વ્યક્તિ મળી ગયું." ભાવિશા પોતાના આંસુ હજી રોકી શકતી ન હતી.

"કોણ...?" રેહાને ઠંડા સ્વરે પૂછ્યું.
"જે તારી પાછળ ઉભું છે એ તારું અને મારું બાળક વિશા. મેં લગ્ન નથી કર્યા. આ મને મળી એ પછી મેં તારી આશા છોડી અને આના માટે મારી પુરી જિંદગી આપી દીધી. જો છે ને બિલકુલ તારા જેવી" ભાવિશાએ મોં પર થોડી મુસ્કાન અને આંખો માં આંસુ સાથે રેહાનને વિશા તરફ રેહાનને દેખાડતા કહ્યું.

વિશા પાછળ ઉભી ઉભી આ બધું જોઈ રહી હતી, બધું સાંભળી રહી હતી. એને હજી પણ કઈ સમજાયું નહીં આથી એ એમની પાસે આવી અને બેસી ગઈ અને ભાવિશા તરફ જોઈ અને પોતાનામાં દબાયેલા પ્રશ્નને બહાર નીકાળી પૂછ્યું, " મમ્મી આ કોણ? અને તમે આમને કઈ રીતે ઓળખો છો? " વિશાએ પોતાના પ્રશ્નો પર વધુ ભાર આપ્યો.
ભાવિશા થોડી શાંત રહી પછી આંખમાં થોડા આંસુ સાથે ગળગળા અવાજે બોલી, " બેટા વિશા આ તારા પપ્પા છે." અને ત્યાંજ રેહાને ઉભા થઇ વિશા તરફ હાથ ફેલાવ્યા પોતાની દીકરીને બીજી વાર હકથી ગળે લગાવવા માટે. પણ હવે તો વિશાના મોં પરનો હાવભાવ બદલાઈ ગયો હતો. એના મોં પર પહેલા રેહાન પ્રત્યેનો જે લાગણીનો ભાવ હતો એ હવે ધૃણામાં બદલાઇ ગયો હતો. ખબર નહીં કેમ પણ હવે એ રેહાનને નફરત કરવા લાગી હતી. અને આ નફરતમાં ને નફરતમાં એ પોતાનામાં રહેલા પપ્પાના ના મળેલા પ્રેમ માટેના બધાજ પ્રશ્નો એને રેહાન તરફ ઓકી કાઢ્યા. પરંતુ હવે તો રેહાન પણ કઈ કરી શકે એમ ન હતો. આખરે રેહાને પોતાની ભૂલ સ્વીકારી અને એને રોતી વિશાને ગળે લગાવી કહ્યું, "બેટા... હું માનું છું કે મારી ભૂલ થઈ છે પણ હવે એમાં આપણે બન્ને કઈ કરી શકીએ એમ નથી. તો પ્લીઝ મને માફ કરી દે અને હવે હું તમને મારા સાથે રાખવા માંગુ છું મારી પાસે તો મારી આ હવે અધુરી વધેલી જિંદગી માં મારી આ આખરી ઈચ્છા પૂરી કરવાદે." વિશા જોરજોરથી રડવા લાગી રેહાને એને શાંત કરવાનો પ્રયત્ન કર્યો ત્યાં એ શાંત તો થઈ પણ એને રેહાનને કશીને ગળે લગાવી લીધો અને પછી ધ્રુસકા ભરતા ભરતા બોલી, " પપ્પા હવે તમે અમને છોડીને પાછા નહીં જાઓ ને? અને જશો ને તો પાછા ક્યારેય તમે તમારી આ છોકરી નું મોં નહીં જોઈ શકો." એટલું કહી એ શાંત થઈ.
"વચન આપું છું બેટા હવે તમને બન્નેને મૂકીને હું ક્યાંય નહીં જાઉં..." અને ત્યાંરે રેહાને ભાવિશા અને વિશા બન્ને ને એક સાથે ગળે લગાવી લીધા. હવે ત્રણે ની આંખો માં આંસુ હતા પણ એ ખુશીના હતા.

ત્યાંજ એમને પાછળથી એક અવાજ સંભળાયો, "ચલો છેલ્લે જતા ડૉ. રેહાન તમારૂ કુટુંબ પૂરું થયું ખરા..." આ કેહવા વાળી એજ પરિચારિકા હતી જેણે ૨૨ વર્ષ પહેલાં ભાવિશા ને રેહાન વિશે જણાવ્યું હતું.
"હા... આજે એ થઈ ગયું. અને હું ખુશ છું. કારણ કે આજે મારા જીવનની બે ખુશીઓ મને એક સાથે મળી ગઈ મારી ભાવિશા અને મારુ ખૂન મારી વિશા હવે હું એમને છોડી ને ક્યાંય જવાનો નથી." વિશા તરફ લાગણી સભર આંખો એ દેખતાં રેહાને કહ્યું.
અને આ સાથેજ એ રૂમમાં લાગણીઓની નવી સુગંધ પ્રસરી ગઈ... હવે દરેક ના મોં પર ખુશી હતી... અને રેહાન હવે બસ વિશા અને ભાવિશા તરફ ટગર ટગર જોઈ રહ્યો હતો અને વિચારી રહયો હતો કે હવે આ બન્ને ને એના થી દુનિયાની કોઈ તાકાત નહીં છીનવી શકે. અને હવે બસ એને પોતાનું જીવન ખુશી ખુશી એમના સાથે વિતાવવાનુજ રહ્યું હતું...

Note: મારા આવી જ ટૂંકીવાર્તાઓ તમને પસંદ પડે અને જો તમારે આવી બીજી ઘણી વાર્તાઓ વાંચવી કે જોવી હોય તો મારી સાથે જોડાઇ શકો છો. એ માટે મને ફોલ્લો કરો અમને આના પર 👉👉👉 Gujarati Stories પર.
લેખક:-
વિકાસ મનસુખલાલ દવે.Instagram:- @valam_ni_yado
@unstoppable_writer
@ek_lekhk
YouTube:- /VikasDave
FaceBook:- @Er. Vikas Dave
તમારો અભિપ્રાય જણાવો vikashdave92@gmail.com પર.

0 ટિપ્પણીઓ
Plz do not enter any spam link in the comment Box.